Home /News /national-international /

NRI જમાઈની પસંદગી કરતા પહેલા, આ ચાર ભારતીય દીકરીઓની કહાની જરૂર વાંચશો

NRI જમાઈની પસંદગી કરતા પહેલા, આ ચાર ભારતીય દીકરીઓની કહાની જરૂર વાંચશો

  ફૂલોથી સજેલી ડોલી, ઘોડા પર સવાર સપનાનો રાજકુમાર, ઘર જેવી સાસરી, મા-બાપ જેવા સાસુ-સસરા અને ખુબ પ્યાર! ભારતીય છોકરીઓનું ભાગ્યે જ આનાથી મોટું કોઈ સપનું હોય. આજ કારણોસર દિકરીના પિતા કમર તોડ મહેનત કરી પોતાની જિંદગીભરની મૂડી લગાવીને વિદેશમાં કમાણી કરી રહેલ દુલ્હાના હાથમાં લાડકવાઈનો હાથ સોંપતા હોવ છે. પરંતુ મહેંદીનો રંગ જ્યારે નસમાં લોહી બનીને સતાવે, સપના લોહી લુહાણ થઈ જાય, સાસરી નર્ક સમાન બની જાય, અને પ્રેમ ચીસોમાં ફેરવાઈ જાય ત્યારે હકીકતનો અહેસાસ થાય છે.

  આ કોઈ દંત કથા નથી પરંતુ ભારતમાં રહેતી મિડલ ક્લાસની છોકરીઓની દર્દભરી કહાની છે. વિદેશમાં રહેતા દુલ્હા સાથે લગ્ન કરીને ગયેલ આ છોકરીઓ આજે ન્યાય માટે ઠેર ઠેર ઠોકરો ખાવા મજબૂર બની છે. આ માટે જ સરકારને જગાડવા માટે સરકારને અપીલ કરી રહ્યા છીએ.

  ભારતીય વિદેશ મંત્રાલય અનુસાર, એનઆરઆઈ દુલ્હાઓની શિકાર બનેલ મહિલાઓના 3768 મામલા સામે આવ્યા છે. માત્ર એકલા પંજાબમાં જ 30 હજારથી વધારે મામલા છેતરપિંડીના સામે આવ્યા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં 130 છોકરીઓ આ મામલે ફરિયાદ કરી ચુકી છે.

  જોઈએ NRI દુલ્હાઓની શિકાર બનેલ 4 ભારતીય છોકરીઓની કહાની...

  (1) જુબી - લખનઉ
  એક ભણેલી-ગણેલી છોકરી, જે એક કોર્પોરેટ કંપનીમાં ડે. ડાયરેક્ટર હતી. તેના લગ્ન એક એનઆરઆઈ છોકરા સાથે થયા. 10 એપ્રિલ 2014માં તેના લગ્ન થયા. તે પતિ સાથે અબુધાબી ગઈ, ત્યારે ખબર પડી કે પતિ તો તેના ખુબ મોટી ઉંમરનો છે, તેને માથામા વાળ પણ નથી, તે વીગ પહેરતો હતો. આ બધુ તો તેણે અપનાવી લીધુ પરંતુ બાદમાં ખબર પડી કે તેને એક બીજી પત્ની પણ છે, જેનાથી એક બાળક પણ છે. હવે જુબી એકદમ તૂટી ગઈ તેણે વિરોધ કર્યો તો, ખુબ મારપીટ થઈ. એક દિવસ તેનો પતિ તેને લખનઉ એરપોર્ટ પર લઈ આવ્યો અને મુકી જતો રહ્યો.

  (2) સુજાતા કુમારી, સમસ્તીપુર - બિહાર
  આ એમએ પાસ છોકરીના માતા-પિતાએ કોઈ પત્રિકામાંથી દુલ્હાની પસંદગી કરી લગ્નની વાત આગળ ચલાવી, દુલ્હાના પરિવારજનોએ તેને પસંદ કરી. 10 ડિસેમ્બર 2015ના રોજ લગ્ન થયા. આ છોકરીનો દુલ્હો મોસ્કોમાં રહેતો હતો. લગ્ન કરી બે દિવસમાં જ તે મોસ્કો જતો રહ્યો. સાસરીમાં તેને માનસિક ત્રાસ આપવાનું શરૂ થયું, અને ઘરમાંથી તગેડી મુકી. પાંચ મહિના બાદ પતિ આવ્યો તો ફરી પાછી સાસરીમાં લઈ ગયા. પાછો પતી મોસ્કો ગયો તો પાછી તગેડી મુકી. 2017 સુધી આવું જ ચાલતું રહ્યું. પિતાની વિનંતીથી સાસરીયાઓએ તેને પાછી અપનાવી, પરંતુ તેની જિંદગી વધારે ખરાબ થઈ ગઈ. હવે તેને ડાયન માનવા લાગ્યા, તાંત્રીકો ઘરમાં આવવા લાગ્યા. ગોબર ખવડાવવામાં આવતું. આ રીતે તેની જિંદગી નર્ક બની ગઈ, તે હવે ન્યાય માંગી રહી છે.

  (3) રિતુ શર્મા - હિમાચલ પ્રદેશ
  હું એમએસસી બાયોકેમેસ્ટ્રી કરી રહી હતી, ત્યારે મેટ્રીમોનિયલ સાઈટ પર સંજય સિંહ નામના વ્યક્તિએ મને અપ્રોચ કર્યું. તેણે કહ્યું કે તે એટલાન્ટામાં પોલીસમાં છે. તે મૂળ દિલ્હીનો રહેવાસી હતો. મે માતા-પિતાને વાત કરી અમારા લગ્ન નક્કી થયા. 9 એપ્રિલ 2013માં અમારા લગ્ન થયા, તેમણે કહ્યું હતું કે લગ્ન બાદ તેને યૂએસએ લઈ જશે. 10 દિવસ તે મારી સાથે રહ્યા, ત્યારબાદ મારા વિઝા કરાવવાનું કહી યૂએસ જતા રહ્યા. ત્યારબાદ અમને ખબર પડી કે એટલાન્ટામાં પોલીસમાં નથી, પરંતુ બેરોજગાર છે. તેણે જૂઠુ બોલી લગ્ન કર્યા. ત્યારબાદ ખબર પડી કે તેના સગા-વ્હાલા બધા અહીં દિલ્હીમાં જ રહે છે. મે વિઝા માટે માટે એપ્લાય કર્યું, તેને સ્પોન્સર કરવા કહ્યું પરંતુ તેણે કહ્યું આના માટે ખુબ ખર્ચ થાય છે. તારા પપ્પા પાસેથી 15-20 લાખ લઈ ખર્ચ આપ. મે વિરોધ કર્યો તો મારૂ સ્પોન્સર ન કર્યું. મે હલામાં એક એનજીઓની મદદ લઈ પોલિસ ફરિયાદ કરી છે, હાલમાં કેસ ચાલી રહ્યો છે.

  (4) બિન્દુ, આંધ્રપ્રદેશ
  અમારા જ દુરના સગામાં પપ્પાએ તંલંગણામાં મારા લગ્ન એક યુવક સાથે નક્કી કર્યા. અમારા એરેંજ મેરેજ હતા. અમારા લગ્ન 2015માં થયા. મારા પતિ યૂએસમાં રહેતા હતા. તેમણે કહ્યું કે, હાલમાં સાસરીમાં રહે, ત્યારબાદ તે તેને યૂએસ લઈ જશે. તેમ કહી તે યૂએસ જતા રહ્યા. ત્યારબાદ મને ખબર પડી કે તેણે યૂએસમાં પણ લવ મેરેજ કર્યા છે. જોકે, મારી પાસે કોઈ સબૂત ન હતું, જેથી હું કઈં કરી ન શકી. મારા પતી એક વખત યૂએસ ગયા બાદ પછી પાછા ન આવ્યા. મે યૂએસ જવા માટે સાસુ-સસરાને કહ્યું તો તેમણે મારી પાસે પૈસાની માંગણી શરૂ કરી દીધી. ત્યાર બાદ મે પોલીસ ફરિયાદ નોંધાવી, તો મારા પતિ ભારત આવ્યા અને કેસ પાછો લેવાની વાત કરી મને મનાવી લીધી. મે કેસ પાછો ખેંચ્યો તો ફરી મને છેતરી યૂએસ જતા રહ્યા. અને સાસુ-સસરાએ મને તગેડી દીધી. મારા સસરાએ મારી પર તલાકનો કેસ દાખલ કર્યો, જોકે કોર્ટે તેણે ફગાવી દીધો. હવે આ ન્યાયની આશા રાખી બેઠી છું, આ સમયે મારા પતિ સાથે પ્રેમ લગ્ન કરનાર તેની બીજી પત્નીનો ફોન મારી પર આવ્યો, તેને એક દીકરો પણ છે. હું ખુબ તૂટી ગઈ, હું ખુબ રોઈ, ખુબ વિરોધ કર્યો...
  Published by:kiran mehta
  First published:

  Tags: એનઆરઆઇ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन