Home /News /national-international /

Ration Card News: હવે રાશન કાર્ડ વિના પણ મળશે સબસિડી વાળુ અનાજ, સરકારે બાન્યો અનોખો પ્લાન

Ration Card News: હવે રાશન કાર્ડ વિના પણ મળશે સબસિડી વાળુ અનાજ, સરકારે બાન્યો અનોખો પ્લાન

સરકાર હવે રાશન કાર્ડ વિના જ ગરીબોને અનાજ આપવાનો પ્લાન બનાવી રહી છે.

Ration Card News: કેન્દ્રીય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું છે કે ઘરવિહોણા લોકો માટે રાશન કાર્ડ મેળવવું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે કારણ કે તેમની પાસે કોઈ ડોમિસાઈલ પ્રમાણપત્ર નથી. એક ચર્ચામાં ભાગ લેતા, તેમણે કહ્યું કે મંત્રાલયે NICને એક પોર્ટલ તૈયાર કરવા કહ્યું છે જેના પર આવા લોકોની નોંધણી કરી શકાય.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: હવે ઘર વગરના લોકોને પણ સબસિડીવાળું અનાજ (Subsidised Foodgrain) મળશે. સરકાર આ માટે આયોજન કરી રહી છે. ટૂંક સમયમાં એક પોર્ટલ તૈયાર કરવામાં આવશે જેના પર NGO ઘર વગરના લોકોનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. જે બાદ કેન્દ્ર સરકાર આ નામો અલગ-અલગ રાજ્યોમાં મોકલશે જેથી કરીને આ લોકોને પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (PDS)ના લાભાર્થીઓની યાદીમાં સામેલ કરી શકાય. હાલમાં રેશનકાર્ડના અભાવે આવા લોકોને સબસીડીનું અનાજ મળતું નથી.

    અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, કેન્દ્રીય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું છે કે, ઘર વગના લોકો માટે રાશન કાર્ડ મેળવવું ખૂબ જ મુશ્કેલ કામ છે, કારણ કે તેમની પાસે કોઈ એડ્રેસ પ્રૂફ નથી. એક ચર્ચામાં ભાગ લેતા, તેમણે કહ્યું કે, મંત્રાલયે NICને એક પોર્ટલ તૈયાર કરવા કહ્યું છે જેના પર આવા લોકોની નોંધણી કરી શકાય. તેમણે કહ્યું, 'એનજીઓ આવા લોકોને રજીસ્ટ્રેશન કરાવવામાં મદદ કરશે. આ પછી, રાજ્યોને આ લોકોને PDSના લાભાર્થીઓની યાદીમાં સામેલ કરવા માટે કહેવામાં આવશે.

    આ પણ વાંચો: PMએ Omicron અંગે દેશવાસીઓને ચેતવ્યા, વાંચો ‘મન કી બાત’ની મહત્ત્વની વાતો

    આ રીતે થશે વેરિફિકેશન

    સુધાંશુ પાંડેના જણાવ્યા અનુસાર આના પર કામ શરૂ થઈ ગયું છે. આ પછી, ગરીબમાં ગરીબ લોકો પણ સબસિડીવાળા અનાજનો લાભ લઈ શકશે. તેમણે કહ્યું કે આવા લોકો વન નેશન વન રાશન કાર્ડ હેઠળ આ યોજનાનો લાભ લઈ શકશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આવા લોકોનું વેરિફિકેશન બાયોમેટ્રિક દ્વારા કરવામાં આવશે.

    આ પણ વાંચો: valsad: ડુક્કરને પકડવાની જાળમાં દીપડો ફસાયો, પકડવા જતાં થઈ જોવા જેવી, જુઓ photos

    દર મહિને મળશે 5 કિલો અનાજ

    કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન કેન્દ્ર સરકારે રેશનકાર્ડ વગરના લોકોને દર મહિને 5 કિલો મફત અનાજનું વિતરણ કર્યું હતું. પરંતુ હવે આ યોજના બંધ કરી દેવામાં આવી છે. હાલમાં કેન્દ્ર સરકાર ગરીબોને દર મહિને 5 કિલો વધારાનું અનાજ આપી રહી છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ 81 કરોડ લોકો તેનો લાભ લઈ રહ્યા છે. જણાવી દઈએ કે ગરીબોને પહેલાથી જ 3 રૂપિયા કિલોના ભાવે ચોખા અને 2 રૂપિયા પ્રતિ કિલો ઘઉં આપવામાં આવી રહ્યા છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Free Ration, Ration card

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन