હવે ફાઈવ સ્ટાર હોટલ્સમાં થશે corona દર્દીઓની સારવાર, દિલ્હી સરકારે શરૂ કરી ટેકઓવરની પ્રક્રિયા

હવે ફાઈવ સ્ટાર હોટલ્સમાં થશે corona દર્દીઓની સારવાર, દિલ્હી સરકારે શરૂ કરી ટેકઓવરની પ્રક્રિયા
ફાઈલ તસવીર

દિલ્હી સરકારે હોસ્પિટલોમાં બેડની અછતને ધ્યાનમાં રાખીને ખાનગી હોટલ્સને હોસ્પિટલમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના અંતર્ગત ખાનગી હોટલ્સને ટેકઓવર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

 • Share this:
  નવી દિલ્હી:  હવે દિલ્હીમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમિત દર્દીઓ માટે હોસ્પિટલોમાં બેડના અભાવના કારણે દર્દીઓને (corona patient) ભટકવું નહીં પડે. દિલ્હી સરકારે (Delhi Government) હોસ્પિટલોમાં બેડની અછતને ધ્યાનમાં રાખીને ખાનગી હોટલ્સને હોસ્પિટલમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના અંતર્ગત ખાનગી હોટલ્સને ટેકઓવર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

  હોટલ્સને ટેકઓવર કરવાની પ્રક્રિયા શરુ


  જે હોટલ્સને ટેકઓવર કરવામાં આવી રહી છે. એમાં દિલ્હીની સૂર્યો હોટલ (Surya Hotel), ક્રાઉન પ્લાઝા (Crowne Plaza), સિદ્ધાર્થ હોટલ (Siddharth Hotel), શેરેટન (Sheraton Hotel) અને જીવીતેશ હોટલ (Jeevitesh Hotel)નો સમાવેશ થયો છે. આ પાંચ હોટલને દિલ્હીના પાંચ બેડ હોસ્પિટલ સાથે અટેચ કરવામાં આવી રહી છે. દિલ્હી સરકાર તરફથી અટેચ કરવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે.

  આ પણ વાંચોઃ-પત્નીએ ચા બનાવી પોતે પી લીધી, પતિને ન આપી, શંકી પતિએ પત્ની હત્યા કરી, પોતાનું પણ કળું કાપ્યું

  દિલ્હી સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ હોટલ્સ જેની સાથે પાંચ હોસ્પિટલો અટેચ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં સરિતા વિહાર સ્થિત અપોલો હોસ્પિટલ (Apollo Hospital), બત્રા હોસ્પિટલ (Batra Hospital), રાજેન્દ્ર પ્લેસ સ્થિત બીએલ કપૂર હોસ્પિટલ (BL Kapoor Hospital), સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલ (Max Hospital), કરોલ બાગ નજીક આવેલી સર ગંગા રામ હોસ્પિટલ (Gangaram Hospital)નો સમાવેશ થાય છે.

  આ પણ વાંચોઃ-સાવધાન! સુરતમાં ક્લસ્ટર એરિયામાંથી બહાર નીકળી યુવકે ઉતાર્યો પોલીસનો વીડિયો, પછી ભારે પસ્તાયો

  સુત્રોના જણાવ્યા પ્રમાણે સરકારે સૂર્યા હોટલને એપોલો હોસ્પિટલ, ક્રાઉન પ્લાઝા હોટલને બત્રા હોસ્પિટલ, સિદ્ધાર્થ હોટલને બીએલ કપૂર હોસ્પિટલ, શેરેટન સાકેતને મેક્સ સાકેત અને જીવીતેશ હોટલને ગંગા રામ હોસ્પિટલની સાથે અટેચ કરવાનો નિર્ણય કર્યો છે. હવે આ હોસ્પિટલોના દર્દીઓને જરૂરિયાત પ્રમાણે દર્દીઓને આ હોટલમાં રાખવામાં આવશે અને ત્યાં સ્વાસ્થ્ય સુવિધા પણ આપવામાં આવશે.

  આ પણ વાંચોઃ-કોરોનાની સારવારમાં વપરાતા આ ઈન્જેક્શન અંગે MLA જિગ્નેશ મેવાણીએ સરકાર ઉપર કર્યા ગંભીર આક્ષેપ

  મુખ્યમંત્રીએ કહ્યું કે હોસ્પિટલ્સમાં બેડની કમી નથી
  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પ્રમાણે હોસ્પિટલોમાં બેડ અછત ન પડે. ઓક્સિજનની સપ્લાઈ બાધિત ન હો, તેની વ્યવસ્થા કરવામાં આવી છે. 2100 દર્દીઓ હજી હોસ્પિટલમાં છે. એક સપ્તાહ 4500 બેડ હતા. જેમાં 2100 બેડ વધારવામાં આવ્યા છે. એટલે કે 6600 બેડ અત્યારે ઉપલબ્ધ છે. 5 જૂન સુધી દિલ્હીમાં 9500 બેડ ઉપલબ્ધ થશે.
  Published by:News18 Gujarati
  First published:May 30, 2020, 19:12 pm

  ટૉપ ન્યૂઝ