Home /News /national-international /

મહિલાઓની રોજગારી માટેના વોટ્સએપ ગ્રુપમાં શેર થાય છે અશ્લીલ વીડિયો, આરોપીને શોધવા પોલીસની મથામણ

મહિલાઓની રોજગારી માટેના વોટ્સએપ ગ્રુપમાં શેર થાય છે અશ્લીલ વીડિયો, આરોપીને શોધવા પોલીસની મથામણ

પ્રતિકાત્મક તસવીર

Chhattisgarh Crime News: આ જ સંસ્થા સાથે જોડાયેલા લૈલુંગા ક્ષેત્રની મહિલા ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલા વોટ્સએપ ગ્રુપ (Womens’ whatsapp group)માં અજાણ્યા ફોન નંબર પરથી અશ્લીલ વીડિયો, ઓડિયો અને ફોટા અપલોડ કરવામાં આવી રહ્યા છે.

    બિહાન (BIHAAN) યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોની ગરીબ મહિલાઓની આજીવિકા વધારી શકાય અને સશક્તિકરણ કરી શકાય તે માટે સ્વ-સહાય ગ્રુપમાં જોડવામાં આવી છે. હાલમાં બિહાન યોજનાથી છત્તીસગઢ (Chhattisgarh)ના રાયગઢ (Raygarh) જિલ્લામાં કુલ 1557 સ્વ-સહાય સમૂહો, કુલ 112 મહિલા ગ્રામ સંગઠનો, 4 ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે, જેમાંથી કુલ 17635 પરિવારો જોડાયેલા છે.

    જે વિવિધ આજીવિકા ગતિવિધિઓ અને નાણાકીય સમાવેશને જનપદ પંચાયત (Janpad Panchayat) દ્વારા ચલાવવામાં આવે છે. આ જ સંસ્થા સાથે જોડાયેલા લૈલુંગા ક્ષેત્રની મહિલા ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલા વોટ્સએપ ગ્રુપ (Womens’ whatsapp group)માં અજાણ્યા ફોન નંબર પરથી અશ્લીલ વીડિયો, ઓડિયો અને ફોટા અપલોડ કરવામાં આવી રહ્યા છે.

    ગ્રુપ દ્વારા વિડિયો હટાવ્યા બાદ ફરીથી મહિલાઓને ગ્રુપમાં એડ કરીને અશ્લીલ ફોટો વીડિયો મોકલવામાં આવી રહ્યા છે. આ નાપાક કૃત્યને કારણે ગ્રુપ સાથે જોડાયેલી મહિલાઓ અને તેમના પરિવારજનોને ગ્રૂપમાં જવા માટે શરમ, માનસિક તણાવ અને પ્રતિબંધનો સામનો કરવો પડી રહ્યો છે.

    આ પણ વાંચોઃ-રાજકોટની શરમજનક ઘટના! 21 વર્ષની અપંગ સાવકી દીકરી સાથે સાવકા પિતાએ આચર્યું દુષ્કર્મ

    વોટ્સએપ ગ્રૂપની મહિલાઓએ 27 ડિસેમ્બર 2021ના રોજ લૈલુંગા પોલીસ સ્ટેશન, સાયબર સેલ, એસડીએમ અને એસપીને દોષિતો પર કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. પરંતુ ન તો આરોપીઓ હજુ સુધી પકડાયા છે અને ન તો અશ્લીલ વીડિયો અને ફોટા અપલોડ થતા અટક્યા છે.

    આ પણ વાંચોઃ-શરમજનક ઘટના: પ્રેમલગ્નના બીજા દિવસે પતિએ તેના મિત્રો સાથે મળીને પત્ની પર બળાત્કાર ગુજાર્યો

    પોલિસને નથી મળી રહ્યો આરોપી
    આ મામલે રાયગઢના એડિશનલ એસપી (Additional SP) લખન પટલેનું કહેવું છે કે, મહિલાઓની ફરિયાદ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે. આરોપીની શોધ ચાલુ છે પરંતુ હજુ સુધી તે મળ્યો નથી. જલ્દી જ આરોપીની ધરપકડ કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે. હાલ તો પ્રશાસનની યોજનામાં જોડાઈને આત્મનિર્ભર (Atmnirbhar) બનતી મહિલાઓ ગ્રુપ સાથે જોડાઈ અને વધુ સારા કાર્યો કરી રહી છે.

    જોકે, સમૂહ દ્વારા બનાવવામાં આવેલા વોટ્સએપ ગ્રુપમાં ગત કેટલાક મહિનાથી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા અશ્લીલ વીડિયો અને ફોટો અપલોડ કરવામાં આવે છે અને મહિલોની ગરિમા સાથે ચેડા કરવામાં આવી રહ્યાં છે. ફરિયાદ બાદ પણ કાર્યવાહી ન થવાને કારણે મહિલાઓને શરમમાં મુકાવવુ પડ્યું છે. જો કે પોલિસ હાલ આ મામલે તપાસ કરવાની વાત કરી રહી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Chhattisgarh, Crime news, Latest viral video

    આગામી સમાચાર