હવે ભારતમાં જ બનશે AK-47, જાણો આ રાયફલની કેટલીક રોચક વાતો

News18 Gujarati
Updated: February 15, 2019, 7:41 AM IST
હવે ભારતમાં જ બનશે AK-47, જાણો આ રાયફલની કેટલીક રોચક વાતો

  • Share this:
ભારતે રશિયા સાથે મળીને AK-203 એસોલ્ટ રાઈફલો બનાવવા માટેનાં કરારને મંજૂરી આપી દીધી છે. જેના માટેનો પ્લાન્ટ ઉત્તરપ્રદેશનાં અમેઠીમાં સ્થાપવામાં આવશે. આ કરારમાં આશરે 7 લાખ 47 હજાર કલાશ્રિકોવ રાઈફલો બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે.

બન્ને દેશો મળીને ત્રીજી પેઢીની રાઈફલો AK-203 તૈયાર કરશે. આ કરાર અંગેનાં કરાર પર હસ્તાક્ષર આ સપ્તાહનાં અંતમાં થવાની સંભાવનાઓ છે. ત્યારબાદ જ કરાર સંબંધિત કિંમત, સમય જેવી મહત્વની જાણકારી સામે આવશે.

અહીં ક્લિક કરી વાંચોઃ અહીં બને છે AK-47, જુઓ અંદરનો નજારો: PHOTOS

આ રાઈફલો મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ ભારતમાં જ બનાવાશે. આ કરારમાં ભારત સરકારની પોલીસી હેઠળ ઓર્ડિનેંસ ફેક્ટ્રી બોર્ડ પાસે મેજોરીટી શેયર 50.5 ટકા રહેશે, જ્યારે રશિયા પાસે 49.5 ટકા શેયર રહેશે.

હાલમાં જ AK 47 રાયફલ બનાવતી કંપનીએ સુપર કાર લોન્ચ કરી છે. અસોલ્ટ રાઈફલ એકે-47 દુનિયાભરમાં જાણીતી છે. AK-47 રશિયા (વિઘટન પહેલા સોવિયત યુનિયન)માં રશિયન લેફ્ટિનેટંટ જનરલ મિખેલ કલાશ્નિકોવે ડેવલપ કરી હતી. 1947માં 6 જુલાઈએ આ અસોલ્ટ રાઈફલ તૈયાર થઈ હતી. કલાશ્નિકોવ કન્સર્ન AK-47 બનાવનારી રશિયાની સૌથી જૂની કંપની છે. ઈઝેવ્સ્કમાં તેનું હે઼ડક્વાટર આવેલું છે.

આ રાઈફલની ડિઝાઈન કરનારા મિખેલ કલાશ્નિકોવ પણ ઈઝેવ્સ્ક શહેરના જ હતા.ફેક્ટ્રીના રાઈફલના વિવિધ ભાગનું પ્રોડક્શન મશીનથી નહીં હાથથી થાય છે.AK-47નું પ્રોડક્શન સોવિયત યુનિયનમાં શરૂ થયુ હતુ. જો કે હવે તે દુનિયાના અનેક દેશોમાં બનાવવામાં આવે છે.કલાશ્નિકોવ કનસર્ન (ગ્રૂપ) AK-47 બનાવવા માટે દુનિયાભરમાં જાણીતી છે.કંપની સમગ્ર દુનિયાની મિલિટરી માર્કેટમાં રશિયાને રિપ્રેસેન્ટ કરે છે. આ ફેક્ટ્રીમાં સ્નાઈપર રાઈફલ, પ્લેન અને હેલિકોપ્ટર્સમાં લગાવવામાં આવતી બંદૂકો બનાવવામાં આવે છે. ફેક્ટ્રીની નજીકમાં જ તેનુ ટેસ્ટિંગ સેન્ટર આવેલુ છે.
First published: February 14, 2019, 8:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading