નિઝામુદ્દીનની મસ્જિદ ખાલી કરતા ન હતા મૌલાના, રાત્રે 2 વાગે પહોંચી ગયા NSA ડોભાલ

નિઝામુદ્દીનની મસ્જિદ ખાલી કરતા ન હતા મૌલાના, રાત્રે 2 વાગે પહોંચી ગયા NSA ડોભાલ
નિઝામુદ્દીનની મસ્જિદ ખાલી કરતા ન હતા મૌલાના, રાત્રે 2 વાગે પહોંચી ગયા NSA ડોભાલ

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે મહત્વની ભૂમિકા નિભાવી

 • Share this:
  નવી દિલ્હી : દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં (Nizamuddin Markaz)થયેલા ધાર્મિક સમારોહ પછી ત્યાં બંગલા વાળી મસ્જિદને ખાલી કરાવવાનું કામ શરુ કરવામાં આવ્યું હતું. ત્યાંથી મોટી સંખ્યામાં લોકોને હોસ્પિટલમાં લઈ જઈને તેમને કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus) ટેસ્ટ કરાવ્યો હતો. જોકે આ બધુ એટલું આસાન ન હતું. મસ્જિદના મૌલાના સાદ (Maulana Saad) તેને ખાલી કરાવવા માટે રાજી ન હતા. આવા સમયે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે (Ajit Doval) મહત્વની ભૂમિકા નિભાવી હતી. તે રાત્રે 2 વાગે મસ્જિદ પહોંચી ગયા હતા. આ પછી પોલીસનું ‘ઓપરેશન મકરજ’શરું થયું હતું.

  હિન્દુસ્તાન ટાઇમ્સમાં આવેલા રિપોર્ટ પ્રમાણે નિઝામુદ્દીન મકરજના પ્રમુખ મૌલાના સાદ બંગલાવાળીમાં મસ્જિદને ખાલી કરવા માટે દિલ્હી પોલીસ અને સુરક્ષા એનન્સીઓની વાત માનવાથી ઇન્કાર કરી રહ્યા હતા. તે મસ્જિદ ખાલી કરવા તૈયાર ન હતા. આવા સમયે ગૃહ મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને સ્થળ પર પહોંચીની સ્થિતિ સંભાળવા કહ્યું હતું.  આ પણ વાંચો - વસીમ રિઝવીનો જમાત પર પ્રહાર, કહ્યું - મુસ્લિમ બાળકોને કટ્ટર બનાવે છે, પ્રતિબંધ લગાવવામાં આવે

  ગૃહ મંત્રાલયના શીર્ષ અધિકારીઓના મતે ડોભાલ 28-29 માર્ચે લગભગ રાત્રે 2 વાગે નિઝામુદ્દીન મકરજ પહોંચ્યા હતા. આ પછી તેમણે મૌલાના સાદને ત્યાં રહેલા લોકોને કોવિડ-19 સંક્રમણની તપાસ કરવા માટે કહ્યું હતું. શાહ અને ડોભાલ બગડેલી પરિસ્થિતિ વિશે જાણતા હતા. સુરક્ષા એજન્સીઓએ તેલંગાણાના કરીમનગરમાં 9 ઇન્ડોનેશિયાના લોકોના કોરોના પોઝિટિવ આવ્યા પછી તેમને ટ્રેક કર્યા હતા. તે બધા મકરજથી પરત ફર્યા હતા. સુરક્ષા એજન્સીઓએ બીજા દિવસે આ સંબંધમાં બધા રાજ્યોની પોલીસને એલર્ટ કરી હતી.
  First published:April 01, 2020, 19:35 pm

  ટૉપ ન્યૂઝ