Home /News /national-international /

મદરેસામાં યુવતી જીવતી સળગાવી, 16 લોકોને ફાંસીની સજા

મદરેસામાં યુવતી જીવતી સળગાવી, 16 લોકોને ફાંસીની સજા

ફાઇલ તસવીર

નુસરત જહાં રફી સોનાગાજીના ઇસ્લામિયા ફાજિલ મદરેસાની વિદ્યાર્થીની હતી

    બાંગ્લાદેશમાં હાલ એક તેવી ઘટના બની છે જેની ગૂંજ સમગ્ર વિશ્વમાં પડી છે. બાંગ્લાદેશની કોર્ટે મદરેસા જેવા જ્ઞાનના પવિત્ર ધામમાં યુવતીને જીવતી સળગાવી દેવા માટે 16 લોકોને મોતની સજા આપી છે. 19 વર્ષીય યુવતી નુસરત જહાં રફીનો વાંક ખાલી એટલો હતો કે તેની સાથે થયેલા દુષ્કર્મની ફરિયાદ તે પાછી લેવા નહતી માંગતી. અને મધરેસામાં આ યુવતની અને તેના પરિવારને આ ફરિયાદ પાછી લેવા માટે બોલાવી હતી. જે બાદ જ્યારે યુવતીએ ફરિયાદ પાછી ન લેવાની ના પાડી તો તેના પરિવાર સામે તેને જવતી સળગાવી દીધી.

    વધુ ચોંકવાનારી વાત એ છે કે નુસરત જહાં રફી સોનાગાજીના ઇસ્લામિયા ફાજિલ મદરેસાની વિદ્યાર્થીની હતી. જેનું યૌન ઉત્પીડન આ જ શાળાના પ્રિન્સિપાલે કર્યું હતું. 6 એપ્રિલના રોજ તે મધરેસાની છત્ર બળેલી હાલતમાં મળી હતી. અને 10 એપ્રિલના રોજ તેની મોત થઇ હતી. આ પછી સમગ્ર દેશમાં લોકો આ યુવતીને ન્યાય મળે તે માટે રસ્તા પર ઉતરી ગયા હતા. અને ત્યાંના વડાપ્રધાન શેખ હસીનાએ પણ આરોપીઓને કડકમાં કડક સજા આપવાની અપીલ કરી હતી.

    આરોપી


    તે પછી માત્ર 61 દિવસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટે 16 આરોપીઓને ફાંસીની સજા આપી છે. બાંગ્લાદેશના ન્યાયિક ઇતિહાસમાં આવું ભાગ્યેજ બને છે કે કોઇ કોર્ટ કેસમાં આટલી જલ્દી સુનવણી થઇ હોય. વધુમાં પ્રત્યેક દોષી પર 1 લાખ ટકા દંડ પણ લગાવવામાં આવ્યો છે. આ 16 આરોપીઓમાં શાળાના પ્રિન્સિપાલ સમેત બે રાજકીય નેતાઓના નામ પણ સમાવિષ્ટ છે. પીડિતાના વકીલે કોર્ટ દ્વારા આ નિર્ણય આપ્યા પછી કહ્યું કે આ ચુકાદાએ તે સાબિત કર્યું છે કે બાંગ્લાદેશમાં તમે હત્યા કરી બચી નહી શકો. તમારે કાયદાનું માન રાખવું જ પડશે.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: બાંગ્લાદેશ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन