કેરળમાં નનનો આરોપઃ બિશપએ ચાર વર્ષ સુધી કર્યું હતું શારીરિક શોષણ

News18 Gujarati
Updated: June 30, 2018, 3:18 PM IST
કેરળમાં નનનો આરોપઃ બિશપએ ચાર વર્ષ સુધી કર્યું હતું શારીરિક શોષણ
ફાઇલ તસવીર

કેરળમાં એક નને પંજાબના જલંધર સ્થિત ડાયોસીસ કેથલિક ચર્ચના બિશપ વિરૂદ્ધ શારીરિક શોષણની ફરિયાદ નોંધાવી છે.

  • Share this:
કેરળમાં એક નને પંજાબના જલંધર સ્થિત ડાયોસીસ કેથલિક ચર્ચના બિશપ વિરૂદ્ધ શારીરિક શોષણની ફરિયાદ નોંધાવી છે. નનનો આરોપ છે કે, બિશપે 2014 પછી તેમે 14 વખત શારીરિક છેડતી હતી છે.  મહિલાનો એ પણ આરોપ છેસાઇરો-માલાબાર કેથલિક ચર્ચના બિશપ ફેંકો સામે ફરિયાદ કરવામાં આવી હતી જોકે, ચર્ચે કોઇ જ કાર્યવાહી કરી ન્હોતી.

બિશપે નન સામે એક અજીબ ફરિયાદ નોંધાવી છે કે, તેમની બદલીના કારણે તેઓ બદલો લઇ રહ્યા છે.  જિલ્લા પોલીસ પ્રમુખે પોલીસ ઉપાધીક્ષકને બંને ફરિયાદોની તપાસ કરવા માટે આદેશ આપ્યો છે.બીજી તરફ કોટ્ટાયમ જિલ્લા પોલીસ અધિક્ષકને કરવામાં આવેલી ફરિયાદમાં નને આરોપ લગાવ્યો છે, 14 વખત શારીરિક છેડિત કરી છે. તેમણે  જમાવ્યું કે, નને કહ્યું કે, 2014માં જિલ્લાના કુરાવલંગદ વિસ્તારમાં એક અનાથઆશ્રમ પાસે એક ગેસ્ટ હાઉસમાં પહેલી વખત શારીરિક શોષણ કર્યું હતું.

આ નન પંજાબમાં ડાયોસીસ કેથલિક ચર્ચ અંતર્ગત ચાલનારી એક સંસ્થામા કામ કરતી હતી. આ સંસ્થાના મુખ્ય 54 વર્ષીય બિશપ ફ્રેકો મુલક્કલ કરી છે. નન સાથે સંકળાયેલા સુત્રો પ્રમાણે તેણે કેરળમાં તત્કાલિન ચર્ચના પ્રમુખ ડાર્ડિનલ માર જોર્જ અલેનચેરીથી ફરિયાદ કરી હતી. પરંતુ ચર્ચ તરફથી કોઇ પગલાં ભરવામાં આવ્યા ન્હોતા. આમ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવવી પડી  હતી.

બીજી તરફ બિશપ મુલક્કલે પણ કોટ્ટયમ પોલીસમાં નન સામે ફરિયાદ નોધાવતા આરોપ લગાવ્યા છે કે નનની બદલી બીજી સંસ્થામાં કરી રહ્યા હતા પરંતુ તેમણે આ આદેશ માનવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ તેણે અનુશાસનાત્મક કાર્યવાહી શરૂ કરી હતી. એટલે હવે નન બદલો લેવાના હેતુથી તેને ખોટા આરોપમાં ફસાવી રહી છે. બિશપ મુલક્કલનો એ આરોપ છે કે, બદલીનો આદેશ પાછો નહીં લે તો તેમને રેપના ખોટા આરોપમાં ફસાવવાની ધમકી આપી હતી.
First published: June 30, 2018, 3:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading