Home /News /national-international /

ઉત્તર પ્રદેશમાં રખડતી ગાયોની સંભાળવાનો 'બોજો' દારૂડિયાઓ પર!

ઉત્તર પ્રદેશમાં રખડતી ગાયોની સંભાળવાનો 'બોજો' દારૂડિયાઓ પર!

યોગી આદિત્યનાથ ગાયને ખવડાવે છે,

વિદેશી દારૂ પર વિશેષ વેરો નાંખવાનો નિર્ણય કેબિનેટમાં લેવામાં આવ્યો હતો

    ઉત્તર પ્રદેશની યોગી સરકારે રખડતી ગાયોની સારસંભાળ માટે જે ખર્ચ થાય છે તે માટે પૈસા ઉભા કરવા માટે વિદેશી દારૂનાં વેચારણ વિશેષ વેરા નાંખ્યો છે.
    યોગી સરકાર જ્યારથી સત્તા પર આવી છે ત્યારથી ગાયોને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે અને રખડતી ગાયો માટે પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

    વિદેશી દારૂ પર વિશેષ વેરો નાંખવાનો નિર્ણય કેબિનેટમાં લેવામાં આવ્યો હતો.
    અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનની કોંગ્રેસ સરકારે પણ ગાયોનાં રક્ષણ માટે ફંડ ઉભુ કરવા માટે વિદેશી દારૂ પર 20 ટકા વિશેષ વેરો નાંખ્યો હતો.

    ઉત્તર પ્રદેશનાં પ્રવક્તા અને ઉર્જા મંત્રી શ્રીકાંત શર્માએ જણાવ્યું કે, સરકાર દારૂ પર વેરો નાંખીને વધારાની 150 કરોડની આવક મેળવશે. બિયરની દરેક દરેક બોટલ પર 2 રૂપિયા વધારાનાં લેવામાં આવશે. બારમાં જો આ બોટલ પીવામાં આવશે તો વધારાનાં દસ રૂપિયા વસૂલવામાં આવશે.”

    આ અગાઉ, 3 જાન્યુઆરીનાં રોજ સરકારે રખડતી ગાયોનો પ્રશ્ન હલ કરવા માટે ગૌશાળાઓ ચાલુ કરવાનો નિર્ણય લીધો હતો.  આ પહેલા, ગાયોનું કલ્યાણ થાય તે માટે ઉત્તર પ્રદેશ સરકાર નાગરિકો પાસેથી 2 ટકા ગાય વેરો લેશે. સરકારની કેબિનેટે આ વેરો લેવા માટેની મંજૂરી આપી દીધી હતો .

    સરકારનો ઉદ્દેશ્ય એવો છે કે, આ વેરામાંથી દરેક જિલ્લામાં, ગ્રામ પંચાયતોમાં અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ગૌશાળા બનાવવામાં આવશે. મનરેગા હેઠળ રૂપિયા 100 કરોડ સરકારે ફાળવ્યા છે.

    આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, દરેક જિલ્લામાં 1000 ગાયો રહી શકે તેટલી ક્ષમતાની ગૌશાળા બનાવવામાં આવશે. આ માટે સરકાર લોકો પાસેથી 2 ટકા “ગાય વેરો” ઉઘરાવશે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે, રખડતી ગાયોનાં ત્રાસથી કંટાળી ખેડૂતો આ ગાયોને સરકારી બિલ્ડીંગોમાં બાંધી દીધી હતી. રખડતી ગાયો ખેડૂતોનાં પાકને નુકશાન કરતી હતી તેથી કંટાળીને તેમણે આ પગલુ ભર્યુ હતું. આ સ્થિતિ એટલી બધી વણસી ગઇ કે, ઘણા બધા ગામોમાં શાળાઓ બંધી કરી દેવી પડી. કેમ કે, તેમને એવો ડર હતો કે, લોકો ગાયો ત્યાં છોડી જશે.

    આ પછી ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો કે, રખડતી ગાયોની સારી સંભાળ રાખવાની વ્યવસ્થા કરવામાં આવે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: IMFL, Rajasthan government, Yogi Government, ઉત્તરપ્રદેશ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन