ચીન સાથે સરહદ વિવાદને લઈને આગળ પણ અજિત ડોભાલના હાથમાં રહેશે આગેવાની!

News18 Gujarati
Updated: July 6, 2020, 7:01 PM IST
ચીન સાથે સરહદ વિવાદને લઈને આગળ પણ અજિત ડોભાલના હાથમાં રહેશે આગેવાની!
ચીનની સાથે સરહદ વિવાદને લઈને આગળ પણ અજિત ડોભાલના હાથમાં રહેશે આગેવાની!

ભારત તરફથી સરહદ વિવાદને લઈને વિશેષ પ્રતિનિધિ નિયુક્ત કરવામાં આવેલા અજિત ડોભાલની ચીની વિદેશ મંત્રી સાથે થયેલી વાતચીત પછી હવે સ્થિતિ સામાન્ય થતી જોવા મળી છે

  • Share this:
નવી દિલ્હી : ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (National Security Adviser)અજિત ડોભાલ અને ચીની વિદેશ મંત્રી વાંગ યી (Wang Yi)ની વાતચીત પછી સરહદ વિવાદ ધીમો પડતો દેખાય છે. છેલ્લા લગભગ બે મહીનાથી ચાલી રહેલ સરહદ વિવાદ ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ પછી વધી ગયો હતો. ત્રણ રાઉન્ડમાં થયેલી સૈન્ય અધિકારી સ્તરની વાતચીતમાં કોઈ સમાધાન થયું ન હતુ. 5 જુલાઈના રોજ ભારત તરફથી સરહદ વિવાદને લઈને વિશેષ પ્રતિનિધિ નિયુક્ત કરવામાં આવેલા અજિત ડોભાલની ચીની વિદેશ મંત્રી સાથે થયેલી વાતચીત પછી હવે સ્થિતિ સામાન્ય થતી જોવા મળી છે. ચીની વિદેશ મંત્રી વાંગ યીને વિશેષ પ્રતિનિધિની નિમણુંક કરી છે.

ડોભાલનો મોટો રોલ

ભારત સરકાર દ્વારા જાહેર કરેલી વિજ્ઞપ્તિના મતે સરહદ વિવાદને લઈને બંને વિશેષ પ્રતિનિધિઓની વચ્ચે સરહદ વિવાદ પર ખુલીને વાતચીત કરી હતી. વાતચીતમાં આ વાત પર સહમતિ બની છે કે ભારત ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા પર બંને પક્ષ પોતાની સેનાઓને પાછળ હટાવશે. સરહદ પર શાંતિ બનાવી રાખવી સૌથી મોટી પ્રાથમિકતા માનવામાં આવી છે. સરહદ પરથી સેના હટાવવાનું કામ ચરણબદ્ધ રીતથી કરવામાં આવશે. વાસ્તવિક નિયંત્રણ રેખાનું સન્માન કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી સ્થિતિ ઊભી ન થાય જેનાથી શાંતિને ખતરો થાય. સાથે સહમતિ બની છે કે બંને દેશોમાં સૈન્ય અને રાજનિતિક સ્તર પર વાતચીત ચાલુ રહેવી જોઈએ.

આ પણ વાંચો - ટી-20 વર્લ્ડ કપના સ્થાને થશે આઈપીએલનું આયોજન!

વાતચીત કરતા રહેશે બંને વિશેષ પ્રતિનિધિસૌથી વિશેષ વાત આ છે કે હવે બંને વિશેષ પ્રતિનિધિ સરહદના મામલા પર એક-બીજા સાથે ભવિષ્યમાં વાતચીત ચાલુ રાખશે. આ વાતચીત અન્ય બધા સ્તરની વાતચીત સાથે ચાલુ રહેશે. સૈન્ય અધિકારી સ્તર અને રાજનિતિક સ્તરની વાતચીત સિવાય પણ અજિત ડોભાલ અને ચીની વિદેશ મંત્રી એક-બીજા સાથે સંપર્કમાં રહેશે. એવો નિર્ણય એટલા માટે કરવામાં લેવામાં આવ્યો છે કારણ કે ભવિષ્યમાં સરહદ પર કોઈ પણ પ્રકારની મોટી સમસ્યાની સ્થિતિને નિવારી શકાય. આ બંને નજર રાખશે કે સરહદ પર બંને પક્ષો તરફથી દ્વિપક્ષીય પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે.
Published by: Ashish Goyal
First published: July 6, 2020, 6:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading