ગર્ભવતીને નર્સે મારી થપ્પડ, કહ્યું - શું ખાધુ કે બાળક 4.5 કિલોનું થઇ ગયું બાળક ?

ડોક્ટર જફર પઠાને જણાવ્યું કે ડિલેવરીમાં સમયનો બગાડ અને બેદરકારીને કારણે બાળકના જીવને ખતરો બન્યો. ત્યારબાદ બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા, પરંતુ શુક્રવારે તેનું મૃત્યુ થઇ ગયું.

ડોક્ટર જફર પઠાને જણાવ્યું કે ડિલેવરીમાં સમયનો બગાડ અને બેદરકારીને કારણે બાળકના જીવને ખતરો બન્યો. ત્યારબાદ બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા, પરંતુ શુક્રવારે તેનું મૃત્યુ થઇ ગયું.

 • Share this:
  મધ્યપ્રદેશના ઇંદોરમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં એક ખાનગી હોસ્પિટલમાં ગર્ભવતી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. પ્રસૂતાના પરિજનોનો આરોપ છે કે હોસ્પિટલના સ્ટાફે ગર્ભવતીને થપ્પડ મારી. નર્સે કહ્યું કે એટલું કેમ ખાધુ કે બાળક 4.5 કિલોનું થઇ ગયું. સાથે નર્સની બેદરકારીને કારણે નવજાતનું મૃત્યુ થઇ ગયું. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થઇ છે.

  જાણકારી પ્રમાણે સન્મતિ નગરની રહેવાસી નેહા સારડાની ડિલેવરી થવાની હતી. ગુરુવારે સવારે પરિવારજનો 10.30 વાગ્યે રાજમોહલ્લાની ખાનગી હોસ્પિટલમાં ગયા. હોસ્પિટલ પહોંચ્યા બાદ લાંબા સમય બાદ સ્ટાફ આવ્યો. આરોપ છે કે અંદાજે 2 કલાક બાદ પ્રસૂતાને 16 ઇન્જેક્શન લગાવવામાં આવ્યા. આ દરમિયાન દુખાવો ઓછો ન થતા સ્ટાફ જ ડિલેવરી માટે લઇ ગયો.

  અહીં ક્લિક કરી વાંચોઃ સુરત પોલીસ સ્ટેશનમાં બાળકીઓએ મૂકાવી મહેંદી, કારણ છે પ્રેરણાત્મક

  પરિવારજનોએ આરોપ લગાવ્યો કે 9 મહિનાથી તેઓ ડોક્ટર વંદના તિવારી પાસે ઇલાજ કરાવી રહ્યાં હતા. જ્યારે પરિવારજનોએ ડોક્ટર વંદનાને બોલાવી સિજેરિયન ડિલેવરી કરવાનું કહ્યું તો નર્સોએ પ્રસૂતાને થપ્પડ મારી અને કહ્યું કે આટલું કેમ ખાધુ કે બાળક 4.5 કિલોનું થઇ ગયું. ડિલેવરી બાદ નર્સોએ પ્રસૂતાને પતિને જણાવ્યું કે બાળકના ધબકારા ચાલી રહ્યાં છે પરંતુ તે કોઇ પ્રતિક્રિયા નથી આપી રહ્યું.

  ત્યારબાદ પરિવારજનો અન્ય હોસ્પિટલ લઇ ગયા, જ્યાં ડોક્ટર જફર પઠાને જણાવ્યું કે ડિલેવરીમાં સમયનો બગાડ અને બેદરકારીને કારણે બાળકના જીવને ખતરો બન્યો. ત્યારબાદ બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા, પરંતુ શુક્રવારે તેનું મૃત્યુ થઇ ગયું.
  Published by:Sanjay Vaghela
  First published: