મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ-NCP-શિવસેના ગઠબંધનમાં ફરીથી મતભેદ! ઉદ્ધવ ઠાકરેએ NPR શરૂ કરવા આપી મંજૂરી-સૂત્ર

News18 Gujarati
Updated: February 15, 2020, 1:23 PM IST
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ-NCP-શિવસેના ગઠબંધનમાં ફરીથી મતભેદ! ઉદ્ધવ ઠાકરેએ NPR શરૂ કરવા આપી મંજૂરી-સૂત્ર
શરદ પવારે પણ આ અંગે આપત્તિ દર્શાવી છે.

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધન મહાવિકાસ આઘાડીનાં ભાગીદારો શિવસેના, કૉંગ્રેસ અને એનસીપી વચ્ચે વિવાદ વધતો દેખાઇ રહ્યો છે. મુખ્યમંત્રી તથા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અલ્ગાર પરિષદ મામલામાં યૂ ટર્ન લીધા બાદ હવે એનસીપી અને કૉંગ્રેસની આપત્તિઓને બાજુમાં મુકીને રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર પર (NPR) આગળ વધવાનો નિર્ણય કર્યો છે.

સૂત્રઓએ ન્યૂઝ18ને જણાવ્યું કે, 'મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યમાં 1 મેથી એનપીઆરની પ્રક્રિયા શરૂ કરવા માંગે છે. જ્યારે કૉંગ્રેસ અને એનસીપી આ આખા મામલાનો જાહેરમાં વિરોધ કરે છે.'

કૉંગ્રેસ જ્યાં એનપીઆરને એનઆરસીનો ચહેરો બનાવી રહી છે, ત્યારે એનસીપીએ પણ આ અંગે જાહેરમાં પોતાનાં વાંધા નોંધાયા છે.

એનસીપીનાં વરિષ્ઠ નેતા માજિદ મેમણે News18 સાથેની વાતચીતમાં કહ્યું કે, 'આ સ્પષ્ટ છે કે, પાર્ટી એનપીઆરનું સમર્થન નથી કરતી. શરદ પવારે પણ આ અંગે આપત્તિ દર્શાવી છે. આ મામલામાં આવો જ નિર્ણય લેવામાં આવશે. જે ત્રણેવ પાર્ટીઓને સ્વીકાર્ય હોય.'

આ પણા વાંચો : જમ્મુ-કશ્મીર પર તુર્કીના રાષ્ટ્રપ્રમુખના નિવેદન પર ભારતનો જવાબ, 'પહેલા સમજણ વિકસિત કરો'

જોકે, આ પહેલી વખત નથી, જ્યારે મહારાષ્ટ્રનાં સત્તાધારી ગઠબંધનમાં આવા મતભેદો દેખાયા હોય. આ પહલે પણ એનસીપી ચીફ શરદ પવારે અલ્ગાર પરિષદ મામલાની તપાસ મહારાષ્ટ્ર પોલીસથી લઇને એનઆઈએને સોંપવાને કરાણે ઉદ્ધવ ઠાકરે સરકારની શુક્રવારે આલોચના કરી હતી. પવારએ અહીં પત્રકારોને કહ્યું કે, કેન્દ્રએ આ મમાલાની તપાસ પુણે પોલીસથી લઇને રાષ્ટ્રીય તપાસ એજન્સીને સોંપીને બરાબર નથી કર્યું. કારણ કે, કાનૂન વ્યવસ્થા રાજ્ય સરકારનો વિષય છે.શરદ પવારે કહ્યું કે, 'મામલાની તપાસ એનઆઈએને આપીને સારૂં નથી કર્યું અને આનાથી વધારે ખોટી વાત એ છે કે, રાજ્ય સરકારે પણ આમાં સમર્થન આપ્યું છે. '
મહત્વનું છે કે, 'રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP) શિવસેના નીત મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકારનાં સહયોગી છે. અને આનાં નેતા અનિલ દેશમુખ રાજ્યનાં ગૃહમંત્રી છે. '

આ વીડિયો પણ જુઓ :
First published: February 15, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading