પાકિસ્તાને ભારત માટે પોતાનો એર કૉરિડોર બંધ કર્યો

પ્રતિકાત્મક તસવીર

પાકિસ્તાને એર કૉરિડોર બંધ કરી દેતા વિદેશથી આવતી ફ્લાઇટને 12 મિનિટ વધારાનો સમય લગાશે. એર ઇન્ડિયાના અધિકારીએ આ જાણકારી આપી હતી.

 • Share this:
  પાકિસ્તાને પોતાના હવાઈક્ષેત્રના એક કોરિડોરને બંધ કરી દીધો છે, જેનાથી વિદેશી ઉડાનો માટે 12 મિનિટ વધારાનો સમય લાગશે. આ જાણકારી એર ઇન્ડિયાના એક અધિકારીએ આપી હતી. પાકિસ્તાનથી થઈને 11 રૂટ જાય છે, જેમાંથી એક કોરિડોર અંતર્ગત આવતા ત્રણ રૂટને બંધ કરી દેવામાં આવ્યા છે. એર ઇન્ડિયાના અધિકારીના કહેવા પ્રમાણે કોરિડોર બંધ થતાં વિમાન માટે ઉડાનનો માર્ગ બદલવામાં આવશે.

  એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યુ કે, "એક કોરિડોરને (પાકિસ્તાની હવાઇ ક્ષેત્રમાં) બંધ કરી દેવામાં આવ્યો છે. જેનાથી વિદેશથી આવતી ફ્લાઇટને 12 મિનિટ વધારે સમય લાગશે. આનાથી વધારે અસર નહીં પડે." નોંધનીય છે કે એર ઇન્ડિયા પાકિસ્તાનના હવાઈ વિસ્તારમાંથી દરરોજ 50 ઉડાનોનું સંચાલન કરે છે.

  આ પણ વાંચો : ભારત સાથે વ્યાપારિક સંબંધ તોડીને પાકિસ્તાને પોતાના જ પગ મારી કુહાડી?

  ઇમરાન ખાને કાશ્મીર મુદ્દે વિશ્વના નેતાઓ સાથે વાત કરી

  બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવાના ભારતના નિર્ણય બાદ અન્ય દેશોને સૂચના આપવાના ઉદેશ્ય સાથે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન અને સાઉદી અરેબિયાના યુવરાજ મોહમ્મદ બિન સલમાન સાથે વાતચીત કરી હતી.

  આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે વડાપ્રધાને બંને નેતાઓને ફોન પર કાશ્મીરની વર્તમાન સ્થિતિ પર માહિતી આપી હતી. અધિકારીએ કહ્યું કે ઇમરાન ખાન આ મુદ્દે વિશ્વના નેતાઓ સાથે સંપર્ક કરી રહ્યા છે અને વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશી ચીનના પ્રવાસે જવાના છે. ચીનમાં ભારત સાથે સંબંધો અને કાશ્મીરની સ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવશે.

  નોંધનીય છે કે પાકિસ્તાનના અનેક પ્રયાસો છતાં કાશ્મીર મુદ્દે દુનિયાનો કોઈ પણ દેશ ખુલ્લીને પાકિસ્તાનના સમર્થનમાં નથી આવ્યો. બુધવારે ભારતની બ્રિટિશ વિદેશ મંત્રી સાથે થયેલી વાતચીત અને કાશ્મીર મુદ્દે બ્રિટનની પ્રતિક્રિયા પણ પાકિસ્તાનને સાંત્વના આપનારી જ હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: