નવી દિલ્હી : ચીનના વિદેશ મંત્રી વાંગ યી (Wang Yi) ભારતના પ્રવાસે છે. આ દરમિયાન ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે (National Security Adviser Ajit Doval) ચીનના વિદેશ મંત્રીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જ્યાં સુધી વાસ્તવિક નિયંત્રણ રેખાથી (Line of Actual Control -LAC) ચીનની સેના હટશે નહીં ત્યાં સુધી બન્ને દેશો વચ્ચે કોઇ વાત થઇ શકશે નહીં. દોઢ કલાક ચાલેલી આ વાતચીત દરમિયાન ભારતે કહ્યું કે બોર્ડર ક્ષેત્રના બાકી વિસ્તારોમાં જલ્દી અને પુરી રીતે સેનાને હટાવવાની જરૂર છે. જેથી દ્વિપક્ષીય સંબંધ પાટા પર આવી શકે.
ન્યૂઝ એજન્સી ANI ના મતે ભારતે શાંતિની બહાલી માટે રાજનયિક, સૈન્ય સ્તર પર સકારાત્મક વાતચીત જારી રાખવાની જરૂરિયાત પર ભાર આપ્યો છે. અજીત ડોભાલે વાંગ યીને કહ્યું કે સુનિશ્ચિત કરવામાં આવે કે કાર્યવાહી સમાન અને પરસ્પર સુરક્ષાની ભાવનાનું ઉલ્લંઘન કરતી નથી. એક જ દિશામાં કામ કરો અને બાકી રહેલા મુદ્દાને જલ્દીથી જલ્દી ઉકેલો.
આ દરમિયાન ચીનના વિદેશ મંત્રીએ અજીત ડોભાલ સાથે વાતચીતને આગળ વધારવા માટે ચીનનો પ્રવાસ કરવાનું આમંત્રણ આપ્યું છે. જેના પર ડોભાલે સકારાત્મક પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે તત્કાળ મુદ્દાને સફળતાપૂર્વક હલ કર્યા પછી ચીનની યાત્રા કરી શકે છે. ડોભાલે એ પણ કહ્યું કે વર્તમાન સ્થિતિ કોઇના હિતમાં નથી અને શાંતિથી એક બીજા પ્રત્યે વિશ્વાસ જાગશે.
2022માં બન્નેએ કરી લાંબી વાતચીત
અજીત ડોભાલ અને વાંગ યી એ પૂર્વી લદ્દાખમાં તણાવ ઓછો કરવાને લઇને જુલાઇ 2022માં ફોન પર લાંબા વાતચીત કરી હતી. ભારત અને ચીન પૂર્વી લદાખમાં વિવાદ ઉકેલવા ઉચ્ચ સ્તરીય સૈન્ય વાર્તા પણ કરી રહ્યા છે.
15 જૂન 2020ના રોજ ગલવાનમાં થઇ હતી હિંસા
પૈંગોંગ ઝીલના વિસ્તારમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે વિવાદ પછી પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં 15 જૂન 2022ના રોજ હિંસક સંઘર્ષ થયો હતો અને તણાવ વધી ગયો હતો. આ ઘટનામાં 20 ભારતીય સૈનિક શહીદ થયા હતા. ચીનના પણ ઘણા સૈનિકો માર્યા ગયા હતા. ચીનના 35 સૈનિકો માર્યા ગયા હોવાની વાત આંતરરાષ્ટ્રીય મીડિયામાં હતી. જોકે ચીને સત્તાવાર રીતે પોતાના સૈનિકોની સંખ્યા ફક્ત 4 બતાવી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર