Home /News /national-international /Pakમાં હવે ખ્રિસ્તી વ્યક્તિની હત્યા, અગાઉ હિન્દુ ડૉક્ટર, શીખ દુકાનદારની પણ કરવામાં આવી હત્યા, લઘુમતીઓ મુકાયાં મુશ્કેલીમાં

Pakમાં હવે ખ્રિસ્તી વ્યક્તિની હત્યા, અગાઉ હિન્દુ ડૉક્ટર, શીખ દુકાનદારની પણ કરવામાં આવી હત્યા, લઘુમતીઓ મુકાયાં મુશ્કેલીમાં

હવે પાકિસ્તાનમાં એક ખ્રિસ્તી વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. (ANI ફાઇલ)

Pakistan Christian Man Murder: હવે પાકિસ્તાનમાં એક ખ્રિસ્તી વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, ગોળી વાગવાથી તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પેશાવર : પાકિસ્તાનમાં શનિવારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના પેશાવરમાં એક મોટી ઘટના બની હતી. અહીં એક ખ્રિસ્તી વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે, આ ઘટના મૃતકના ઘર પાસે બની હતી. મૃતકની ઓળખ કાશિફ નામના વ્યક્તિ તરીકે થઈ છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર 24 કલાકમાં લઘુમતીઓ પર હુમલાની આ બીજી ઘટના છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કાશિફની અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી. જ્યારે હુમલો થયો ત્યારે કાશિફ તેના ઘરે હાજર હતો.

ગોળી વાગતાં કાશિફનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટના પરસ્પર અદાવતના કારણે બની છે કે, પછી તેની પાછળ કોઈ અન્ય કારણ છે, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ પણ આરોપીઓની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

24 કલાકમાં બીજી ઘટના

કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં પેશાવરમાં લઘુમતીઓને નિશાન બનાવીને મારવાની આ બીજી ઘટના છે. દયાલ સિંહ નામના શીખ વેપારીની શુક્રવારે હત્યા કરવામાં આવી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, દિયાલ તેની બાઇક પર ક્યાંક જઈ રહ્યો હતો. આ દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિએ તેની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. પોલીસનું કહેવું છે કે, ગુનો કર્યા બાદ તે તરત જ સ્થળ પરથી ભાગી ગયો હતો.

આ પણ વાંચો : નોઈડાના રસ્તાઓ પર યુવકે કરેલા સ્ટંટ બાદ પોલીસે તેને દંડ ફટાકાર્યો, રહેશે જીવનભર યાદ...

એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારના અહેવાલ મુજબ થોડા દિવસો પહેલા સિંધમાં એક હિંદુ દુકાનદાર પર રમઝાન વટહુકમનું ઉલ્લંઘન કરવાના આરોપમાં હુમલો કરવામાં આવ્યો હતો. પેશાવરના જોગન શાહમાં ઘણા શીખ પરિવારો રહે છે. મોટાભાગના લોકો પોતાનો વ્યવસાય કરે છે, અને કેટલાક દવાની દુકાનો ચલાવે છે. પાકિસ્તાનના માનવાધિકાર આયોગના અંદાજ મુજબ, 207 મિલિયનની વસ્તીમાં મુસ્લિમોની સંખ્યા લગભગ 96 ટકા છે. તે જ સમયે, હિંદુઓ 2.1 ટકા અને ખ્રિસ્તીઓ લગભગ 1.6 ટકા છે.
First published:

Tags: Pakistan news, Terrorists