J&Kના રાજ્યપાલને રાહુલનો જવાબ- 'અમારે એરક્રાફ્ટ નહીં કાશ્મીરમાં ફરવાની આઝાદી જોઈએ'

રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું હતું કે તેઓ કાશ્મીરની સ્થિતિ જોવા માટે રાહુલને એરક્રાફ્ટ મોકલશે

News18 Gujarati
Updated: August 13, 2019, 3:34 PM IST
J&Kના રાજ્યપાલને રાહુલનો જવાબ- 'અમારે એરક્રાફ્ટ નહીં કાશ્મીરમાં ફરવાની આઝાદી જોઈએ'
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: August 13, 2019, 3:34 PM IST
જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યાપાલ મલિક અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. મલિકના એરક્રાફ્ટ મોકલવાના નિવેદન પર રાહુલ ગાંધીએ વળતો હુમલો કર્યો છે. રાહુલે કહ્યું કે તેમને એરક્રાફ્ટની જરૂર નથી, પરંતુ કાશ્મીરમાં ફરવાની આઝાદી જોઈએ છે. આ પહેલા રાજ્યપાલે કહ્યું હતું કે તેઓ રાહુલને કાશ્મીર ઘાટીમાં સ્થિતિની નિરીક્ષણ કરવા માટે એરક્રાફ્ટ મોકલવા માંગે છે.

રાહુલનો વળતો હુમલો

રાહુલ ગાંધીએ ટ્વિટ કરતાં લખ્યું કે, હું અને વિપક્ષના નેતાઓ એક ડેલીગેશનને આપના આમંત્રણ પર જમ્મુ-કાશ્મીર અને લદાખ આવવા માંગીએ છીએ. અમને એરક્રાફ્ટની જરૂર નથી. પરંતુ તમે કૃપા કરી એ સુનિશ્ચિત કરો કે અમને ત્યાં આઝાદીથી ફરવા અને ત્યાંના લોકો અને નેતાઓને મળવાની આઝાદી હોય.


આ પણ વાંચો, અમેરિકાએ પણ સ્વીકાર્યુ કાશ્મીર ભારત-પાક.નો દ્વિપક્ષીય મુદ્દો, મધ્યસ્થતાથી ઇનકાર

રાજ્યપાલ મલિકે શું કહ્યું હતું?

રાહુલે થોડા દિવસો પહેલા કાશ્મીર ઘાટીની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હતા. તેના જવાબમાં રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું છે કે તેઓ અહીંની સ્થિતિ જોવા માટે રાહુલને એરક્રાફ્ટ મોકલશે. રાજ્યપાલે કહ્યું કે રાહુલ ગાંધીને પોતાની પાર્ટીનાએ ક નેતાના વ્યવહાર વિશે શરમ અનુભવવી જોઈએ, જે સંસદમાં 'મૂર્ખ'ની જેમ વાત કરી રહ્યા હતા.

મલિકે કહ્યું કે, મેં રાહુલને અહીં આવવા માટે આમંત્રણ આપ્યું છે. હું તેમને કહું છું કે આપના માટે એરક્રાફ્ટ મોકલીશ, જેથી તમે સ્થિતિની નિરીક્ષણ કરો અને પછી બોલો. તમે એક જવાબદાર વ્યક્તિ છો અને તમારે આવી વાત ન કરવી જોઈએ.

આ પણ વાંચો, રાહુલ માટે વિમાન મોકલીશ, હકીકત જાણો પછી નિવેદન આપો : કાશ્મીરના રાજ્યપાલ

રાહુલ ગાંધીએ શું નિવેદન કર્યુ હતું?

નોંધનીય છે કે, શનિવારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરથી હિંસાના કેટલાક અહેવાલ આવ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પારદર્શી રીતે આ મામલા પર ચિંતા વ્યક્ત કરવી જોઈએ.

ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય થશે

રાજ્યપાલને એવું પૂછવામાં આવ્યું કે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય ક્યારે થશે અને કોમ્યુનિકેશન નેટવર્ક ક્યારે પૂર્વવત થશે, તો તેમણે કહ્યું કે સરકારે કર્ફ્યૂ નથી લગાવ્યો, પરંતુ માત્ર મનાઈ ફરમાવી છે. તેઓએ કહ્યું કે, છેલ્લા બે દિવસથી બજાર ખુલી ગયા છે, લોકો ખરીદી કરી રહ્યા છે. જો કેટલાક લોકો સમસ્યા ઊભી કરવા માંગે છે તો તેમને રોકવા એ અમારી જવાબદારી છે. ટૂંક સમયમાં બધું સામાન્ય થઈ જશે.

આ પણ વાંચો, LoC પર પાકિસ્તાને કોઇ પણ ગતિવિધિ કરી તો પાઠ ભણાવીશું : આર્મી ચીફ
First published: August 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...