મોદી સરકારનો મોટો નિર્ણય, હવે પ્રવાસી મજૂરોને પણ મળશે આયુષ્યમાન ભારત અંતર્ગત ફ્રી હેલ્થ વીમાનો ફાયદો

મોદી સરકારનો મોટો નિર્ણય, હવે પ્રવાસી મજૂરોને પણ મળશે આયુષ્યમાન ભારત અંતર્ગત ફ્રી હેલ્થ વીમાનો ફાયદો
મોદી સરકારનો મોટો નિર્ણય, હવે પ્રવાસી મજૂરોને પણ મળશે આયુષ્યમાન ભારત અંતર્ગત ફ્રી હેલ્થ વીમાનો ફાયદો

સરકારના આ પગલાથી પ્રવાસી મજૂરોને આ હેલ્થ વીમાનો ફાયદો મળશે જે લૉકડાઉનના કારણે બેરોજગાર થઈ ચૂક્યા છે

 • Share this:
  નવી દિલ્હી : કેન્દ્ર સરકારે બુધવારે પોતાની ફ્લેગશિપ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો (Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana અને AB-PMJAY)વિસ્તાર વધારીને તેમાં પ્રવાસી મજૂરોનો પણ સમાવેશ કરી લીધો છે. હવે હેલ્થ વીમાનો ફાયદો કોઈ પણ રાજ્યના પ્રવાસી મજૂરોને મળશે. કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણના કારણે પ્રવાસી મજૂરો (Migrant Laborer) પોતાના ઘરે પાછા જવાના પ્રયત્નમાં ઠેર-ઠેર ભટકી રહ્યા છે. જેથી સરકારે તેમને પણ આ સ્કીમનો લાભ આપવાનો નિર્ણય લીધો છે. સરકારના આ પગલાથી પ્રવાસી મજૂરોને આ હેલ્થ વીમાનો (Health Insurance) ફાયદો મળશે જે લૉકડાઉનના કારણે બેરોજગાર થઈ ચૂક્યા છે.

  જે પ્રવાસી મજૂરો આ સ્કીમના દાયરામાં આવશે તેમને મળશે ફાયદો  AB-PMJAY લાગુ કરવાની જવાબદારી નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)ની છે. NHA હાલ બધા રાજ્યો સાથે સંપર્ક કરી રહ્યા છે, જેથી જરુરિયાતમંદોની ઓળખાણ કરી શકાય. જે પ્રવાસી મજૂરો આ સ્કીમની અંદર આવશે તેમને NHAનું હેલ્થ વીમાનું ઈ-કાર્ડ્સ ઈશ્યુ કરાશે.

  આ પણ વાંચો - જમ્મુ કાશ્મીર : 4 દિવસમાં ત્રીજી મોટી અથડામણ, શોપિયાંમાં સુરક્ષાદળોએ પાંચ આંતકવાદીઓને ઠાર કર્યા

  AB-PMJAY કેશલેસ અને પેપરલેસ હેલ્થ વીમા સ્કીમ છે. દરેક પરિવારને સારવાર અને હોસ્પિટલના ખર્ચા માટે 5 લાખ રુપિયાનું કવર આપે છે. આ સ્કીમ હેઠળ અત્યાર સુધી 10.75 કરોડ પરિવારો એટલે કે 53 કરોડ લોકોને આનો લાભ મળી ચૂક્યો છે. આ સ્કીમમાં ઈ-કાર્ડ્સ જાહેર કરવામાં આવે છે. જેનો ઉપયોગ કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ સમયે કરી શકાય છે.
  Published by:News18 Gujarati
  First published:June 10, 2020, 19:52 pm