covid-19: હવે રેલવે મંત્રાલયમાં કોરોનાની દસ્તક! રેલવે ભવન બે દિવસ સુધી કરાયું સીલ

covid-19: હવે રેલવે મંત્રાલયમાં કોરોનાની દસ્તક! રેલવે ભવન બે દિવસ સુધી કરાયું સીલ
ફાઈલ તસવીર

દિલ્હી સ્થિત રેલવે ભવનમાં તૈનાત ડીજી આરપીએફ ઓફિસનો એક કર્મચારી કોરોના પોઝિટિલ મળ્યો છે. કોરોના પોઝિટિવ મળ્યા બાદ રેલવે મંત્રાલયને બે દિવસ સુધી બંધ કરવામાં આવ્યું છે.

  • Share this:
    નવી દિલ્હીઃ ભારત સરકારના રેલવે મંત્રાલય (Rail Ministry) સુધી કોરોના વાયરસે દસ્તક આપી છે. દિલ્હી સ્થિત રેલવે ભવનમાં તૈનાત ડીજી આરપીએફ ઓફિસનો એક કર્મચારી કોરોના પોઝિટિલ મળ્યો છે. કોરોના પોઝિટિવ મળ્યા બાદ રેલવે મંત્રાલયને બે દિવસ સુધી બંધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આરપીએફના ડીજી ઓફિસમાં કામ કરતા અનેક લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

    રેલવે ભવનનો એક કર્મચારી કોરોન પોઝિટિવ


    મળતી માહિતી પ્રમાણે રેલવે ભવનના ડીજી ઓફિસમાં કામ કરનાર કર્મચારી દિલ્હીના દયાવસ્તી વિસ્તારમાં રહે છે. દયાવસ્તી વિસ્તારમાં કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી તે બીમાર થયો હતો. આ કર્મચારી છેલ્લે 6 મેના દિવસે રેલવે ભવન આવ્યો હતો. તેની તબીયત ખરાબ થવાના કારણે તે રજા ઉપર ઉતરી ગયો હતો. આજે એ કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ રેલવે ભવનને સીલ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રેલવે ભવનના ડીજી ભવનમાં કામ કનાર આશરે 10 લોકોને ક્વોરંન્ટાઈન કરવામાં આવ્યા છે.

    મંત્રાલયના સર્ક્યુલરની તસવીર


    આરપીએફના ડીજીએ ન્યૂઝ18 હિન્દી સાથે વાતચીત કરતા કહ્યું હતું કે રેલવે ભવનમાં કોરોનાને લઈને બધી જ સુરક્ષા રાખવામાં આવી રહી છે. સ્ટાફના કર્મચારીને દયાબસ્તી વિસ્તારમાં કોરોનના સંક્રમિતના સંપર્કમાં આવવાના કારણે થયો છે. આને ધ્યાનમાં રાખીને અમે આખા રેલવે મંત્રાલયને સેનિટાઈઝ કરવાનું કામ શરૂ કર્યું છે. અમે લોકો જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ કર્મચારી કોના કોના સંપર્કમાં આવ્યો હતો.

    રેલવે મંત્રાલયે આજે કોરોના અંગે અનેક જાહેરાતો કરી હતી. કોરોના મહામારીની અસર જોતા રેલવે મંત્રાલયે જુલાઈ સુધી પોતાના કર્મચારીઓના ટ્રાન્સફર અને રિલિવિંગ ઉપર રોક લગાવાનો નિર્ણય કર્યો છે. રેલવે મંત્રાલય આ સાથે જ લોકડાઉન-4 અંગે અનેક રણનીતિઓ બનાવી રહી છે. દેશની કેટલીક પસંદગીના શહેરોમાં રેલવેની સ્પેશિયલ ટ્રેન ચલાવવા માટે નિર્ણય કર્યો છે. 31 મે સુધી માલગાડીને છોડીને બધી ટ્રેનોને રદ કરવાનો નિર્ણય કર્યો છે.
    Published by:News18 Gujarati
    First published:May 13, 2020, 21:26 pm

    ટૉપ ન્યૂઝ