હવે શ્રમિક ટ્રેનમાં 1200ના બદલે 1700 લોકો મુસાફરી કરી શકશે, ટ્રેન ત્રણ જગ્યાએ ઊભી રહેશે : રેલવે

News18 Gujarati
Updated: May 11, 2020, 12:38 PM IST
હવે શ્રમિક ટ્રેનમાં 1200ના બદલે 1700 લોકો મુસાફરી કરી શકશે, ટ્રેન ત્રણ જગ્યાએ ઊભી રહેશે : રેલવે
પ્રતિકાત્મક તસવીર

પ્રવાસી મુસાફરોને તેમના વતન પહોંચાડવા માટે ભારતીય રેલવે તરફથી આશરે 350 ટ્રેન ચલાવવામાં આવી રહી છે. આ ટ્રેનો રાજ્ય સરકારની ભલામણ પ્રમાણે ચલાવવામાં આવે છે.

  • Share this:
નવી દિલ્હી : કોરોના મહામારી (Coronavirus Pandemic)ને કારણે હાલ દેશમાં લૉકડાઉન (Lockdown)નો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. લૉકડાઉનમાં ફસાયેલા મજૂરોને પરત મોકલવા માટે રેલવી તરફથી આશરે 350 શ્રમિક ટ્રેન (Shramik Special Train) ચલાવવામાં આવી રહી છે. આ નૉનસ્ટૉપ સ્પેશિયલ ટ્રેનો રાજ્ય સરકારની ભલામણ પ્રમાણે, તેમના દ્વારા આપવામાં આવેલી ટિકિટના આધારે ચલાવવામાં આવી રહી છે. અત્યાર સુધી આ ટ્રેનોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing)નું ધ્યાન રાખીને 1200 યાત્રિકોને બેસડાવામાં આવતા હતા. પરંતુ હવે રેલવેનું કહેવું છે કે આ ટ્રેનોમાં 1700 લોકો મુસાફરી કરી શકશે. સાથે જ આવી ટ્રેનો હવે ત્રણ જગ્યાએ ઊભી પણ રહેશે.

બીજી તરફ હોમ સેક્રેટરીએ રાજ્ય સચિવોને આદેશ કર્યો છે કે પ્રવાસી મજૂરો જો પગપાળા ચાલતા દેખાય તો તેમને સમજાવીને શેલ્પર હાઉસમાં લઈ જવામાં આવે. તેમના માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવે. જે બાદમાં શ્રમિક સ્પેશિયલ ટ્રેન મારફતે તેમને ઘરે પહોંચાડવામાં આવે.

આ પણ વાંચો : ટિકટોક સ્ટાર અલ્પિતા ચૌધરીએ કોરોનાને હરાવ્યો, વીડિયો જાહેર કરી ખુશી વ્યક્ત કરી

નોંધનીય છે કે લૉકડાઉમાં ફસાયેલા મજૂરોને તેમને વતન એટલે કે રાજ્યમાં પહોંચાડવા માટે ભારતીય રેલવે તરફથી અમુક ખાસ શ્રમિક ટ્રેન ચલાવવામાં આવી રહી છે. આ ટ્રેન રાજ્ય સરકારોની ભલામણોને આધારે ચલાવવામાં આવી રહી છે. હવે જ્યારે મુસાફર ટ્રેનો પણ શરૂ થઈ રહી છે ત્યારે તેનાથી આ ટ્રેનને કોઈ જ વિઘ્ન નહીં આવે. આ ટ્રેનો તેમના સમય અને રાજ્ય સરકારની વિનંતી પ્રમાણે ચાલતી જ રહેશે.

12મીથી 15 પેસેન્જર ટ્રેન દોડશે

ભારતીય રેલવે (Indian Railways)એ રવિવારે કહ્યું કે તેમની યોજના 12 મેથી તબક્કાવાર પેસેન્જર ટ્રેન સેવાઓ શરૂ કરવાની છે, અને શરૂઆતમાં પસંદગીના રૂટો પર 15 ટ્રેન (અપ-ડાઉન મળીને 30 ટ્રેનો) દોડાવવામાં આવશે. રેલવેએ કહ્યું કે આ ટ્રેનોમાં સીટો રિઝર્વ (Reserved Seats) કરાવનારા મુસાફરોને પ્રસ્થાન સમયથી ઓછામાં ઓછા એક કલાક પહેલા રેલવે સ્ટેશન પહોંચવું પડશે. ભારતીય રેલવેએ કહ્યું કે શરૂઆતમાં તમામ 15 રાજધાની ટ્રેનો (Rajdhani Trains)ના રૂટ પર એરકન્ડીશન્ડ સેવાઓ શરૂ થશે અને તેનું ભાડું સુપર-યાસ્ટ ટ્રેનો જેટલું હશે.નવી દિલ્હીથી આ સ્થળોએ જશે ટ્રેનો

રેલવે તરફથી મળેલી જાણકારી પ્રમાણે આ ટ્રેન દિલ્હીથી ડિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભૂવનેશ્વર, સિકંદરાબાદ, ચૈન્નાઈ, બેંગલુરુ, મુંબઈ, અમદાવાદ અને જમ્મુ માટે દોડશે. અધિકારીએ જણાવ્યું કે શ્રમિક ટ્રનોથી ઊંધું આ ટ્રેનોના ડબ્બામાં તમામ 72 સીટો પર બુકિંગ થશે અને તેનું ભાડું કોઈ પણ પ્રકારની છૂટની શક્યતા નથી. ઉલ્લેખનીય છે કે શ્રમિક સ્પેશલ ટ્રેનોમાં એક ડબ્બામાં મહત્તમ 54 મુસાફરોને પ્રવાસ કરવાની મંજૂરી છે.
First published: May 11, 2020, 12:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading