NSA અજિત ડોભાલે કહ્યું- બીજાની ઈચ્છા મુજબ નહીં, ખતરો જોઈને યુદ્ધ લડીશું

ઈતિહાસ સાક્ષી છે કે ભારતે ક્યારે પણ કોઈ પણ દેશ પર હુમલો નથી કર્યો પરંતુ એ નક્કી છે કે જ્યાંથી ખતરો હશે, ત્યાં પ્રહાર કરવામાં આવશે - અજિત ડોભાલ

ઈતિહાસ સાક્ષી છે કે ભારતે ક્યારે પણ કોઈ પણ દેશ પર હુમલો નથી કર્યો પરંતુ એ નક્કી છે કે જ્યાંથી ખતરો હશે, ત્યાં પ્રહાર કરવામાં આવશે - અજિત ડોભાલ

 • Share this:
  નવી દિલ્હીઃ પૂર્વ લદાખ (East Ladakh)માં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા તણાવની વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ (NSA Ajit Doval)એ રવિવારે ઈશારામાં ચીન (China)થી લઈને પાકિસ્તાન (Pakistan)ને ચેતવણી આપી દીધી છે. ડોભાલે દુશ્મન દેશોને કડક સંદેશ આપતા કહ્યું કે ઈતિહાસ સાક્ષી છે કે ભારતે ક્યારે પણ કોઈ પણ દેશ પર હુમલો નથી કર્યો પરંતુ એ નક્કી છે કે જ્યાંથી ખતરો હશે, ત્યાં પ્રહાર કરવામાં આવશે. વિજયાદશમીના ખાસ પ્રસંગે ઉત્તરાખંડના ઋષિકેશમાં પરમાર્થ નિકેતનના કાર્યક્રમમાં પહોંચેલા NSA અજિત ડોભાલે કહ્યું કે, આપણે ત્યાં લડીશું જ્યાં આપની ઈચ્છા હશે એવું કોઈ જરૂરી તો નથી. તેઓેઅ કહ્યું કે આપણે ત્યાં યુદ્ધ લડીશું જ્યાંથી આપણને ખતરાનો અનુભવ થઈ રહ્યો છે.

  ડોભાલે કહ્યું કે આપણે યુદ્ધ તો કરીશું, પોતાની જમીન પર પણ કરીશું અને બહારની જમીન ઉપર પણ કરીશું પરંતુ પોતાના અંગત સ્વાર્થ માટે નહીં પરમાર્થ માટે કરીશું. NSA ડોભાલે કહ્યું કે ભારત એક સભ્ય દેશ છે, જેનું અસ્તિત્વ અનાદિકાળથી છે. તેઓએ કહ્યું કે ભારત ભલે 1947માં અસ્તિત્વમાં આવ્યું હોય પરંતુ પ્રાચીન ભારતીય જ્ઞાન-વિજ્ઞાનના વખાણ સમગ્ર વિશ્વ હંમેશાથી કરતું આવ્યું છે.

  આ પણ વાંચો, દશેરા પર શસ્ત્ર પૂજનની સાથે રાજનાથનો ચીનને કડક સંદેશ- ભારતની એક ઈંચ જમીન પણ કોઈ નહીં લઈ શકે

  અજિત ડોભાલે કહ્યું કે, ભારત પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ અને સભ્યતાના કારણે કોઈ ધર્મ કે ભાષાના વાડામાં બંધાયું નથી. પરંતુ આ ધરતીથી વસુધૈવ કુટુંબકમ અને દરેક મનુષ્યમાં ઈશ્વરનો અંશ ઉપસ્થિત છે આ ભાવનો પ્રચાર પ્રસાર થયો. ભારતને એક દેશ તરીકે મજબૂત ઓળઅ અપાવવા અને સંસ્કારી બનાવવામાં અહીંના સંત અને મહાત્માઓનું મોટું યોગદાન રહ્યું. ભારતમાં અલગ અલગ સમય પર સંતોએ ભારતના રાષ્ટ્ર નિર્માણ કરવામાં પોતાની અગત્યની ભૂમિકા નિભાવી છે.

  આ પણ વાંચો, RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું- આ વખતે ભારતના જવાબથી ચીન આઘાતમાં છે

  ડોભાલના નિવેદન પર સરકારની સ્પષ્ટતા

  NSA અજિત ડોભાલના નિવેદન પર સરકાર તરફથી સ્પષ્ટતા કરતાં કહેવામાં આવ્યું છે કે એનએસએનું નિવેદન ચીનને લઈ નથી આપવામાં આવ્યું પરંતુ ભારતની આધ્યાત્મિક વિચારધારા પર આપવામાં આવ્યું છે. જોકે ડોભાલના આ નિવેદન સ્પષ્ટ સંકેત આપે છે કે ભારત કોઈ પણ દેશથી ડરનારો દેશ નથી અને યુદ્ધની કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે.
  Published by:Mrunal Bhojak
  First published: