મેઘાલયમાં બની NDAની સરકાર, કોનરાડે લીધા CMનાં શપથ

News18 Gujarati
Updated: March 6, 2018, 12:18 PM IST
મેઘાલયમાં બની NDAની સરકાર, કોનરાડે લીધા CMનાં શપથ
રાજ્યપાલ ગંગા પ્રસાદે શિલોન્ગમાં NPP નેતા કોનરાડ સાંગમાને CM પદનાં શપથ અપાવ્યા છે

રાજ્યપાલ ગંગા પ્રસાદે શિલોન્ગમાં NPP નેતા કોનરાડ સાંગમાને CM પદનાં શપથ અપાવ્યા છે

  • Share this:
ચેરાપુંજી: મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટીનાં નેતૃત્વ વાળી ગઠબંધન સરકારે આજે શપથ લીધા છે. રાજ્યપાલ ગંગા પ્રસાદે શિલોન્ગમાં NPP નેતા કોનરાડ સાંગમાને CM પદનાં શપથ અપાવ્યા છે. અહીં કોનરાડની સાથે કૂલ 11 ધારાસભ્યોએ મંત્રી પદ માટેનાં શપથ લીધા છે.

સંગમા વર્તમાનમાં તૂરા લોકસભા ક્ષેત્રમાં સાંસદ છે. આ શપથગ્રહણ સમારંભમાં કેનદ્‌રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, મણિપૂરનાં મુખ્યમંત્રી એન બીરેન સિંહ અને ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા નલિન કોહલી પણ હાજર હતાં.

આ દરમિયાન તેમણે નવી સરકાર રચાવવા પર વધામણા આપ્યા હતાં અને કહ્યું કે, 'હું કોનરાડ સંગમાને શુભેચ્છા પાઠવું છુ અહીં એવું માનવામાં આવતું હતું કે ફક્ત કોંગ્રેસ જ ઉત્તર પૂર્વમાં સરકાર ચલાવી શકે છે પણ હવે ભાજપે અહીં જીત હાંસેલ કરી છે. અને હવે તે લોકોની વિચારધારા જલદી જ બદલી દેશે.'જોડ-તોડની સરકાર
આપને જણાવી દઇએ કે મેઘાલયમાં નેશનલ પીપુલ્સ પાર્ટી (NPP)નાં અધ્યક્ષ કોનરાડ સંગમા આજે મુખઅયમંત્રી પદનાં શપથ લેશે. સંગમાએ 60 સભ્યની વિધાનસભામાં 34 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. જેથી તે રાજ્યપાલ ગંગા પ્રસાદની સામે સરકાર બનાવવાની રજૂઆત કરશે. આ ગઠબંધનમાં NPPનાં 19, યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP)નાં 6, પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)નાં 4 અને હિલ સ્ટેટ પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (HSPDP) અને ભાજપનાં બે -બે ધારાસભ્ય અને એક નિર્દળીય ધારાસભ્ય શામેલ છે.સરકાર ગઠન પહેલા હતા બળવાનાં સૂર
HSPDPનાં અધ્યક્ષ આદ્વેત બસાઇવમોઇતે સંવાદદાતાને કહ્યું કે, પાર્ટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે તેનાં બે ધારાસભ્યો, મુખ્યમંત્રીનાં રૂપમાં શપથ ગ્રહણ કરનારા કોનરાડ સંગમાનાં શપથગ્રહણ સમારંભનો
ભાગ નહીં બને. HSPDPએ ચૂંટણીમાં બે સીટ પર જીત મેળવી છે જ્યારે તેનાં અધ્યક્ષ નિર્દળીય ઉમેદવારને ફક્ત 76 વોટથી હરાવવામાં આવ્યા હતાં.

બસાઇવમોઇતે કહ્યું કે, ચૂંટણી પહેલાં જ અમારું વલણ રહ્યું છે અમે ભાજપ અને કોંગ્રેસ વગરની સરકાર બનાવીશું. અમને સંભાવના દેખાઇ રહી છે કે NPP નેતૃત્વવાળા ગઠબંધન સહેલાઇથી 32 ધારાસભ્ય સાથે સરકાર
બનાવી શકે છે એવામાં ભાજપને આ ગઠબંધનમાં શામેલ કરવાની કોઇ જરૂર નથી
First published: March 6, 2018, 12:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading