હવે પાકિસ્તાનની દરેક હરકતો પર નજર રાખશે આ સૅટેલાઇટ, જાણો શું છે ખાસિયતો

પાકિસ્તાન પર બાજ નજર રાખવા ઈસરો નવેમ્બરમાં લૉન્ચ કરી શકે છે કાર્ટોસેટ-3

News18 Gujarati
Updated: October 3, 2019, 3:33 PM IST
હવે પાકિસ્તાનની દરેક હરકતો પર નજર રાખશે આ સૅટેલાઇટ, જાણો શું છે ખાસિયતો
પાકિસ્તાનની દરેક ગતિવિધિઓ પર નજર રાખશે કાર્ટોસેટ-3 (Cartosat-3)
News18 Gujarati
Updated: October 3, 2019, 3:33 PM IST
બેંગલુરુ : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ઑક્ટોબરના અંતિમ સપ્તાહમાં પાકિસ્તાન અને તેના આતંકી ઠેકાણાઓ પર કડક નજર રાખવા માટે સૌથી તાકાતવાન મોનીટરીંગ સૅટેલાઇટ કાર્ટોસેટ-3 (Cartosat-3)નું લૉન્ચિંગ કરવાનું હતું. પરંતુ, કહેવામાં આવી રહ્યું છે કે કદાચ તેને લૉન્ચ કરવામાં થોડો વધુ સમય લાગી શકે છે. આ યોજનાને ઈસરોએ હાલ રોકી દીધી છે. જાણકારો મુજબ, હાલમાં ઈસરોની ટીમ વિક્રમ લૅન્ડર (Vikram Lander) સાથે સંપર્ક સ્થાપિત કરવામાં લાગી છે. તેથી કાર્ટોસેટ-3ના લૉન્ચિંગમાં હજુ થોડો વધુ સમય લાગી શકે છે. તેથી કાર્ટોસેટ-3ના લૉન્ચિંગમાં હજુ થોડો વધુ સમય લાગશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કાર્ટોસેટ-3ને નવેમ્બરમાં લૉન્ચ કરી શકાય છે.

શું છે કાર્ટોસેટ-3?

કાર્ટોસેટ-3 એક સૅટેલાઇટ છે, આ કાર્ટોસેટ સીરીઝનો નવમો સૅટેલાઇટ છે. તેને પૃથ્વીથી 450 કિમી ઉપરની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. પૃથ્વીનું નિરીક્ષણ કરનારો આ રિમોટ સૅન્સિંગ ઉપગ્રહ કાર્ટોસેટ-3 એક અદ્યતન સંસ્કરણ છે જે કાર્ટોસેટ-2 સીરીઝના ઉપગ્રહોની આ તુલનામાં ઉત્તમ આકાશીય અને સ્પેક્ટ્રલ ગુણોથી સજ્જ છે. આ સૅટેલાઇટમાં શ્રેષ્ઠ તસવીરોની સાથે રણનીતિગત ઍપ્લીકેશન્સ પણ હશે.

અંતરિક્ષમાં કેમ કાર્ટોસેટ-3 જરૂરી છે?

આમ તો, આ સૅટેલાઇટનું કામ હશે અંતરિક્ષથી ભારતની ધરતી પર નજર રાખવી, પરંતુ તેને દેશની સરહદો પર નજર રાખવાનું પણ કામ સોંપવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય અંતરિક્ષથી ભારતની જમીન પર નજર રાખવી અને પાકિસ્તાન તથા તેના આતંકી કેમ્પો પર નજર રાખવી છે. તે સરહદો પર નજર રાખશે સાથોસાથ દુશ્મન કે આતંકવાદીઓની સરહદ પર કોઈ પણ પ્રકારની ઘૂસણખોરીને પણ રોકશે. આ ઉપરાંત, વિભિન્ન પ્રકારના હવામાનમાં પૃથ્વીની તસવીરો લેવામાં સક્ષમ હશે. તે પ્રાકૃતિક આપત્તિઓ સમયે પણ મદદ કરશે.

તેની ખાસિયતો શું છે?
Loading...

સૅટેલાઇટમાં દુનિયાનો સૌથી એડવાન્સ્ડ અને મજબૂત કેમેરા લાગેલો છે. કેમેરો એટલો મજબૂત છે કે તે અંતરિક્ષથી જમીન પર 1 ફુટથી પણ ઓછી (9.84 ઈંચ)ની ઊંચાઈ સુધીની તસવીર લઈ શકાશે. એટલે આપના કાંડા પર બાંધેલી ઘડિયાળ પર દેખાતા સાચા સમયની પણ ચોક્કસ જાણકારી આપશે. કાર્ટોસેટ-2 સીરીઝના ઉપગ્રહોની તુલનામાં ઉત્તમ આકાશીય અને સ્પેક્ટ્રલ ગુણોથી સજ્જ છે. નોંધનીય છે કે, પાકિસ્તાન પર સર્જિકલ અને એર સ્ટાઇક કરતી વખતે કાર્ટોસેટ સૅટેલાઈટની મદદ લેવામાં આવી હતી.

આ પણ વાંચો,

ભારત-પાક. વચ્ચે પરમાણુ યુદ્ધ થશે તો 10 કરોડ લોકો માર્યા જશે : રિપોર્ટ
બિહાર : પૂરનો સર્વે કરવા ગયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી નદીમાં ખાબક્યા, રેસ્ક્યૂ કરાયા
First published: October 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...