કરુણ ઘટના! 'લલ્લાને મારી નાંખ્યો છે, હવે હું આત્મહત્યા કરી રહ્યો છું' ભાણાની હત્યા કર્યા બાદ મામાનો આપઘાત

કરુણ ઘટના! 'લલ્લાને મારી નાંખ્યો છે, હવે હું આત્મહત્યા કરી રહ્યો છું' ભાણાની હત્યા કર્યા બાદ મામાનો આપઘાત
પોતાના પિતા સાથે ધિરજ

મૃતકે ઘરેથી નીકળ્યા બાદ બપોરે પોતાની બહેનને ફોન કરીને કહ્યું હતું કે, ભાણાને (બહેનના પુત્ર) મારી દીધો છે હવે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છે.

 • Share this:
  રુદ્રપુરઃ એક દિવસ પહેલા ભાણાને ફરવા માટે લઈને આવેલા ઉત્તરાખંડના (Uttarakhand) રુદ્રપુરના યુવકની લાશ ઝાડ સાથે લટકતી મળી હતી. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ હતી. મૃતકે ઘરેથી નીકળ્યા બાદ બપોરે પોતાની બહેનને ફોન કરીને કહ્યું હતું કે, ભાણાને (બહેનના પુત્ર) મારી દીધો છે હવે હું આત્મહત્યા (Suicide) કરવા જઈ રહ્યો છે. યુવકની લાશ મળ્યા બાદ પરિવારજનોને ડર છે કે તેમણે ખરેખર બાળકની હત્યા કરી દીધી હશે. પોલીસ ગાયબ માસૂમની તપાસમાં લાગી ગઈ છે. બીજી તરફ મૃતકે ભરેલા પગલાંથી પરિવારજનો હેરાન છે.

  મોબાઈના આધારે થઈ ઓળખ


  મળતી માહિતી પ્રમાણે ઉત્તરાખંડમાં કિચ્છામાં પોલીસના માહિતી મળી હતી કે હલ્દાની રોડ ઉપર રસ્તા કિનારે ઝાડ ઉપર યુવકની લટકતી લાશ મળી છે. ટીમે ઘટના સ્થળે પહોંચીને જોયું તો યુવકની લાશ કપડાના ફંદા સાથે લટકે છે. તેમણે જણાવ્યું કે ખિસ્સામાં રહેલા ફોનની ઘંટડી વાગી તેમણે ફોન કાઢીને એ નંબર ઉપર ફોન લગાવ્યો ત્યારે તેની ઓળખ ટ્રાન્જિટ કેમ્પ રુદ્રપુર વોર્ડ ત્રણ નિવાસી અરુણ કુમારના પુત્ર અનિલના રૂપમાં થઈ હતી.

  બે વર્ષીય ભાણાને લીને ગાયબ હતા મામા
  પોલીસ પ્રમાણે અરુણ રવિવારે સવારે પોતાના બે વર્ષીય ભાણા ધીરજ (લલ્લા)ની સાથે ગાયબ થયો હતો. પોલીસ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. બીજી તરફ અરુણની બહેન નીરજ દેવીએ જણાવ્યું કે, અરુણે રવિવારે બપોરે આશરે 12 વાગ્યે તેને ફોન કરીને કહ્યું હતું કે, ભાણા લલ્લાને મારી દીધો છે. હવે પોતે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. નીરજે જણાવ્યું કે ભાઈ કદાચ મજાક કરી રહ્યો છે. પરંતુ સાંજ સુધી તે ઘરે પરત નહીં ફરતા તેમણે અન્ય પરિવારજનોને અરુણના આવેલા ફોન અંગે જાણ કરી હતી.

  આ પણ વાંચોઃ-દર્દનાક ઘટના! કુરકુરેની લાલચ આપી ભાણીને ખેતરમાં લઈ જઈ મામાએ દુષ્કર્મ બાદ કરી હત્યા, સ્થળ ઉપરથી કપડા અને કુરકુરેનું પેકેટ મળ્યું

  પરિવારને આશંકા છે કે ધિરજની હત્યા કર્યા બાદ ફેંકી દીધો હશે
  ત્યારબાદ પરિવારજનોએ તપાસ કરવામાં આવી રહી છે. બીજા દિવસે અરુણના મોતના સમાચાર મળ્યા હતા. અરુણની લાશ પાસે કોઈ લલ્લા મળ્યા નહીં. પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી હતી કે અરુણે તેના પુત્રને મારીને ક્યાંક ફેંકી દીધો હતો. પોલીસ બાળકની શોધ કરી રહી છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં આવ્યો જોરદાર ઉછાળો, જાણો Gold-Silverની નવી કિંમતો, હજી ભાવ વધવાનું અનુમાન

  આ પણ વાંચોઃ-મેં બસ રોકીને નીચે જોયું ત્યારે આગ શરૂ થઈ ગઈ હતી', સુરત સિટી બસમાં આગ, ડ્રાઈવરની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ

  રોજની જેમ લલ્લાને ફરવા નીકળ્યો હતો અરુણ
  નીરજ દેવીએ જણાવ્યું કે અરુણ વોર્ડ નંબર ત્રણના બ્લોક ટ્રાન્જીટ કેમ્પમાં તરુણ કુમાર મંડલના મકાનમાં પરિવાર સાથે ભાડા ઉપર રહે છે. સિડકુલ સ્થિત એક કંપનીમાં કામ કરતા હતા. આ કંપનીમાં તેના પિતા પણ કામ કરતા હતા. રવિવારે રજા હોવાના કારણે તે રોજની જેમ બે વર્ષના ભાણાં ધીરણને દુકાનમાં વસ્તુ અપાવવા માટે લઈ ગયો હતો.  બહેનને ફોન કરી હત્યાની કરી જાણ
  સવારે 11 વાગ્યે સુધી અરુણ જ્યારે જમવાના સમયે પરત ન આવ્યો ત્યારે બહેનના તેને કોલ કર્યો હતો. ત્યારે અરુણે ફોનમાં જણાવ્યું કે તે અને ભાણો ઘરના પાસે એક પાર્કમાં છે. ત્યારબાદ 12 વાગ્યે અરુણે નીરજ દેવીને ફોન કર્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે લલ્લાને માર દિધો છે અને પોતે પણ આત્મહત્યા કરી રહ્યો છે.
  Published by:ankit patel
  First published:October 21, 2020, 22:31 pm