હવે આગ્રાનું નામ બદલવાની તૈયારીમાં યોગી સરકાર! આ હોઈ શકે છે નવી ઓળખ

News18 Gujarati
Updated: November 18, 2019, 1:16 PM IST
હવે આગ્રાનું નામ બદલવાની તૈયારીમાં યોગી સરકાર! આ હોઈ શકે છે નવી ઓળખ
આંબેડકર યુનિવર્સિટીના ઈતિહાસ વિભાગ પાસે પ્રસ્તાવિત નામ માંગવામાં આવ્યા, સાથોસાથ આગ્રના સંદર્ભમાં પુરાવા પણ શોધવાનો પ્રયાસ

આંબેડકર યુનિવર્સિટીના ઈતિહાસ વિભાગ પાસે પ્રસ્તાવિત નામ માંગવામાં આવ્યા, સાથોસાથ આગ્રના સંદર્ભમાં પુરાવા પણ શોધવાનો પ્રયાસ

  • Share this:
આગ્રા : અલાહાબાદ (Allahabad) અને ફૈજાબાદ (Faizabad) બાદ હવે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર (Yogi Adityanath Government) તાજ નગરી આગ્રા (Agra)નું નામ બદલવાની તૈયારીમાં છે. મળતા અહેવાલો મુજબ, આગ્રાનું નામ નામ હવે અગ્રવન (Agravan) થઈ શકે છે. સરકારે તેની જવાબદારી આંબેડકર યુનિવર્સિટી (Ambedkar University)ને સોંપી છે. યુનિવર્સિટીના ઈતિહાસ વિભાગથી નામોને સંબંધિત ભલામણો આપવા માટે કહેવામાં આવ્યું છે. વિભાગતી આગ્રાના નામ સંબંધી પુરાવા પણ માંગવામાં આવ્યા છે.

સૂત્રોના હવાલાથી મળેલા અહેવાલ મુજબ, યોગી સરકારે તેને ધ્યાને લઈ ઈતિહાસકારો (Historians) સાથે પણ વાતચીત કરી છે. ઈતિહાસના જાણકારો મુજબ, આગ્રાનું નામ પહેલા અગ્રવન હતું. યોગી સરકાર (Yogi Government) હવે એવા પુરાવા શોધવાનો પ્રયાસ કરી રહી છે કે અગ્રવનનું નામ આગ્રા કઈ પરિસ્થિતિઓમાં ફેરવવામાં આવ્યું હતું.

અંગિરા, અરગલપુર, ઉગ્રસેનપુર, અકબરાબાદ, અગ્રવન કે પછી આગ્રા. તાજનગરીના પ્રાચીન ઈતિહાસને શોધવાની કવાયત શરૂ થઈ ગઈ છે. તેમાં આગ્રાનું નામ ક્યારે, કોણે અને કેવી રીતે અગ્રવનના રૂપમાં ઉપયોગમાં લેવાયું? પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા અને શોધા કાર્ય કરવામાં આવી રહ્યું છે. ડૉ. ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીને આ સંબંધમાં જવાબદારી આપવામાં આવી છે. પુરાવા એકત્ર કર્યા બાદ રાજ્ય સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે.

અલાહાબાદ, હૈજાબાદ અને મુગલસરાય સ્ટેશનનું નામ બદલાઈ ચૂક્યું છે

ઉલ્લેખનીય છે કે, યોગી સરકારમાં અલાહાબાદ અને ફૈજાબાદનું નામ બદલીને પ્રયાગરાજ (Prayagraj) તથા અયોધ્યા (Ayodhya) કરવામાં આવી ચૂક્યું છે. આ ઉપરાંત મુગલસરાય સ્ટેશન (Mughalsarai Station)નું નામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન (Pandit Deendayal Upadhyay Junction) કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ચંદૌલી જિલ્લાનું નામ બદલવાનો રિપોર્ટ સરકારને મોકલવામાં આવી ચૂક્યો છે. જોકે, તેની પર હજુ કોઈ નિર્ણય નથી આવ્યો.

આ પણ વાંચો,ભારતે નિકાસ રોક્યા બાદ બાંગ્લાદેશમાં ડુંગળી 220 રૂપિયે કિલો થતાં PM હસીનાએ પણ ઉપયોગ બંધ કર્યો
રાજસ્થાન: બિકાનેર પાસે બસ-ટ્રક વચ્ચેની ટક્કરમાં 10નાં મોત, 20થી વધુ ઘાયલ
First published: November 18, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading