લ્યો બોલો, હવે નિતિન ગડકરી પર પણ ફિલ્મ બનશે, ડાયરેક્ટરે કહ્યું, ફિલ્મ તથ્યો આધારિત હશે

News18 Gujarati
Updated: February 16, 2019, 10:20 AM IST
લ્યો બોલો, હવે નિતિન ગડકરી પર પણ ફિલ્મ બનશે, ડાયરેક્ટરે કહ્યું, ફિલ્મ તથ્યો આધારિત હશે
ફિલ્મનું ટ્રેલર યૂ-ટ્યૂબ પર રીલિઝ કરી દેવામાં આવ્યું છે.

ફિલ્મ મેકર અનુરાગે ગત વર્ષે સપ્ટેમ્બરમાં આ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યુ હતું, 6 મહીના રિસર્ચ કર્યા બાદ તેમણે બે મહીનામાં આ ફિલ્મ સમાપ્ત કરી લીધી હતી.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: વડા પ્રધાન મોદીની બાયોપિક તૈયાર થવાની છે. અગાઉ પૂર્વ વડા પ્રધાન ડૉ.મનમોહન સિંઘના જીવન પર તૈયાર થયેલી ફિલ્મ રજૂ થઈ ગઈ હતી. યુટ્યૂબ પર રાહુલ ગાંધીના જીવન પરની બાયોપિકની ટિઝર પણ લૉન્ચ થયું છે, એવામાં હવે કેન્દ્રીય મંત્રી નિતિ ગડકરીના જીવન પર પણ ફિલ્મ તૈયાર થશે.

અમુક લોકોનો આક્ષેપ છે કે આ ફિલ્મ તેમણે પ્રચાર માટે તૈયાર કરાવી છે, જોકે, ફિલ્મ નિર્દેશ અનુરાગ ભુસારીએ આ વાતો અસ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું કે ફિલ્મ તથ્યો આધારિત છે. આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાંજ યૂ-ટ્યૂબ પર તૈયાર કરવામાં આવ્યું છે.

ફિલ્મ નિર્દેશક અનુરાગ ભુસારીએ જણાવ્યું હતું કે મે નીતિન ગડકરીના જીવનને સંતુલિત રીતે દર્શાવ્યું છે. તેમણે કહ્યું, “ તાજેતરમાં રાજનેતાઓના જીવન પર અનેક ફિલ્મો બની છે, જેનો ઉપયોગ પ્રચાર માટે કરવામાં આવ્યો છે. પરંતુ હું ઑડિયન્સને વિશ્વાસ અપાવવા માંગુ છું કે આ ફિલ્મમાં હકિકત જ દર્શાવવામાં આવી છે.”

આ પણ વાંચો: સોનિયા ગાંધી પણ ગડકરીના કામથી પ્રભાવિત, લોકસભામાં મેજ થપથપાવી કરી પ્રશંસા

અનુરાગે વધુમાં જણાવ્યું હતું કે મેં ફિલ્મમાં નીતિન ગડકરી સારા વ્યક્તિ છે, તેવું દર્શાવવાનો પ્રયાસ કર્યો નથી. પરંતું મે ફિલ્મમાં તેમના જીવનના સંઘર્ષને દર્શાવ્યો છએ. મે તથ્યોને આધારે આ ફિલ્મ તૈયાર કરી છે, જેમાં તેમનું જીવન, રાજકીય યાત્રાથી લઈને કેન્દ્રીય મંત્રી બનવા સુધી જર્ની દર્શાવવામાં આવી છે.

ગડકરીએ કહ્યુંઃ સપના એવા દેખાડવા જે પૂરા કરી શકો, નહીં તો જનતા ધોલાઇ કરે છેઅનુરાગ ભુસારીએ ગત વર્ષે ડિસેમ્બરમાં ફિલ્મનું કામ શરૂ કર્યું હતું. તેમણે 6 મહીના રિસર્ચ કરી અને બે મહીનામાં ફિલ્મ સમાપ્ત કરી નાંખી છે. તેમના મતે આ ફિલ્મ ક્રાઉડ ફન્ડિંગથી તૈયાર કરાઈ છે. ફિલ્મ તૈયાર કરવા માટે નીતિન ગડકરીના પત્ની કંચન ગડકરી સાથે ચર્ચા થઈ હતી અને ગડકરીના એક નાનપણના મિત્ર સાથે પણ વાતચીત થઈ હતી.

શિવસેનાના સાંસદનો દાવો, ગડકરી 2019માં ત્રિશંકુ લોકસભાની રાહ જોઈ રહ્યા છે
First published: February 16, 2019, 10:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading