સંસદમાં આજે રજૂ થશે નાગરિક્તા સંશોધન બિલ, આસામમાં PM મોદી વિરુદ્ધ પ્રદર્શન

News18 Gujarati
Updated: January 7, 2019, 8:33 AM IST
સંસદમાં આજે રજૂ થશે નાગરિક્તા સંશોધન બિલ, આસામમાં PM મોદી વિરુદ્ધ પ્રદર્શન
તસવીર- PTI

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: આસામમાં રાષ્ટ્રીય નાગરિક્તા રજિસ્ટર (NRC)ને લઈને ફરી એકવાર વિરોધ પ્રદર્શન ઉગ્ર બની રહ્યા છે. નાગરિક્તા સંશોધન બિલ પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC)નો અંતિમ રિપોર્ટ સોમવારે સંસદમાં રજૂ થશે. લાંબા સમયથી અટકેલા આ બિલની વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓ ઉપરાંત એનડીએ સરકારની સહયોગી પાર્ટી શિવસેનાએ પણ મોરખો ખોલ્યો છે. જ્યારે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, સીપીએમ અને સમાજવાદી પાર્ટી પહેલા જ જેપીસી રિર્પોટની વિરુદ્ધ છે.

આસામના અનેક સ્થળે નાગરિક્તા બિલને લઈને શનિવાર અને રવિવારે પ્રદર્શન થયા. તેના એક દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેમની સરકાર પ્રસ્તાવિત કાયદાને સંસદની મંજૂરી અપાવવાની દિશામાં કામ કરી રહી છે. ત્યારબાદ આસામ અને ડિબ્રૂગઢમાં પ્રદર્શનકર્તાઓએ પીએમ મોદી અને સીએમ સર્વાનંદ સોનોવાલની વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા.

નાગરક્તિા (સંશોધન) બિલ 2016, નાગરિક્તા અધિનિયમ 1955માં સંશોધન કરશે. આ બિલ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી તથા ખ્રિસ્તી ધર્મ માનનારા લઘુમતી સમુદાયોને ભારતમાં 6 વર્ષ પસાર કર્યા બાદ નાગરિક્તા આપવા માટે લાવવામાં આવ્યું છે. રાજ્યના મૂળ લોકોના અનેક સંગઠન બિલનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેમનું માનવું છે કે તેનાથી તેમની સાંસ્કૃતિક ઓળખને નુકસાન થશે.

આ પણ વાંચો, આસામ NRC: 30 લાખ લોકોએ કર્યો નાગરિક્તાનો દાવો, 10 લાખ બાકી રહ્યા

ક્યારે લાવવામાં આવ્યું હતું આ બિલ?
આ બિલ લોકસભામાં 15 જુલાઈ 2016ના રોજ રજૂ થયું હતું, જ્યારે 1955 નાગરિક્તા અધિનિયમ મુજબ, કોઈ પ્રમાણિત પાસપોર્ટ, ઓફિશિયલ દસ્તાવેજ વગર કે પછી વિઝા પરીમટથી વધુ દિવસ સુધી ભારતમાં રહેનારા લોકો ગેરકાયદે પ્રવાસી માનવામાં આવશે.
First published: January 7, 2019, 8:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading