NTA Teacher Recruitment 2021: ગુજરાત સહિત 17 રાજ્યોમાં શિક્ષકોની બંપર ભરતી, લાખોમાં છે પગાર

NTA Teacher Recruitment 2021: ગુજરાત સહિત 17 રાજ્યોમાં શિક્ષકોની બંપર ભરતી, લાખોમાં છે પગાર
પ્રતીકાત્મક તસવીર

  • Share this:
    દેશનાં 17 જિલ્લામાં શિક્ષકોની ભરતી માટે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી તરફથી એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ પદો માટે ઇચ્છુંક અભ્યર્થી અધિકારિક વેબસાઇટ recruitment.nta.nic.in કે tribal.nic.in પર જઇને ઓનલાઇન અરજી કરી શકો છો. આ ભરતી વિવિધ રાજ્યોમાં એકલવ્ય મોડલ આવાસીય વિદ્યાલયોમાં ખાલી પડેલા પદ માટે કરવામાં આવી છે. જાહેર નોટિફિકેશન પ્રમાણે શિક્ષકોનાં કુલ 3479 પદ પર ભરતી કરવામાં આવશે.

    અરજી કરતા પહેલા વાંચો નોટિફિકેશન



    આ પદ માટે રસ ધરાવતા ઉમેદવારોએ આઇસીજી દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર સૂચના વાંચ્યા પછી જ અરજી કરવી જોઈએ. ફક્ત નિયમ મુજબ કરવામાં આવેલી અરજી માન્ય રહેશે. ઓનલાઇન અરજી ફોર્મમાં ખામી અથવા ઉણપ હશે તો તેને રદ પણ કરી શકાય છે.

    આ પદો માટે ભરતી થશે

    પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (પીજીટી) - 1244 પદ
    ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર (ટીજીટી) - 1944 પદ
    પ્રિન્સિપલ - 175 પદ
    વાઇસ પ્રન્સિપલ - 116

    રાજકોટ: પત્ની અને બે બાળકોને સાળીના ઘરે મૂકી જનાર પતિની અર્ધ નગ્ન હાલતમાં મળી લાશ, પીએમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

    શૈક્ષણિક યોગ્યતા

    પ્રિન્સિપલ અને વાઇસ પ્રિન્સિપલનાં પદો પર અરજી કરનારા અરજીકર્તા પાસે કોઇપણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયમાંથી પીજીની ડિગ્રી હોવી જોઇએ. જ્યારે ટીજીટીનાં પદ માટે અરજીકર્તા પાસે સ્નાતકની ડિગ્રી હોવી જોઇએ.

    ઉંમર મર્યાદા

    આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 35થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ ભરતીથી સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારો જારી કરેલી સત્તાવાર સૂચના ચકાસી શકે છે.

    આટલી સેલેરી મળશે

    પીજીટી- લેવલ 8 (47600- 151100)
    ટીજીટી- લેવલ 7 (44900 – 142400)
    પ્રિન્સિપલ - લેવલ 12 (78800 –209200)
    વાઇસ પ્રિન્સિપલ - લેવલ 10 (56100- 177500)

    કડી: માતાજીને ધજા ચઢાવી પરત ફરતા પરિવારની રિક્ષાને લકઝરીની ટક્કર વાગી, સસરા અને પુત્રવધૂનું મોત

    કયા રાજ્યમાં કેટલા પદ

    હિમાચલ પ્રદેશ - 8 પદ
    ઝારખંડ - 208 પદ
    જમ્મુ કાશ્મીર - 14 પદ
    મધ્યપ્રદેશ - 1279 પદ
    આંધ્રપ્રદેશ - 117 પદ
    છત્તીસગઢ - 514 પદ
    ગુજરાત - 161 પદ
    મહારાષ્ટ્ર - 216 પદ
    મણિપુર - 40 પદ
    સિક્કિમ - 44 પદ
    તેલંગાના - 262 પદ
    ત્રિપુરા - 58 પદ
    ઉત્તરપ્રદેશ - 79 પદ
    ઉત્તરાખંડ - 9 પદ
    મિઝોરમ - 10 પદ
    ઓડિશા - 144 પદ
    રાજસ્થાન - 316 પદ

    અહીં ક્લિક કરીને જુઓ નોટિફિકેશન



    ઓનલાઇન અરજી શરુ થવાની તારીખ - 1 એપ્રિલ 2021
    ઓનલાઇન અરજીની અંતિમ તારીખ - 31 મે 2021
    Published by:Kaushal Pancholi
    First published:May 11, 2021, 15:08 pm

    ટૉપ ન્યૂઝ