ભયંકર અકસ્માત! ડમ્પરે બ્રેક મરાતા નર્સ એક્ટીવા સાથે ધડાકાભેર પાછળ ઘૂસી ગઈ, નર્સનું કમકમાટી ભર્યું મોત

નર્સ અને અકસ્માત ગ્રસ્ત ડમ્પર અને એક્ટિવા

kerala news: ડમ્પર ચાલકે (truck driver) અચાનક બ્રેક લગાવતા પાછથી આવતી સુનિતા એક્ટિવા સાથે ધડાકાભેર ડમ્પરની (activa hti truck) પાછળ ઘૂસી ગઈ હતી. જેના કારણે સુનિતાને માથાના અને ચહેરાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

 • Share this:
  કોચીઃ અકસ્માતની (accident) ઘટનાઓ રોજેરોજ બનતી રહે છે ત્યારે કેરળ રાજ્યના (kerala news) કોચીમાં એક કમકમાટી (kochi nurse accident) ભર્યો અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા ઉપર જતી નર્સ માટે ડમ્પર કાળ સાબિત થયો હતો. 35 વર્ષીય નર્સ એક્ટિવા ઉપર પસાર થતી હતી ત્યારે આગળ એક ડમ્પર જતું હતું. જોકે, ડમ્પરે અચાનક બ્રેક મારતા એક્ટિવા ચાલક નર્સ બ્રેક (nurse died in accident) મારે તે પહેલા સીધી ડમ્પરના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. જેના કારણે તેને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. અને તેનું મોત નીપજ્યું હતું.

  મળતી માહિતી પ્રમાણે કોચીના 35 વર્ષીય સુનિતા અંગમાલી મુક્કન્નૂર એમ.એ.જી. હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી કરતી હતી. તે સવારે ઘરેથી એક્ટિવા લઈને નોકરી કરવા માટે સવારે 7.15 કલાકે મુક્કન્નુર થુરાવૂ રોડ ઉપરથી પસાર થતી હતી. ત્યારે તેની આગળ એક ડમ્પર ચાલી રહ્યું હતું.

  ડમ્પર ચાલકે અચાનક બ્રેક લગાવતા પાછથી આવતી સુનિતા એક્ટિવા સાથે ધડાકાભેર ડમ્પરની પાછળ ઘૂસી ગઈ હતી. જેના કારણે સુનિતાને માથાના અને ચહેરાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત સુનિતાને સારવાર માટે તાત્કાલિક MAGJ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ અડધી રાત્રે પાડોશી યુવક ઉપરના ભાગે ઘરમાં ઘૂસ્યો, સગીરાને બાથમાં લઈ કરી કિસ.. દાદીનો અવાજ આવ્યો અને...

  હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે સુનિતાને મૃત જાહેર કરી હતી. આમ સુનિતાના મોત બાદ પરિવારમાં માતમ છવાયો હતો. જ્યારે પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરવામાં આવી હતી.

  આ પણ વાંચોઃ-મહિલા જેલર રાત્રે સંતાઈને બેરેકમાં જતી, કેદીઓ સાથે બાંધતી શરીર સંબંધ, હત્યાના દોષીઓને પણ ન છોડ્યા

  ઉલ્લેખનીય છેકે અકસ્માતની ઘટનાઓ રોજ બનતી રહે છે ત્યારે કેરળમાં બનેલી આ ઘટના ચેતવણી સ્વરૂપ પણ ઘણી શકાય. ડ્રાઈવિંગમાં ગફલતમાં જીવ ગુમાવવાનો વારો આવી શકે છે.

  આ પણ વાંચોઃ-નવા મોબાઈલ SIM લેવાના નિયમો બદલાયા! સરકારે કર્યા ફેરફાર, હવે કોને નહીં મળે SIM

  ડમ્પર ચાલકે અચાનક બ્રેક લગાવી અને નર્સ થડાકાભેર ડમ્પરની પાછળ અથડાઈ અને મોતને ભેટી હતી. આ ઘટનામાં જો સુનિતાએ થોડી સાવધાની રાખી હોત તો કદાચ એ બચી ગઈ હોત એવું ઘટના સ્થળે હાજર લોકોનું માનવું છે.
  Published by:ankit patel
  First published: