Agriculture: હવે ખેડૂતોની આંગળીઓના ટેરવે હશે તમામ જાણકારી, સુપર એપ લાવવાની તૈયારીમાં છે સરકાર
Agriculture: હવે ખેડૂતોની આંગળીઓના ટેરવે હશે તમામ જાણકારી, સુપર એપ લાવવાની તૈયારીમાં છે સરકાર
એપ દ્વારા વૈજ્ઞાનિકો ખેડૂતો સાથે સીધો સંપર્ક કરી શકશે (પ્રતિકાત્મક તસવીર)
Digital Platforms - આ એપ દ્વારા વૈજ્ઞાનિકો ખેડૂતો સાથે સીધો સંપર્ક કરી શકશે. આ રીતે બજારથી લઈને પાકના વિકાસ સુધીની તમામ માહિતી ખેડૂતોની આંગળીના ટેરવે હશે
નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાં ડિજિટલ (Digital)ઉપયોગિતા વધી રહી છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ડિજિટલ દુનિયા સાથે જોડાયેલો છે. એવામાં ખેડૂતોને તેમના વિકાસ અને સુવિધા માટે ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. આ કારણે સરકાર ખેડૂતો માટે સુપર એપ (super App) લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. કૃષિ (Agriculture) અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના એક અધિકારીનું કહેવું છે કે, આ એપ (Apps)માં ઘણા ડિજિટલ પ્લેટફોર્મ (Digital Platforms) અને હાલની મોબાઈલ એપ્સને પણ સામેલ કરવામાં આવશે. આ રીતે આ એપ એક એવું પ્લેટફોર્મ હશે, જ્યાં તમામ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ એક છત નીચે મળી શકશે. એટલે કે નવા સંશોધનોથી લઈને વિકાસ, હવામાન, બજાર અપડેટ્સ, ઉપલબ્ધ સેવાઓ, સરકારી યોજનાઓ અને જળવાયુ સંબંધિત દરેક માહિતી ખેડૂતો એક જ એપ દ્વારા મેળવી શકશે.
કૃષિને લગતી અલગ અલગ એપ્સને એક તાંતણે બાંધી દેવાશે
કૃષિ મંત્રાલય કિસાન સુવિધા, પુસા કૃષિ, એમકિસાન, ફાર્મ ઓ પીડિયા, ક્રોપ ઈન્સ્યોરન્સ એન્ડ્રોઈડ એપ, એગ્રીમાર્કેટ, ઈફ્કો કિસાન અને આઈસીએઆર કૃષિ જ્ઞાન જેવી તમામ એપ્સને એકીકૃત કરવા પર વિચાર કરી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે સુપર એપ હેઠળ આવતા તમામ એપ્સથી ખેડૂતોને સેવાઓ પસંદ કરવામાં મદદ મળશે. આ એપ લાવવાનો મુખ્ય હેતુ એ છે કે ખેડૂતોને સંબંધિત એપ શોધવામાં સરળતા રહે.
એપ દ્વારા વૈજ્ઞાનિકો ખેડૂતો સાથે સીધો સંપર્ક કરી શકશે
હાલમાં જ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે (Narendra Singh Tomar) આ એપના ડેવલપમેન્ટને લગતા સંબંધિત અધિકારીઓ સાથે વાત કરી છે. ઓફિશિયલ સૂત્રોનું કહેવું છે કે, આ સુપર એપ આગામી થોડા અઠવાડિયામાં લોન્ચ થઈ શકે છે. એટલું જ નહીં આ સુપર એપનો ઉપયોગ ખેડૂતોને પાક ઉત્પાદન અને નવી ટેક્નોલોજીની જાણકારી આપવા માટે પણ કરવામાં આવશે. આ એપ દ્વારા વૈજ્ઞાનિકો ખેડૂતો સાથે સીધો સંપર્ક કરી શકશે. આ રીતે બજારથી લઈને પાકના વિકાસ સુધીની તમામ માહિતી ખેડૂતોની આંગળીના ટેરવે હશે. કૃષિ ક્ષેત્ર અત્યાર સુધી ડિજિટલ વિશ્વ સાથે થોડું ઓછું જોડાયેલું છે, ત્યારે આ એપ લોન્ચ થયા પછી આવનારા સમયમાં તે હાઇટેક બની શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર