Home /News /national-international /NTA Exam Calendar 2023: JEE, NEET, CUET સહિતની તમામ પરીક્ષાની તારીખો જાહેર, તમામ કેલેન્ડર અહીં જોઈ શકશો
NTA Exam Calendar 2023: JEE, NEET, CUET સહિતની તમામ પરીક્ષાની તારીખો જાહેર, તમામ કેલેન્ડર અહીં જોઈ શકશો
NTA Exam Calendar 2023
જેઈઈ, નીટ, સીયૂઈટી 2023, પરીક્ષાઓને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે, રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી, NTAએ વર્ષ 2023-24 માટે પોતાના વાર્ષિક પરીક્ષા કેલેન્ડર જાહેર કર્યા છે.
નવી દિલ્હી: જેઈઈ, નીટ, સીયૂઈટી 2023, પરીક્ષાઓને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે, રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી, NTAએ વર્ષ 2023-24 માટે પોતાના વાર્ષિક પરીક્ષા કેલેન્ડર જાહેર કર્યા છે. જેમાં એજન્સીએ જેઈઈ, નીટ, સીયૂઈટી 2023 સહિત અલગ અલગ પરીક્ષાની ડેટ્સ જાહેર કરી છે. ત્યારે આવા સમયે જો આપ પણ આ પરીક્ષાઓમાં સામેલ થવા જઈ રહ્યા છો, તો એક્ઝામ ડેટ અહીં ચેક કરી લેશો.
એનટીએ તરફથી જાહેર કરવામાં આવેલી પરીક્ષા કેલેન્ડર અનુસાર, જેઈઈ મેન 2023 (JEE Main 2023 Exam Date)ના પ્રથમ સત્રનું આયોજન 24, 25, 27, 28, 29, 30, 31 જાન્યુઆરી 2023ના રોજ કરવામાં આવશે. તો વળી જેઈઈ મેન 2023ના બીજા સત્રનું આયોજન 06, 08, 10, 11, 12 એપ્રિલ 2023ના રોજ કરવામાં આવશે.
NEET UG 2023 Exam Date: 7 મેના રોજ યોજાશે નીટ
તો વળી રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા, નીટ યૂજી 2023 (NEET UG Exam Date 2023)નું આયોજન 7 મે 2023ના રોજ કરવામા આવશે, તો સંયુક્ત વિશ્વ વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, સીયૂઈટી 2023 (CUET 2023 Exam Date), 21મેથી 31 મે 2023 સુધી ચાલશે. આ ઉપરાંત ICAR AIEEA 2023 ની પરીક્ષા 26, 27, 28, 29 એપ્રિલના રોજ યોજાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર