Home /News /national-international /

ક્લાસ બંક કરીને વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ પબમાં કરી રહ્યા હતા અશ્લિલ ડાન્સ, Video વાયરલ

ક્લાસ બંક કરીને વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ પબમાં કરી રહ્યા હતા અશ્લિલ ડાન્સ, Video વાયરલ

કોલેજના વિદ્યાર્થીઓએ પબમાં ફ્રેશર્સ પાર્ટી કરી હતી

viral video - પબમાં (Pub)મોજ મસ્તી કરતા કેટલાક અશ્લિલ વીડિયો અને ફોટો વાયરલ (Viral photos)થયા

    ઇન્દોર : ઇન્દોરમાં કોલેજ સ્ટૂડન્ટ્સે (College Students)ક્લાસ બંક કરીને પબમાં જવું ભારે પડ્યું છે. પબમાં (Pub)મોજ મસ્તી કરતા કેટલાક અશ્લિલ વીડિયો (Obscene Dance)અને ફોટો વાયરલ (Viral photos)થયા છે. જેના કારણે તેમની પોલ ખુલી જતા કોલેજે બધાને નોટિસ પકડાવી છે. આ વિદ્યાર્થીઓ ઇન્દોરના હોલકર સાયન્સ કોલેજના હતા. તેમણે પબમાં ફ્રેશર્સ પાર્ટી કરી હતી. બધા ક્લાસ બંક કરીને ગયા હતા. કોઇએ કોલેજ પાસે આ પાર્ટીની પરમિશન લીધી ન હતી. એક સ્ટૂડન્ટ્સ લીડરને આ વાતને ખબર પડી તો તેણે ફરિયાદ કરી હતી.

    પ્રિન્સેપાલે પરમિશન આપી ન હતી

    કોલેજોમાં ઓફલાઇન ક્લાસ તો શરૂ થઇ ગયા છે પણ કોરોનાના કારણે અન્ય ગતિવિધીઓને લઇને ઘણા પ્રકારના પ્રતિબંધ છે. કોઇપણ સ્તર પર સાર્વજનિક આયોજન અને આ પ્રકારની પાર્ટીઓ પર પ્રતિબંધ છે. વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ ફ્રેશર્સ પાર્ટી માટે કોલેજ મેનેજમેન્ટ માટે મંજૂરી માંગી હતી પણ પ્રિન્સેપાલ ડો. સુરેશ સિલાવટે કોવિડ પ્રોટોકોલનો હવાલો આપીમે ઇન્કાર કરી દીધો છે. આમ છતા કેટલાક વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર ગ્રુપ બનાવીને પાર્ટીની પ્લાનિંગ કરી હતી અને પછી પબમાં પાર્ટી કરી હતી. આ પાર્ટીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. આ તસવીરોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ માસ્ક વગર અને આપત્તિજનક ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

    આ પણ વાંચો - દહેજમાં ફોર્ચ્યુનર ગાડી અને 20 લાખ રૂપિયા માંગનાર વરરાજાએ માફી માંગી, કહ્યું- દહેજ મોટું દૂષણ, મને માફ કરી દો

    પોલીસમાં ફરિયાદ

    એક વિદ્યાર્થી નેતાએ આ મામલાની ફરિયાદ કોલેજ પ્રશાસનને કરી હતી. આ સિવાય પોલીસમાં પણ ફરિયાદ કરવામાં આવી છે. કોલેજ મેનજમેન્ટે વીડિયોમાં જોવા મળતા વિદ્યાર્થીઓની ઓળખ કરીને તેમને નોટિસ આપી છે. આ સિવાય તેમના માતા-પિતાને પણ બોલાવ્યા હતા. કોલેજ મેનેજમેન્ટે પૃષ્ટી કરી છે કે વીડિયોમાં જોવા મળતા વિદ્યાર્થી અને વિદ્યાર્થિની તેમને કોલેજના છે. આ પ્રકારની હરકતો કોઇપણ ભોગે ચલાવી લેવામાં આવશે નહીં.

    પ્રિન્સિપાલે શું કહ્યું

    કોલેજે સ્પષ્ટ કર્યું કે પાર્ટી કોલેજના પરિસરમાં થઇ નથી તેથી તેમણે સીધી એક્શન લીધી નથી. જોકે જે પ્રકારના વીડિયો છે તે માટે કાર્યવાહી કરવી જરૂરી હતી. આ વીડિયોની આખા શહેરમાં ચર્ચા થઇ રહી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Madhya pradesh, Video viral

    આગામી સમાચાર