હવે ગર્લફ્રેન્ડને મળવા કરતારપુરના રસ્તે પાકિસ્તાન પહોંચ્યો શીખ યુવક

કરતારપુરમાં શીખ યુવક અને પાકિસ્તાની યુવતી

 • Share this:
  એક ભારતીય યુવતીએ પોતાના ફેસબુક ફ્રેન્ડને મળવા કરતારપુર કૉરિડોરના રસ્તા પાકિસ્તાન પહોંચ્યા પછી હવે આવી જ એક બીજી ઘટના સામે આવી છે. જેમાં એક ભારતીય યુવક કરતારપુરના રસ્તે પાકિસ્તાનમાં રહેતી પોતાની ગર્લફ્રેન્ડને મળવા પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ આ પાકિસ્તાની યુવતીનું નામ આસિયા રફિક છે. અને આ યુવતી લાહોરના મોહલ્લા કરીમ પાર્કની નિવાસી છે.

  પ્રાપ્ત માહિતી મુજબ આ યુવતી પંજાબ યુનિવર્સિટીમાં એમએનું ભણી રહી છે. અને યુવતી જે શીક તીર્થયાત્રીને મળી હતી તેનું નામ જતંદર સિંહ જણાવવામાં આવી રહ્યું છે. આ શીખ યુવક કરતારપુર કૉરિડોરથી અહીં પહોંચ્યો હતો. અને આ બંને અહીં મુલાકાત કર્યા પછી બંને નક્કી કર્યું કે જતંદર પાકિસ્તાની વીઝા લઇને પાકિસ્તાન જશે અને અહીં જ બંને લગ્ન કરશે.

  ઉલ્લેખનીય છે કે આ પહેલા હરિયાણાની મંજીત કૌર કરતારપુર કૉરિડોરના રસ્તે પાકિસ્તાન પોતાના ફેસબુક ફ્રેન્ડને લગ્ન કરવા માટે પહોંચી હતી. પણ તે પાકિસ્તાનમાં પ્રવેશ નહતી કરી શકી. તે પહેલા જ પાકિસ્તાની સિક્યોરિટીએ તેની પકડી પાડી હતી. તેને મળવા આવેલા ગુજરાંવાલાનો નિવાસી અવૈસ મુખ્તાર પણ એક મહિલા સાથે ગુરુદ્વારા આવ્યો હતો. સુત્રોની જાણકારી મુજબ તેમનો પ્લાન હતો કે મંજીત કૌરને ઉવૈસ તેની સાથે આવેલી મહિલાના એન્ટી કાર્ડ પર પાકિસ્તાન લઇને જશે. પણ સિક્યોરિટીએ જ્યારે તેને બીજી તરફ જતી રોકી તો આખી વાત બહાર આવી.

  સુરક્ષાકર્મીઓને શંકા ગઇ કે આ લોકો ખાલી અહીં ગુરુદ્વારામાં દર્શનાર્થી તરીકે નથી આવ્યા. અને તેમને ત્યાંજ રોકી લેવામાં આવ્યા. જો કે કૌરે ભારત પાછા જવાની ના પાડી અને પોતાના બોયફ્રેન્ડ સાથે જવાની જીદ પકડી હતી. જો કે તેમ છતાં તેના તમામ પ્રયાસોને બાદ કરતા મંજીતને પાછી ભારત મોકલવામાં આવી.
  Published by:Chaitali Shukla
  First published: