નવી દિલ્હી : કોરોના વાયરસના (Corona virus)એન XE વેરિએન્ટને (Corona XE variants)લઇને દુનિયાભરમાં વધેલી હલચલ વચ્ચે વેક્સીનેશન પર ભારતના રાષ્ટ્રીય ટેકનિક સલાહકાર સમૂહના (NTAGI) પ્રમુખ ડો. એનકે અરોડાએ (ntagi chief dr nk arora)રાહત આપે તેવી વાત કહી છે. તેમણે દેશવાસીઓને પરેશાન ન થવાની અપીલ કરી છે. ડો. એનકે અરોડાના મતે કોવિડ-19નો ઓમિક્રોન વેરિએન્ટ આ વાયરસના ઘણા અન્ય નવા વેરિએન્ટ્સને વધારો આપી રહ્યા છે. તેમાં X સિરીઝના વેરિએન્ટ સામેલ છે જેમ કે બ્રિટનમાંથી નીકળેલો XE સ્ટ્રેન. જોકે તેમાંથી કોઇપણ ગંભીર સંકટ ઉભો કરનારો નથી.
ડો. એનકે અરોડાએ કહ્યું કે કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિએન્ટ તેના ઘણા નવા રૂપોને જન્મ આપી રહ્યો છે. જેમ કે X સિરીઝના વેરિએન્ટ, જેમાં એક XE સ્ટ્રેન છે. કોરોના વાયરસના નવા વેરિએન્ટ આવતા રહેશે ગભરાવવાની કોઇ વાત નથી. હાલ જે આંકડા મળી રહ્યા છે તે પ્રમાણે ભારતમાં આ ઘણો ઝડપથી ફેલાવતો જોવા મળ્યો નથી. ડબલ્યુએચઓએ XE સ્ટ્રેનને ઓમિક્રોન વેરિએન્ટના BA.1 અને BA.2 સ્ટ્રેનથી નીકળેલો ગણાવ્યો છે. ડબલ્યુએચઓના મતે કોરોના વાયરસનો નવો XE સ્ટ્રેન ઓમિક્રોનથી 10 ટકા વધારે સંક્રામક છે.
Omicron giving rise to many new variants. It is of X series like XE & others. These variants will keep on occurring. Nothing to panic about... At the moment from Indian data it doesn’t show a very rapid spread: NK Arora, Chairman, Covid working group NTAGI pic.twitter.com/fu5E3QmdoJ
ભારતમાં XE સ્ટ્રેનનો પ્રથમ કેસ ગુજરાતમાં મળ્યો છે. જોકે આ પહેલા મુંબઈમાં એક કેસ મળ્યો હતો પણ તેના XE સ્ટ્રેનથી સંક્રમિત હોવાની પૃષ્ટી થઇ ન હતી. અત્યાર સુધી કોરોના વાયરસના ઘણા વેરિએન્ટ્સ આવ્યા છે. તેમાં ડેલ્ટા વેરિએન્ટે સૌથી વધારે તબાહી મચાવી હતી. ભારતના કોરોનાની બીજી લહેર માટે ડેલ્ટા વેરિએન્ટ જવાબદાર હતો. જેના કારણે દેશમાં ગત વર્ષે એપ્રિલથી મે દરમિયાન હાહાકાર મચી ગયો હતો. આ દરમિયાન કોરોના સંક્રમણના કારણે લાખો લોકોના મોત થયા હતા.
" isDesktop="true" id="1198098" >
ભારતમાં હવે કોરોના સંક્રમણની ઝડપ ધીમી પડી રહી છે. દેશમાં પ્રતિ દિવસ કોરોના સંક્રમિત દર્દીઓ સંખ્યા હવે 1000ની આસપાસ જ રહી ગઇ છે. મોતના આંકડા પણ ઘટી રહ્યા છે. સક્રિય કેસ પણ હવે 10000 ની આસપાસ છે. સ્વાસ્થ્ય અને ચિકિત્સા ક્ષેત્રના વિશેષજ્ઞો આ પાછળ સૌથી મોટું કારણ વેક્સીનેશનને ગણાવી રહ્યા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર