Home /News /national-international /

રાતો-રાત કરોડપતિ બની ગયો ભારતનો સનૂપ સુનિલ, લાગ્યો 30 કરોડનો જેકપોટ

રાતો-રાત કરોડપતિ બની ગયો ભારતનો સનૂપ સુનિલ, લાગ્યો 30 કરોડનો જેકપોટ

પ્રતિકાત્મક તસવીર

મંગળવારે અબુ ધાબીમાં બિગ ટિકિટ રાફલ ડ્રો સિરીઝ નંબર 230નું આયોજન કરવામાં આવ્યું હતું.

    અબુ ધાબી : સંયુક્ત આરબ અમીરાત (UAE)માં એક ભારતીય નાગરિક (Indian citizen)નું નસીબ રાતોરાત બદલાઈ ગયું. મંગળવારે અબુ ધાબીમાં બિગ ટિકિટ રાફલ ડ્રો સિરીઝ નંબર 230નું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં, ભારતના રહેવાસી સનૂપ સુનીલનું રાતો રાત નશીબ ચમકી ગયું અને તેણે 15 મિલિયન ડોલરનો જેકપોટ (Jackpot) જીત્યો. ભારતીય રૂપિયામાં આ રકમ 30 કરોડથી વધુ થાય છે.

    સુનીલે જીતેલી ટિકિટ નંબર 183947 13 જુલાઈએ ખરીદી હતી. બિગ ટિકિટના રિચાર્ડે સુનીલને ઘણી વખત ફોન કર્યો, પણ સુનીલનો ફોન આવ્યો નહીં. રિચાર્ડે સુનીલને ફોન પર કહ્યું કે, તેણે જેકપોટ જીતી લીધો છે. પરંતુ બીજી બાજુથી કોઈ જવાબ મળ્યો ન હતો.

    આ પણ વાંચોઅમદાવાદ : વ્યવસાયમાં વ્યસ્ત માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો, આયાએ ગોઠવી ખતરનાક માયા, ફૂટ્યો ભાંડો

    બીજા નંબરે, અબુ ધાબી નિવાસી જોહ્નસન કુંઝકુંઝે Dh1 મિલિયનનું સેકન્ડ ઇનામ જીત્યું. તેમણે 16 મી જુલાઈએ ખરીદેલી ટિકિટ નંબર 122225 પરથી જીત મેળવી છે. એ જ રીતે, 2019 માં, 28 વર્ષના ભારતીય કર્મચારીનું નશીબ પણ આજ રીતે રાતોરાત બદલાઈ ગયું હતું.

    આ પણ વાંચો - ચેતવણી! મોબાઈલ પર વાત કરતા-કરતા યુવક 120 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો, ઘટનાસ્થળે જ મોત

    ઉલ્લેખનીય છે કે, એક એઠવાડીયા પહેલા જ આવી એક ઘટના નોર્થ કેરોલીનાથી સામે આવી હતી, જેમાં ડેવી ક્રૂમ નામના વ્યક્તિએ કેરોલિના કેનો લોટરી રમતમાં પોતાનું નસીબ અજમાવવા માટે લોટરીની ટિકિટ ખરીદી. ત્યારબાદ તેને એ પણ યાદ આવ્યું કે, તેનું પરિણામ રવિવારે જાહેર થવાનું હતું. North Carolina Education Lottery મુજબ, આ ડેવી ક્રુમે સુગર હિલ ફૂડ માર્ટમાંથી લોટરીની ટિકિટ ખરીદી હતી, પરંતુ તેનું રિઝલ્ટ ચેક કર્યું ન હતું. બીજા દિવસે તે તેનું પરિણામ જોવા ગયો, પછી તેને ખબર પડી કે તેની લોટરી લાગી ગઈ છે અને તેણે 74,37,930 રૂપિયા જીત્યા છે. અગાઉ વર્ષ 2014માં પણ, ડેવી ક્રૂમે 16 ડિસેમ્બરે કેશ 5 ડ્રોઇંગ લોટરી જેકપોટમાં 90,58,654 રૂપિયાનો જેકપોટ જીત્યો હતો. હવે તેના ખાતામાં 1 કરોડથી વધુ રૂપિયા છે.

    ડેવી ક્રૂમનું કહેવું છે કે, આટલી રકમ મળ્યા બાદ તે પહેલા પોતાની પીકઅપ વાન માટે ટ્રક ચૂકવશે અને પછી આ પૈસા બેંક ખાતામાં સાચવશે. હા, તેણે પોતાના માટે વેકેશનનું પણ આયોજન કર્યું છે, જેથી તે થોડો આરામ કરી શકે. ડેવી ક્રૂમની બે લોટરી જોયા પછી, સોશિયલ મીડિયા પર લોકો તેના નસીબના વખાણ કરી રહ્યા છે, અને કહી રહ્યા છે કે, 'દેને વાલા જબ ભી દેતા, દેતા છપ્પડ ફાડકે'.
    Published by:kiran mehta
    First published:

    Tags: Indian Citizenship, Lottery, Lottery news, Million Dollar Lottery, UAE, અબુધાબી, એનઆરઆઇ

    આગામી સમાચાર