હવે શનિ ગ્રહના થઈ ગયા છે સૌથી વધુ ચંદ્ર, ગુરુને પાછળ છોડી દીધો

News18 Gujarati
Updated: October 8, 2019, 3:17 PM IST
હવે શનિ ગ્રહના થઈ ગયા છે સૌથી વધુ ચંદ્ર, ગુરુને પાછળ છોડી દીધો
પ્રતીકાત્મક તસવીર

શનિની ચારે તરફ ચક્કર મારતા નાના-નાના ચંદ્રની સંખ્યા 100થી વધુ હોઈ શકે છે, જેની શોધ ચાલુ છે

  • Share this:
વોશિંગટન : સોલર સિસ્ટમ (Solar System)માં શનિ ગ્રહ (Saturn)એ ચંદ્રની સંખ્યાના મામલે બાજી મારી દીધી છે. અત્યાર સુધી 79 ચંદ્રની સાથે ગુરુ (Jupiter) સોલર સિસ્ટમનો વિજેતા ગ્રહ હતો. હવે 10 નવાની સાથે શનિના ચંદ્ર (Moons)ની સંખ્યા 82 થઈ ગઈ છે. અમેરિકામાં વોશિંગટનના કાર્નેજી ઇન્સ્ટિટ્યૂશન ફૉર સાયન્સ (Carnegie Institution for Science)ના ખગોળશાસ્ત્રી સ્કૉટ શેફર્ડ (Astronomer Scott Sheppard)એ કહ્યુ કે, આ જાણવા મજેદાર હતું કે શનિ ચંદ્રની સંખ્યાના મામલે સોલર સિસ્ટમમનો રાજા બની ગયો છે.

100થી વધુ હોઈ શકે છે શનિના ચંદ્રની સંખ્યા

સ્કૉટ હળવી શૈલીમાં કહે છે કે ગુરુ આ મામલે ખુશ થઈ શકે છે. ગુરુની પાસે હજુ પણ સોલર સિસ્ટમના તમામ ગ્રહોમાં સૌથો મોટો ચંદ્ર છે. ગુરુ ગ્રહનો ચંદ્ર જૈનિમેડ (Ganymede) લગભગ પૃથ્વી (Earth)ના આકારથી અડધો છે. શનિના નવા મળેલા દરેક ચંદ્રનો વ્યાસ (Diameter) વધુમાં વધુ 5 કિમી છે. શેફર્ડ અને તેમની ટીમે ઉનાળા સમયે હવાઈમાં ટેલીસ્કોપ લગાવીને શનિના 20 નવા ચંદ્ર શોધી કાઢ્યા. શેફર્ડે કહ્યુ કે, શનિના ચારેય તરફ ચક્કર લગાડનારા નાના-નાના ચંદ્ર (Tinier Moons)ની સંખ્યા 100થી વધુ હોઈ શકે છે, જેની શોધ ચાલુ છે.

નાના ચંદ્ર શોધવા માટે વધુ શક્તિશાળી ટેલિસ્કોપની જરૂર

શૅફર્ડે જણાવ્યું કે, શનિના ચક્કર લગાવનારા સૌથી નાના ચંદ્ર (Smallest Moon)નો વ્યાસ 5 કિમી છે, જ્યારે ગુરુનો સૌથી નાના ચંદ્રનો વ્યાસ 1.6 કિમી છે. આનાથી નાના ચંદ્રને શોધવા માટે વધુ શક્તિશાળી ટેલિસ્કોપ (Telescope)ની જરૂર છે. તેઓએ જણાવ્યું કે, ગુરુના મુકાબલે શનિના ચક્કર લગાવનારા નાના ચંદ્રને શોધવા વધુ મુશ્કેલ છે. એ જાણવું ખૂબ જ મુશ્કેલ છે કે શનિના ચારે તરફ કેટલા ચંદ્ર ચક્કર મારી રહ્યા છે. શક્ય છે કે આ નાના-નાના ચંદ્ર (Baby Moons) કોઈ મોટા ચંદ્રના ટુકડાઓમાંથી બન્યા હોય.

17 ચંદ્ર શનિની ઉલટી દિશામાં પરિક્રમા કરી રહ્યા છેસ્કૉટે જણાવ્યું કે, શનિના નવા ચંદ્રમાં 17 ઉલટી દિશા (Retrograde)માં પરિક્રમા કરી રહ્યા છે. બીજી તરફ, ત્રણ ચંદ્ર એ જ દિશામાં (Same Direction) ચક્કર લગાવી રહ્યા છે જે તરફ શનિ ફરી રહ્યો છે. આ ચંદ્ર શનિથી એટલા અંતરે છે કે તેને એક ચક્કર પૂરું કરવામાં બેથી ત્રણ વર્ષ લાગે છે. આ ચંદ્રના અધ્યયનથી આપણને જાણવા મળે છે કે શનિ કઈ વસ્તુથી બન્યો છે. નોંધનીય છે કે, શૅફર્ડે ગયા વર્ષે જ શનિના 12 નવા ચંદ્ર શોધ્યા હતા. કાર્નેજી ઇન્સ્ટિટ્યૂટે તમામ નવા ચંદ્રના નામ રાખવાની પ્રતિયોગિતા શરૂ કરી છે.

આ પણ વાંચો,

ઑસ્ટ્રેલિયાના Zooમાં દુર્લભ નારંગી લંગૂરનો જન્મ થયો
દીપડો પંજો મારતો રહ્યો પણ બહેને ન છોડ્યો 4 વર્ષના ભાઇનો સાથ!
First published: October 8, 2019
વધુ વાંચો
अगली ख़बर