હનીમૂન પર NRI પતિએ બનાવ્યો પત્નીનો અશ્લીલ વીડિયો, દહેજ માટે કરતો બ્લેકમેઇલ, પત્નીએ ભર્યું ગંભીર પગલું

હનીમૂન પર NRI પતિએ બનાવ્યો પત્નીનો અશ્લીલ વીડિયો, દહેજ માટે કરતો બ્લેકમેઇલ, પત્નીએ ભર્યું ગંભીર પગલું
પ્રતિકાત્મક તસવીર

હનીમૂનના નામ પર પતિએ મેઘાની અશ્લીલ વીડિયો બનાવી લીધી હતી. અને પોતાની પત્ની મેઘા પાસે અમેરિકામાં કાર અને મકાન ખરીદવાના નામ ઉપર પૈસાની ડિમાન્ડ કરી હતી.

 • Share this:
  ફરિદાબાદઃ હરિયાણાના (Haryana) ફરિદાબાદમાં (faridabad) એક હચમચાવી દે એવી ઘટના સામે આવી છે. અહીં એક નવવિવાહિતાએ પતિની હેવાનિયતથી તંગ આવીને ફાંસી લગાવીને આત્મહત્યા (new married woman suicide) કરી લીધી હતી. જ્યારે આખી ઘટનાનો ખુલાસો થયો ત્યારે લોકો ચોંકી ગયા હતા. અહીં NRI પતિએ નવવિવાહિત પત્નીને હનીમૂન (honeymoon) ઉપર લઈ જઈને તેનો અશ્લીલ વીડિયો (bawdy video) બનાવ્યો હતો. ત્યારબાદ અશ્લીલ વીડિયોના આધારે પોતાની પત્નીને બ્લેકમેઇલ (wife Blackmail) કરીને દહેજની માંગણી કરતો હતો. આ બધાથી તંગ આવીને નવવિવાહિતાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

  મળતી માહિતી પ્રમાણે નવવિવાહિત યુવતીના પિતા ફરીદાબાદના સેક્ટર 22માં રહે છે. મૃતક યુવતીના પિતાનું કહેવું છે કે 15 માર્ચ 2021ના દિવસે તેની પુત્રી મેઘાના લગ્ન ફરીદાબાદના સેક્ટર 15ના રહેનારા અચલની સાથે થયું છે. અચલ અમેરિકામાં રહેતો તો. લગ્ન બાદ તેની પુત્રીને અમેરિકામાં જ રાખવાના સપના દેખાડ્યા હતા.  મૃતકાના પિતાના જણાવ્યા પ્રમાણે મોટા મોટા સપના દેખાડનાર તેના પતિએ દોઢ મહિનામાં જ પોતાનો અસલી રંગ દેખાડી દીધો હતો. ત્યારબાદ પતિની હેવાનીયતથી પરેશાન થઈને પુત્રીએ આત્મહત્યા કરી લીધી હતી. હવે પિતા એ ઈચ્છે છે કે જેવી રીતે પુત્રીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આવી રીતે આરોપી પતિને પણ ફાંસી પર લટકાવવામાં આવે.

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પતિને બચાવવા માટે પત્નીએ મોંઢાથી ઓક્સીજન આપ્યો, પત્નીના ખોળામાં જ પતિએ તોડ્યો દમ

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ કારચાલકે રસ્તા પર યુવતીને જોઈને ટશનમાં કહ્યું, 'તું બહુ હોટ લાગે છે', દબંગ યુવતીએ કર્યાં 'બુરાહાલ'

  મળતી માહિતી પ્રમાણે મેઘાના લગ્ન 15 માર્ચ 2021ના દિવસે અચલ કેસરિયા નામના યુવક સાથે થયા હતા. અચલ કેટલાય વર્ષોથી અમેરિકામાં સેટલ થયો હતો. લગ્નના સમય મેઘા અને તેના માતા-પિતા સપના દેખાડ્યા હતા કે લગ્ન બાદ અમેરિકામાં જ રહેશે. પરંતુ મેઘાને એ ખબર ન હતી કે લગ્ન બાદ અમેરિકામાં સેટલ થવાના સપના પુરા નહીં થાય અને તેને ત્રાસ સહન કરવો પડશે.

  આ પણ વાંચોઃ-સુરતઃ પોલીસ સ્ટેશન બહાર જ PSIની પ્રજા સાથે દાદાગીરી, live video થયો વાયરલ

  આ પણ વાંચોઃ-કોરોનો પોઝિટિવ ગર્ભવતી પત્ની માટે પતિએ હાઈજેક કરી ઓક્સીજનવાળી એમ્બ્યુલન્સ

  લગ્ન બાદ પતિ-પત્ની હનીમૂન માટે ગયા હતા. જ્યાં પતિના મગજમાં હેવાનિયત આવી હતી જેનો અંદાજ મેઘાને આવ્યો નહીં. હનીમૂનના નામ પર પતિએ મેઘાની અશ્લીલ વીડિયો બનાવી લીધી હતી. અને પોતાની પત્ની મેઘા પાસે અમેરિકામાં કાર અને મકાન ખરીદવાના નામ ઉપર પૈસાની ડિમાન્ડ કરી હતી. ત્યારબાદ મેઘાએ રડી રડીને બધી વાત પિતાને જણાવી હતી.  મેઘાના પિતાનું કહેવું છે કે પતિના ત્રાસથી કંટાળીને તેની પુત્રીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પિતાની ફરિયાદના આધારે પુત્રીના પતિ, સાસુ, સસરા વિરુદ્ધ દહેજ અંગે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી હતી.
  Published by:ankit patel
  First published:April 28, 2021, 21:43 pm

  ટૉપ ન્યૂઝ