Home /News /national-international /હવે ટ્રેનમાં ટેન્શન ફ્રી થઈને સૂઈ શકશે પેસેન્જર, નહિ છૂટે સ્ટેશન; રેલવેએ શરૂ કરી આ ખાસ સર્વિસ

હવે ટ્રેનમાં ટેન્શન ફ્રી થઈને સૂઈ શકશે પેસેન્જર, નહિ છૂટે સ્ટેશન; રેલવેએ શરૂ કરી આ ખાસ સર્વિસ

રેલવેએ ડેસ્ટિનેશન અલર્ટ વેકઅપ અલાર્મ સર્વિસ શરૂ કરી છે.

જો તમે રેલવે મુસાફરી કરો છો, તો તમારા માટે આ ખૂબ જ મહત્વના સમાચાર છે. રેલવે સતત પોતાની સર્વિસમાં સુધારાની સાથે-સાથે પોતાની સર્વિસમાં સુધારા માટે નવા-નવા અપડેટ રજૂ કરી રહી છે. આ દરમિયાન રેલવેએ એક ખૂબ જ મહત્વ સર્વિસ રજૂ કરી છે. હવે તમે ટ્રેનમાં સ્ટેશન છૂટી જવાની ચિંતા કર્યા વગર આરામથી સૂઈ શકો છો. તમારું સ્ટેશન આવવાની 20 મિનિટ પહેલા રેલવે તમને ઉઠાડી દેશે. તેના કારણે તમારુ સ્ટેશન પણ નહિ છૂટે અને તમે સરળતાથી આરામ કરી શકશો. તો ચાલો તમને આ રેલવેની ખાસ સુવિધા વિશે જણાવીએ.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: જો તમે રેલવે મુસાફરી કરો છો, તો તમારા માટે આ ખૂબ જ મહત્વના સમાચાર છે. રેલવે સતત પોતાની સર્વિસમાં સુધારાની સાથે-સાથે પોતાની સર્વિસમાં સુધારા માટે નવા-નવા અપડેટ રજૂ કરી રહી છે. આ દરમિયાન રેલવેએ એક ખૂબ જ મહત્વ સર્વિસ રજૂ કરી છે. હવે તમે ટ્રેનમાં સ્ટેશન છૂટી જવાની ચિંતા કર્યા વગર આરામથી સૂઈ શકો છો. તમારું સ્ટેશન આવવાની 20 મિનિટ પહેલા રેલવે તમને ઉઠાડી દેશે. તેના કારણે તમારુ સ્ટેશન પણ નહિ છૂટે અને તમે સરળતાથી આરામ કરી શકશો. તો ચાલો તમને આ રેલવેની ખાસ સુવિધા વિશે જણાવીએ.

    સૂતી વખતે નહિં છૂટે સ્ટેશન

    ઉલ્લેખનીય છે કે રેલવેની આ ખાસ સર્વિસનું નામ છે ડેસ્ટિનેશન અલર્ટ વેકઅપ અલાર્મ. ઘણી વખત ટ્રેનમાં લોકોને ઉંધ આવે છે અને આ કારણે તેમનું સ્ટેશન છૂટી જાય છે. આ હેરાનગતિને દૂર કરવા માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. મોટાભાગે આવું રાતના સમયે જ થાય છે. રેલવેએ આ સુવિધાને 139 નંબરની ઈન્કવાયરી સેવા પર શરૂ કરી છે. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફર 139 નંબરની ઈન્કવાયરી સિસ્ટમ પર એલર્ટની સુવિધા માંગ શકી છે.

    સ્ટેશન આવે તેની 20 મિનિટ પહેલા આવશે એલર્ટ

    જો તમે પણ આ સેવાનો ફાયદો ઉઠાવવા માંગો છો તો આ સુવિધા મુસાફરને રાતે 11 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી મળશે. રેલવે તરફથી તેના માટે માત્ર 3 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. જો તમે આ સર્વિસને લો છો તો તમારા સ્ટેશનથી 20 મિનિટ પહેલા તમારા ફોન પર એલર્ટ આપવામાં આવશે. જેથી તમે તમારો સામાન સ્ટેશન આવતા પહેલા યોગ્ય રીતે મૂકી દો અને સ્ટેશન આવવા પર ટ્રેનમાંથી ઉતરી જાવ.

    આ પણ વાંચો:  મુંબઈની લોકલ ટ્રેનમાં મહિલાઓ મન મૂકીને ગરબે ઘૂમી

    આ રીતે શરૂ કરી શકો છો સર્વિસ

    ડેસ્ટિનેશન એલર્ટ વોકઅપ અલાર્મ સેવાને શરૂ કરવા માટે તમે IRCTCની હેલ્પલાઈન 139 પર કોલ કરો. કોલ રિસીવ થઈ ગયા પછી તમે તમારી ભાષા પસંદ કરો. ડેસ્ટિનેશન એલર્ટ માટે પહેલા 7 નંબર અને પછી 2 નંબર દબાવો. તે પછીથી યાત્રીને 10 નંબરનો પીએનઆર નંબર પૂછવામાં આવશે. પીએનઆર લખ્યા પછી કન્ફોર્મ કરવા માટે 1 ડાયલ કરો. આ પ્રોસેસ પછી સિસ્ટમ પીએનઆર નંબરનું વેરિફિકેશન કરીને વેકઅપ એલર્ટ ફીડ કરો. તેનો પેસેન્જરના મોબાઈલ પર કન્ફોર્મેશનનો એસએમએસ આવશે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Metro train, Special train, Trains

    विज्ञापन
    विज्ञापन