સીબીઆઈ સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધ લાગેલા આરોપોની તપાસ કરી રહેલા સિન્હાએ કોર્ટ પાસે માંગ કરી છે કે, તેમના નાગપુરના ટ્રાંસફરને રદ્ કરવામાં આવે
સીબીઆઈમાં ચીલી રહેલા આંતરીક વિખવાદનો અંત થતો જોવા નથી મળી રહ્યો. સીબીઆઈના એક અન્ય અધિકારી મનીષ કુમાર સિન્હાએ સુપ્રિમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. સિન્હાએ આરોપ લગાવ્યો છે કે, ધરપકડ કરવામાં આવેલા બિઝનેસમેન મનોજ પ્રસાદે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને કેન્દ્રીય મંત્રી હરિભાઈ પાર્થીભાઈ ચૌધરી અને સીવીસી કેવી ચૌધરીનું નામ લઈ રાકેશ અસ્થાના વિરુદ્ધ તપાસમાં હસ્તક્ષેપ કરાવવાની કોશિષ કરી છે.
આ મુદ્દે પ્રતિક્રિયા માંગવામાં આવતા કેવી ચૌધરીએ કોઈ પ્રતિક્રિયા નથી આપી. પ્રતિક્રિયા આપવા માટે ડોબાલ સાથે સંપર્ક નથી થઈ સક્યો. મંત્રીના કાર્યાલયના એક અધિકારીએ કહ્યું કે, તેની પાસે આ મામલાની કોઈ જાણકારી નથી.
સીબીઆઈ સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધ લાગેલા આરોપોની તપાસ કરી રહેલા સિન્હાએ કોર્ટ પાસે માંગ કરી છે કે, તેમના નાગપુરના ટ્રાંસફરને રદ્ કરવામાં આવે. આ સાથે સિન્હાએ પોતાની અરજીમાં અસ્થાના વિરુદ્ધ FIR પર SIT તપાસની માંગ કરી છે.
2000 બેંચના આઈપીએસ ઓફિસર મનીષ કુમારે 30 પેજની અરજીમાં આરોપ લગાવ્યો છે કે, બિઝનેસમેન મનોજ પ્રસાદે તપાસ દરમ્યાન કહ્યું હતું કે, તેમના પિતાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે સારા સંબંધ છે. મનોજ પ્રસાદની 16 ઓક્ટોબરે લાંચના એક ગુનામાં સીબીઆઈએ ધરપકડ કરી હતી.
મનોજ પ્રસાદની એક અન્ય બિઝનેસમેન સતીશ બાબુ સના પાસેથી 5 કરોડની લાંચ માંગવાના મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. સના અનુસાર મનોજ પ્રસાદ સીબીઆઈના સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના તરફથી ડીલ કરી રહ્યા હતા અને તેને વાયદો કર્યો હતો કે, જો 5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા તો આઈ તેની તરફ સખત કાર્યવાહી નહી કરે.
મનીષ અનુસાર, જેવા મનોજને સીબીઆઈ હેડક્વાર્ટર લાવવામાં આવ્યા તેણે સૌથી પહેલા એનએસએ સાથે પોતાના સંબંધોનો હવાલો આપ્યો અને સાથે આશ્ચર્ય પમ વ્યક્ત કર્યું કે, અજીત ડોભાલ સાથે આટલા સારા સંબંધ હોવા છતાં સીબીઆઈએ તેમની ધરપકડ કેવી રીતે કરી લીધી.
અરજીમાં લગાવવામાં આવેલા આરોપ અનુસાર, મનોજે રો ના વિશેષ સચિવ સાથે પણ પોતાના નજીકના સંબંધ હોવાનો હવાલો આપ્યો હતો. અરજી અનુસાર, મનોજે પેંકવાનું શરૂ કર્યું અને કહ્યું કે, તેના ભાઈ સોમેશને દુબઈમાં કામ કરી રહેલા એક અધિકારી સાથે સારા સંબંધ છે, અને રો ના વિશેષ સચિવ સામંત ગોયલ સાથે પણ. તે અમને બહાર નીકળી ખતમ કરી નાખવાની ધમકી પણ આપી રહ્યો હતો.
અરજી અનુસાર, મનોજે અધિકારીઓને પોતાની હદમાં રહેવાની ધમકી આપી હતી. તેણે દાવો કર્યો હતો કે, હાલમાં જ તેમના ભાઈ સોમેશ અને સામંત ગોયલે એનએસએ અજીત ડોભાલની કોઈ જરૂરી મામલામાં મદદ પણ કરી હતી.
અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, એનએસએ અજીત ડોભાલ વિશે મનોજ પ્રસાદના દાવાની પુષ્ટી નથી કરવામાં આવી. જોકે, મનોજનો એક દાવો સાચો સાબિત થયો છે. અરજી અનુસાર, એવી ખબર પડી છે કે, ભારત ઈંટરપોલમાં ડેલિગેટની પોસ્ટ માટે કોશિસ કરી રહ્યો હતો. ભારતના નોમીની હતા સીબીઆઈ પોલીસીના જોઈન્ટ ડાયરેક્ટર એકે શર્મા. ભારત સિવાય આ દોડમાં અન્ય ચાર દેશ સામેલ હતા. આની માટે પસંદગી મહિનાના ત્રીજા અઠવાડીયામાં કરવામાં આવવાની હતી.
સિન્હાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, અસ્થાના વિરુદ્ધની તપાસમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે બે જગ્યા પર તપાસ અભિયાન રોકવાનો નિર્દેશ આપ્યો હતો. અસ્થાનાની ફરિયાદ કરનારા હૈદરાબાદ નિવાસી સતીશ બાબૂ સનાએ તેમને એ પણ જણાવ્યું હતું કે, ગુજરાતના સાંસદ અને હાલના મંત્રી હરિભાઈ ચૌધરીને પણ કેટલાક કરોડની લાંચ આપવામાં આવી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર