કરો જલસા! દેશમાં ચાર વર્ષમાં કરોડપતિઓમાં 60 ટકાનો વધારો

ભારતીય ચલણ

2013-14માં 3.79 કરોડ લોકો ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હતા જે આંકડો વધીને હવે 2017-18માં 6.85 કરોડ પર પહોંચ્યો છે.

 • Share this:
  ભારત દેશમાં ગરીબો અને તવંગરો વચ્ચેની ખાઇ વધુ ઉંડી બની રહી છે. આ વાતનું પ્રતિબિંબ ટેક્સ ભરતા લોકોની સંપતિથી જાણવા મળે છે.

  સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સિસ (CBDT)નાં આંકડાઓ મુજબ, છેલ્લા ચાર વર્ષમાં એક કરોડથી વધુની વાર્ષિક આવક ધરાવતા ટેક્સપેયરો (કર ધારકો)ની સંખ્યામાં 60 ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા ચાર વર્ષમાં 1.40 લાખ એવા લોકો નોંધાયા છે કે જેમની વાર્ષિક આવક એક કરોડથી વધારે છે.
  દેશનાં કરમાળખાની વિગતો રાખતા આ તંત્ર દ્વારા કરધારકોની આવકના વિશ્લેષણ વિશેની વિગતો બહાર પાડવામાં આવી છે.

  સીબીડીટીનાં અહેવાલ મુજબ, જે લોકો-જેમાં કોર્પોરેટ સંસ્થાઓ, પરિવારો—ી વાર્ષિક આવક એક કરોડથી વધારે તેમની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 2014-15 નાણાકીય વર્ષ દરમિયાન 88,649 લોકોએ જાહેર કર્યુ હતું કે, તેમની વાર્ષિક આવક એક કરોડથી વધારે છે. જ્યારે 2017-18ના નાણાકીય વર્ષમાં આ આંકડો 1.40 લાખ પર પહોંચ્યો. એટલે કે, હાલ 1.40 લાખ લોકો એક કરોડથી વધું વાર્ષિક આવક ધરાવે છે. આ વધારો 60 ટકા કહી શકાય.

  સરકાર દ્વારા એવું પણ જાહેર કરવામાં આવ્યું છે કે, વ્યકિતગત ધોરણે એક કરોડથી વધુની આવક ધરાવતા લોકોની સંખ્યા પણ આ વર્ષો દરમિયાન વધી છે.

  સીબીડીટીનાં ચેરમેન સુશીલ ચંન્દ્રાએ જણાવ્યું કે, આમ થવા પાછળ ઘણા બધા કારણો છે. જેમાં સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાઓ જેવાં કે, કાયદાકીય પગલા, માહિતીનો સમાવેશ થાય છે.

  હવે, ધાર્મિક સ્થળોને પણ ઇન્કમ ટેક્ષમાં આવરી લેવાશે!!

  આ સિવાય, દર વર્ષે ઇન્કમટેક્સ રિટર્ન ભરતા લોકોની સંખ્યામાં 8- ટકાનો વધારો નોંધાયો છે. 2013-14ના નાણાકીય વર્ષમાં 3.79 કરોડ લોકો ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હતા જે આંકડો વધીને હવે 2017-18ના નાણાકીય વર્ષમાં 6.85 કરોડ પર પહોંચ્યો છે.
  Published by:Vijaysinh Parmar
  First published: