પહેલાથી વધુ તાકાતવાન થયા મોદીના ખાસ NSA ડોભાલ, સરકારે આપી કેબિનેટ રેન્ક

News18 Gujarati
Updated: June 3, 2019, 2:52 PM IST
પહેલાથી વધુ તાકાતવાન થયા મોદીના ખાસ NSA ડોભાલ, સરકારે આપી કેબિનેટ રેન્ક
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (ફાઇલ ફોટો)

ડોભાલને રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે ભારત સરકારે કેબિનેટ રેન્કનો દરજ્જો આપ્યો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : વડાપ્રધાન મોદીના ખાસ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ હવે વધુ તાકાતવાન થઈ ગયા છે. અજીત ડોભાલને રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે ભારત સરકારે કેબિનેટ રેન્કનો દરજ્જો આપ્યો છે. તેમની નિયુક્તિ પાંચ વર્ષ માટે કરવામાં આવી છે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કાર્યરત રહેશે

ગત સપ્તાહે નરેન્દ્ર મોદીએ જ્યારે બીજા કાર્યકાળ માટે શપથ લીધા અને જ્યારે લાંબા સમયથી તેમના સહયોગી રહેલા અમિત શાહ નવા ગૃહ મંત્રી બન્યા અને રાજનાથ સિંહને રક્ષા મંત્રીની જવાબદારી સોંપવામાં આવી તો, અજીત ડોભાલને એનએસએ તરીકે ચાલુ રહેવાને લઈ ચર્ચા ચાલી રહી હતી.અજીત ડોભાલ 1968 બેચના આઈપીએસ અધિકારી છે. અજીત ડોભાલે પોતાની કારકિર્દીનો મોટાભાગનો સમય આઈબી (ઇન્ટેલીજન્સ બ્યૂરો)માં પસાર કર્યો છે. તેઓ પૂર્વ આઈબી પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ 6 વર્ષ સુધી પાકિસ્તાનમાં રહ્યા. પોતાના કારકિર્દીની શરૂઆતના દિવસોમાં તેઓ પોલીસ અધિકારી રહ્યા અને તેમને 1998માં કીર્તિ ચક્રથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો, સારવાર માટે US-હોલેન્ડ જઈ શકે છે વાડ્રા, લંડન માટે મંજૂરી નહીં

સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ, આ વખતે એડિશનલ કેબિનેટ સચિવ પીકે સિન્હાને મુખ્ય સચિવ બનાવવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ પદ માટે રાજીવ ગૌબાનું નામ પણ ચર્ચામાં છે. તે પણ એક સીનિયર બ્યૂરોક્રેટ છે.

બરાક ઓબામાએ કર્યા હતા પીએમ મોદીના વખાણ

પીએમ મોદીના કામ કરવાના અંદાજ વિશે પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ પોતાની મત વ્યક્ત કર્યો હતો. તેઓએ બ્યૂરોક્રેસીને લઈને ઉઠાવવામાં આવેલા પીએમ મોદીના પગલા વિશે કહ્યું હતું કે પીએમ મોદીએ ભારતની બ્યૂરોક્રેસીને સક્રિય કરી દીધી છે.

આ પણ વાંચો, 'જય શ્રીરામ' બાદ હવે મમતાને Get Well Soonના કાર્ડ મોકલશે ભાજપ

ત્યારબાદ અમેરિકાના એક પ્રમુખ અખબારે મોદી સરકાર વિશે વિસ્તારથી એક રિપોર્ટ પ્રકાશિત કર્યો. તેનું શીર્ષક પીએમ મોદીની બ્યૂરોક્રેસીને લઈને કરવામાં આવેલા ફેરફારો વિશે હતું. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પીએમ મોદીએ પોતાના કાર્યકાળના માત્ર 6 મહિનામાં દેશની બ્યૂરોક્રેસીમાં જેટલો ફેરફાર કરી દીધી છે તેટલો ભારતીય સરકારના 50 વર્ષોના ઈતિહાસમાં નથી થયો.
Published by: Mrunal Bhojak
First published: June 3, 2019, 2:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading