ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો પાછળ હટવામાં NSA અજિત ડોભાલની મોટી ભૂમિકા!

News18 Gujarati
Updated: July 6, 2020, 3:26 PM IST
ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો પાછળ હટવામાં NSA અજિત ડોભાલની મોટી ભૂમિકા!
NSA અજિત ડોભાલે રવિવારે ચીનના વિદેશ મંત્રી સાથે કરી હતી વાત, આજે ગલવાનમાં પાછળ હટ્યા ચીની સૈનિક

NSA અજિત ડોભાલે રવિવારે ચીનના વિદેશ મંત્રી સાથે કરી હતી વાત, આજે ગલવાનમાં પાછળ હટ્યા ચીની સૈનિક

  • Share this:
નવી દિલ્હીઃ લદાખ (Ladakh)માં LAC પર ભારત અને ચીનની વચ્ચે તણાવ (India China Tension) ચાલી રહ્યો છે. આ દરમિયાન સૂત્રોના હવાલાથી જાણકારી મળી છે કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ (Ajit Doval)એ રવિવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે આ મામલે વીડિયો કૉલના માધ્યમથી વાત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ તેમની વાતચીતનું પરિણામ છે કે સોમવારે ચીની સૈનિક ગલવાન ઘાટીમાં પાછળ હટી ગયા છે.

સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી જાણકારી આપી છે કે NSA અજિત ડોભાલ અને ચીની વિદેશ મંત્રી વાંગ યીની વચ્ચે થયેલી વાતચીત સૌહાદપૂર્ણ અને દૂરદર્શિતા પર આધારિત હતી. સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે બંને વચ્ચે પૂર્ણ શાંતિ સ્થાપવી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને, તેના માટે સાથે મળી કામ કરવાની વાત થઈ છે.

આ પણ વાંચો, જેનાથી થયો હતો ઈરાની કમાન્ડર સુલેમાનીનો ખાતમો, અમેરિકા પાસેથી તે ખતરનાક હથિયાર ખરીદશે ભારત!

બીજી તરફ, ચીની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સ ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું નિવેદન પ્રકાશિત કર્યું છે. તેમાં પ્રવક્તાએ કહ્યું છે કે ભારત અને ચીનની વચ્ચે 30 જૂને થયેલી ત્રીજી કમાન્ડર સ્તરની મંત્રણા બાદ બંને દેશ સરહદી વિસ્તારોમાં સૈનિકોને પાછળ હટાવવા અને તેમની સંખ્યા ઓછી કરવા માટે પ્રભાવી ઉપાય અપનાવી રહ્યા છે.


આ પણ વાંચો, Kanpur Shootout: વિકાસ દુબેને પકડવા આ 4 એન્કાઉન્ટર સ્પેશલિસ્ટની લેવામાં આવી શકે છે મદદ

નોંધનીય છે કે, લદાખની ગલવાન ઘાટીમાં 15 જૂને થયેલા હિંસક ઘર્ષણ બાદ આખરે ભારત અને ચીન ના સૈનિકો પાછળ હટી ગયા છે. સૂત્રોએ આ જાણકારી આપી છે. મળતી જાણકારી મુજબ બંને દેશોની સેના હિંસક ઘર્ષણવાળી જગ્યાથી 1.5 કિલોમીટર પાછળ હટી ગઈ છે. આ સંભવતઃ ગલવાન ઘાટી સુધી સીમિત છે. હવે તેને બફર ઝોન બનાવી દેવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં કોઈ હિંસક ઘર્ષણ ન થાય. આ ઉપરાંત વધુ બે સ્થળોથી પણ ચીની સેના પાછળ હટી છે. બંને પક્ષ અસ્થાયી માળખાને પણ હટાવી રહ્યા છે. ભારતે ચીની સૈનિકો હટવાનું ફિઝિકલ વેરિફિકેશન પણ કરી દીધું છે.

 
Published by: Mrunal Bhojak
First published: July 6, 2020, 3:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading