NTPC આપી રહ્યું છે લાખો રૂપિયા જીતવાની તક, આ પ્રતિયોગિતામાં ભાગ લઈને આપો તમારો આઈડિયા

NTPC આપી રહ્યું છે લાખો રૂપિયા જીતવાની તક, આ પ્રતિયોગિતામાં ભાગ લઈને આપો તમારો આઈડિયા
પ્રતીકાત્મક તસવીર

આ સ્પર્ધા અભિયાન દ્વારા એનટીપીસી તેના કર્મચારીઓ સાથે સામાન્ય લોકોને પણ રાખથી પર્યાવરણને બચાવવા માટે નવા આઈડિયા માટે પ્રોત્સાહિત કરવા માંગે છે.

  • Share this:
જાહેર ક્ષેત્રની કંપની NTPCએ કોલસા વીજ મથકોથી ફ્લાય એશના વધુ સારા ઉપયોગ માટે નવા વિચારોને આમંત્રિત કરવાની એક સ્પર્ધાની જાહેરાત કરી છે. આ સ્પર્ધાનો ઉદ્દેશ તેની પાવર ફેક્ટરીઓમાંથી નીકળતી 100 ટકા રાખના ઉપયોગ વિશે નવા આઈડિયા લાવવાનો છે. આ સ્પર્ધા 20 એપ્રિલથી શરૂ થશે અને 19 મે 2021ના ​​રોજ પૂરી થશે.

આ સ્પર્ધા અભિયાન દ્વારા એનટીપીસી તેના કર્મચારીઓ સાથે સામાન્ય લોકોને પણ રાખથી પર્યાવરણને બચાવવા માટે નવા આઈડિયા માટે પ્રોત્સાહિત કરવા માંગે છે.



અણઘડ વહીવટ! પહેલા રેપિડ ટેસ્ટ માટે પછી RT PCR માટે અને હવે રસી માટે ભટકી રહ્યાં છે લોકો

ઈનામની રકમ

એનટીપીસીએ આ સ્પર્ધા માટે કુલ 12 લાખ રૂપિયાનું ઇનામ મૂક્યું છે, જેમાં પ્રથમ વિજેતાને પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે. જયારે બીજા વિજેતાને 3 લાખ રૂપિયાનું ઇનામ અને ત્રીજા વિજેતાને 2 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

સેવાની સરવાણી: માત્ર 1 રૂ.માં ઓક્સિજન સિલિન્ડર રિફિલ કરી આપતા વધુ એક ઓક્સિજન મેન

આ રીતે કરો રજીસ્ટ્રેશન

એનટીપીસીએ આ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે પોતાના ટ્વીટર હેન્ડલ પર એક લિંક આપી છે. આ લિંક પર ક્લિક કરીને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ લિંક પર કરો ક્લિક https://mapp.ntpc.co.in/ashcontest

જાણો રાખનો ઉપયોગ ક્યાં થાય છે

એનટીપીસી પ્લાન્ટમાંથી નીકળતી રાખનો ઉપયોગ સિમેન્ટ, કોંક્રિટ, કોંક્રિટ ઉત્પાદનો, સેલ્યુલર કોંક્રિટ ઉત્પાદનો, ઈંટ, ઈંટના બ્લોક્સ, ટાઇલ્સ બનાવવા માટે થાય છે.

એનટીપીસીને તેના કોલસા પાવર સ્ટેશનોમાંથી બહાર આવતી રાખના ટકાઉ ઉપયોગ વિશે ચિંતા છે. તેઓ રાખના ઉપયોગનું સચોટ નિદાન ઇચ્છે છે. એનટીપીસીએ તેના કોલસા આધારિત પાવર સ્ટેશનમાં ડ્રાય એશની ઉપલબ્ધતા માટે સ્ટોરેજ સિસ્ટમ સ્થાપિત કરી છે. એનટીપીસી ફ્લાય એશને એક જગ્યાએથી બીજી જગ્યાએ સુરક્ષિત રૂપે લઈ જવા માટે રેલ્વે નેટવર્કનો ઉપયોગ કરે છે.



એનટીપીસી પાસે દેશભરમાં 70 પાવર હાઉસ છે, જેમાંથી 26 નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ છે. તેમની કુલ વીજળી ઉત્પાદન ક્ષમતા 65,825 મેગાવોટ છે. કંપનીના 18 GW જનરેશન ક્ષમતાના પ્રોજેક્ટ નિર્માણ હેઠળ છે, તેમાંથી પાંચ ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ છે.
Published by:News18 Gujarati
First published:April 24, 2021, 14:52 pm

ટૉપ ન્યૂઝ