Home /News /national-international /

હવે હવાઇ સફરમાં પણ ઇન્ટરનેટ સર્ફ કરી શકશો

હવે હવાઇ સફરમાં પણ ઇન્ટરનેટ સર્ફ કરી શકશો

સતત હવાઇ સફર કરતા લોકો માટે એક સારા સમાચાર છે. હવે લોકો વિમાનમાં પ્રવાસ કરતી વખતે પણ ઇન્ટરનેટ સર્ફ કરી શકતો અને કોલ પણ કરી શકશો.

સતત હવાઇ સફર કરતા લોકો માટે એક સારા સમાચાર છે. હવે લોકો વિમાનમાં પ્રવાસ કરતી વખતે પણ ઇન્ટરનેટ સર્ફ કરી શકતો અને કોલ પણ કરી શકશો.

    સતત હવાઇ સફર કરતા લોકો માટે એક સારા સમાચાર છે. હવે લોકો વિમાનમાં પ્રવાસ કરતી વખતે પણ ઇન્ટરનેટ સર્ફ કરી શકતો અને કોલ પણ કરી શકશો. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમે ગયા વર્ષે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આ વિશે તેની ભલામણો કરવા કહ્યુ હતુ. વિમાન પ્રવાસ દરમિયાન આ સુવિધા આપવા માટેના નિયમો અને જોગવાઇઓ વિશે ભલામણ વિશે જણાવવા કહ્યુ હતું. આ દરમિયાન ટેલિકોમ કમિશન દ્વારા હવાઇ સફર દરમિયાન પણ ઇન્ટરનેટ સર્ફ કરવાની અને કોલ્સ કરવાની સુવિધા માટેના પ્રસ્તાને મંજુરી આપી દેવામાં આવી છે.

    કેન્દ્રીય ઉદડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યુ કે હવે હવાઇ મુસાફરી વધારે આકર્ષક બનશે. કેમ કે, ટેલિકોમ કમિશન દ્વારા હવાઇ મુસાફરી કરતી વખતે ઇન્ટરનેટ સુવિધાઓ માટેના પ્રસ્તાવને લીલીઝંડી આપી દીધી છે. સુરેશ પ્રભુએ વધુમાં જણાવ્યુ કે, આ પ્રસ્તાવનો ઝડપથી અમલ થાય તે વિશે તેઓ ધ્યાન રાખશે. કેમ કે, સરકાર આ બાબતે ખુબ સક્રિય છે અને એવું ઇચ્છે છે કે, વધુને વધુ સુવિધા આપી શકાય. હવાઇ મુસાફરી કરતા લોકોને આ મુસાફરી વધુ આરામદાયક બને તે સરકારનો પ્રયાસ છે.

    માહિતગાર સુત્રોએ જણાવ્યુ કે, હવાઇ મુસાફરી દરમિયાન ઇન્ટરનેટ સર્ફ કરવાની કિંમત કેટલી રાખવી એ દરકે એરલાઇન પર છોડવામાં આવ્યુ છે. એટલે કે એરલાઇન આ બાબતે કિંમત નક્કી કરશે અને ઇન્ટરનેટની સુવિધા આપશે. ગૃહ વિભાગે આ પ્રસ્તાવને અગાઉથી જ મંજુરી આપી દીધી છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Air travel, You can surf the internet

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन