Home /News /national-international /એક્સાઈઝ ડ્યુટીમાં જંગી ઘટાડા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ કેટલા ગગડશે? વાંચો દેશ-દુનિયાના ટોપ 10 સમાચારો

એક્સાઈઝ ડ્યુટીમાં જંગી ઘટાડા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ કેટલા ગગડશે? વાંચો દેશ-દુનિયાના ટોપ 10 સમાચારો

4 નવેમ્બર 2021થી પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં રેકોર્ડ ઘટાડો કરવામાં આવી રહ્યો છે. (file photo)

કેન્દ્ર સરકારે દિવાળી (Diwali 2021)ની પૂર્વ સંધ્યાએ દેશને મોટી ખુશખબરી આપી છે. મોદી સરકારે (Modi Government) જાહેરાત કરી છે કે આજથી એટલે કે 4 નવેમ્બર 2021થી પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં રેકોર્ડ ઘટાડો કરવામાં આવી રહ્યો છે. વાંચો ટોપ 10 સમાચારો.

વધુ જુઓ ...
  નવી દિલ્હી. રશિયાના જણાવ્યા મુજબ રિસર્ચ પરથી એવું માલમ પડ્યું છે કે સ્પુતનિક લાઈટ વેક્સીન રસીકરણના ત્રણ મહિના પછીથી ડેલ્ટા વેરિયન્ટ પર આશરે 70 ટકા અસર દેખાડે છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે સ્પુતનિક લાઇટ માત્ર પ્રાથમિક રસી માટે જ નહીં પરંતુ પ્રથમ કોવિડ-19 ચેપ પછી રસીકરણ માટે પણ અસરકારક હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ભારતે 10 ઓક્ટોબરે કોવિડ-19 વિરોધી રસી સ્પુતનિક લાઇટની નિકાસને પણ મંજૂરી આપી હતી. ડ્રગ રેગ્યુલેટરે એપ્રિલમાં સ્પુતનિક Vના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હતી. તો, કેન્દ્ર સરકારે દિવાળી (Diwali 2021)ની પૂર્વ સંધ્યાએ દેશને મોટી ખુશખબરી આપી છે. મોદી સરકારે (Modi Government) જાહેરાત કરી છે કે આજથી એટલે કે 4 નવેમ્બર 2021થી પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં રેકોર્ડ ઘટાડો કરવામાં આવી રહ્યો છે.

  નાણા મંત્રાલયે કહ્યું કે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી (Excise Duty)માં 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાની મોટી રાહત આપવામાં આવી રહી છે. મંત્રાલયે કહ્યું કે આનાથી છૂટક ગ્રાહકોને બંને ઈંધણની ભારે કિંમતોથી મોટી રાહત મળશે.

  અહીં વાંચો દેશ અને દુનિયાના ટોપ 10 સમાચારો...

  કોરોના સંક્રમિત લોકોમાં સિંગલ ડોઝવાળી સ્પુતનિકથી બની મજબૂત એન્ટીબોડી

  કોરોના વાયરસ (Coronavirus in India)ની ચપેટમાં આવી ચૂકેલા લોકો પર રશિયાની એક ડોઝવાળી સ્પુતનિક લાઈટ વેક્સીન (Sputnik Light Vaccine) વધુ સુરક્ષિત અને સારી ઇમ્યુનીટી આપનારી સાબિત થઈ છે. લેસેન્ટ જર્નલમાં પ્રકાશિત વેક્સીનના પહેલા અને બીજા ચરણના ટ્રાયલ્સના પરિણામમાં આ વાત સામે આવી છે. ગયા વર્ષે લોન્ચ થયેલી બે ડોઝવાળી સ્પુતનિક V વેક્સીનનું હળવું રૂપ ગણવામાં આવતી આ સિંગલ ડોઝ વેક્સીન પહેલા જ સ્ટડીના અંતિમ ચરણમાં પહોંચી ચૂકી છે અને રશિયામાં તેનો ઘણો ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ પશ્ચિમી જર્નલમાં તેના પ્રારંભિક તબક્કાના પરિણામોનું પ્રકાશન એક સીમાચિહ્નરૂપ છે કારણ કે રશિયા સ્પુતનિક લાઇટ રસીની નિકાસ માટે પોતાની મુખ્ય રસી બનાવવા માટે આગળ વધી રહ્યું છે.

  Petrol Diesel Prices Update: જાણો એક્સાઈઝ ડ્યુટીમાં જંગી ઘટાડા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેટલો ઘટાડો થશે

  દિવાળી એટલે કે 4 નવેમ્બર 2021ની સવારે 6 વાગ્યે એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ હાલના રૂ. 110.04થી ઘટીને રૂ. 105.04 પ્રતિ લિટર થઈ જશે. તો ડીઝલની કિંમત વર્તમાન 98.42 રૂપિયાથી ઘટીને 88.42 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે. નાણા મંત્રાલયે કહ્યું કે કેન્દ્ર સરકારે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીમાં રેકોર્ડ ઘટાડાનો મહત્વનો નિર્ણય લીધો છે. હવે આ જ પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે. તો ઓઈલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, એપ્રિલ-ઓક્ટોબર 2021 દરમિયાન વપરાશના આધારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થવાને કારણે સરકારને દર મહિને 8,700 કરોડ રૂપિયાની આવકનું નુકસાન થશે. આના આધારે સરકારને એક વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયાની આવકનું નુકસાન થશે.

  સરકારની રાહત બાદ આ 6 એનડીએ શાસિત રાજ્યોએ પેટ્રોલ-ડીઝલ પરથી હટાવ્યો વેટ

  સામાન્ય લોકોને મોંઘવારીમાંથી થોડી રાહત આપવા બુધવારે સરકારે મહત્વના પગલા લીધા છે. ઈંધણના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં અનુક્રમે રૂ. 5 અને રૂ. 10નો ઘટાડો કર્યો છે. સરકારના આ નિર્ણય બાદ ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આસામ સરકારે બુધવારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં 7 રૂપિયાનો ઘટાડો કર્યો છે. બિહાર સરકારે પણ પેટ્રોલ અને ડીઝલના વેટમાં 1.30 રૂપિયા અને 1.90 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તો કર્ણાટક સરકારે પણ પેટ્રોલ અને ડીઝલ પર 7 રૂપિયાનો વેટ ઘટાડવાની જાહેરાત કરી છે.

  T20 WC: ભારતે અફઘાનિસ્તાનને હરાવ્યું, T20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ જીત નોંધાવી

  બુધવારે અબુધાબીમાં રમાયેલી સુપર-12 સ્ટેજની મેચમાં અફઘાનિસ્તાન (India vs Afghanistan) ને 66 રનથી હરાવીને ટીમ ઈન્ડિયાએ દમદાર પ્રદર્શન કર્યું. આ રીતે, વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાની હેઠળની ટીમે T20 વર્લ્ડ કપ (T20 World Cup 2021)માં પ્રથમ જીત નોંધાવી. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 210 રનનો મોટો સ્કોર બનાવ્યો, જે વર્તમાન ટુર્નામેન્ટનો સર્વોચ્ચ સ્કોર પણ છે. આ પછી અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 144 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ 74 રન બનાવનાર રોહિત શર્મા (Rohit Sharma)ને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

  તેજ ઝડપે પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે ચીન, અમેરિકાના સંરક્ષણ વિભાગની ચોંકાવનારી રિપોર્ટમાં થયો ખુલાસો

  સમાચાર એજન્સી એપીની રિપોર્ટ અનુસાર, આગામી 6 વર્ષમાં ચીન પાસે
  700થી વધુ પરમાણુ હથિયાર હશે. 2030 સુધીમાં આ સંખ્યા 1000નો આંકડો પણ પાર કરી શકે છે. જો કે રિપોર્ટમાં એ નથી જણાવવામાં આવ્યું કે ચીન પાસે હાલમાં કેટલા પરમાણુ હથિયારો છે. પરંતુ એક વર્ષ પહેલા પેન્ટાગોને કહ્યું હતું કે આ સંખ્યા 200થી ઓછી હોઈ શકે છે. ત્યારે પેન્ટાગોને અનુમાન લગાવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં આ સંખ્યા બમણી એટલે કે ચારસો સુધી થઈ શકે છે.

  સાવધાન! સુરતમાં ત્રણ વર્ષના બાળકે પોપ-અપ ફટાકડા ખાધા, ઝાડા-ઉલ્ટીથી મોત

  કેટલાક વાલીઓ પોતાના બાળકોને ફટાકડા સાથે એકલા છોડી દે છે અને ક્યારેક
  ગંભીર દુર્ઘટના પણ થાય છે. આવી જ એક આંખ ઉઘાડી દે તેવી ઘટના ગુજરાત (Gujarat) ના સુરત (Surat)માં બની હતી. સુરતના ડિંડોલીમાં ત્રણ વર્ષના બાળકે પોપ-અપ ફટાકડા ખાઈ લીધા. ઝાડા-ઉલ્ટીના કારણે બાળક ગંભીર રીતે બિમાર પડતાં તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો અને બાળક દ્વારા ફટાકડા ખાવા અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. આ સાથે તબીબોએ તમામ વાલીઓને દિવાળીના ફટાકડાથી સાવચેત રહેવા અપીલ કરી છે.

  રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે નિયુક્ત, ન્યૂઝીલેન્ડ સિરીઝથી સંભાળશે કમાન

  પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડ (Rahul Dravid) ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ
  બનશે. T20 વર્લ્ડ કપ (T20 વર્લ્ડ કપ 2021) બાદ વર્તમાન કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri)નો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. દ્રવિડ વર્લ્ડ કપ બાદ ન્યુઝીલેન્ડ સામેની હોમ સીરીઝમાં ટીમનું નેતૃત્વ કરશે. રાહુલ દ્રવિડ હાલમાં બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના પ્રમુખ તરીકે કામ કરી રહ્યો છે. ઘણા જુનિયર ખેલાડીઓને તૈયાર કરવાનો શ્રેય તેને જાય છે. દ્રવિડનો કરાર પહેલા 2023 સુધીનો રહેશે.

  આ પણ વાંચો: Coronaને ગંભીર થતા રોકશે આ નવી એન્ટિબોડીઝ, વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા

  Clubhouseમાં નવી સુવિધા, 13 ભાષાઓ માટે સપોર્ટ સિસ્ટમ શરૂ

  લોકપ્રિય ઓડિયો ચેટ એપ ક્લબહાઉસે (Clubhouse) પોતાની પહોંચ વિસ્તારવા માટે એપમાં 13 નવી ભાષાઓ ઉમેરી છે. કંપનીએ બુધવારે જણાવ્યું હતું કે, તે હિન્દી, કન્નડ, મલયાલમ, તમિલ અને તેલુગુ સહિત 13 નવી ભાષાઓમાં એન્ડ્રોઇડ ફોનના વપરાશકર્તાઓ માટે સ્થાનિક ભાષામાં સપોર્ટ સિસ્ટમ શરુ કરી રહી છે.

  KBC 13: અમિતાભ બચ્ચને કન્ટેસ્ટન્ટે પૂછ્યું- ‘તમે સ્ટ્રેસ કઈ રીતે હેન્ડલ કરો છો?’ બિગબીએ આપ્યો મજેદાર જવાબ

  કેબીસી13 (KBC 13)ના લેટેસ્ટ એપિસોડમાં કન્ટેસ્ટન્ટ તરીકે આવેલી ડોક્ટર તરણજોત જૌર (Dr. Taranjot Kaur) ડોક્ટર હોવા ઉપરાંત એક ડાન્સર, પેઈન્ટર અને ગિટારિસ્ટ પણ છે. જ્યારે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) તેને પૂછે છે કે આટલી બધી વસ્તુ કરવા માટે સમય ક્યાંથી મળે છે? ત્યારે સામે તરણજોત અમિતાભ બચ્ચનને પૂછે કે તમે સ્ટ્રેસ કઈ રીતે હેન્ડલ ક્રરો છો? બિગબી તેનો જવાબ આપતાં કહે છે કે, પહેલા તો માનવું પડે છે કે તમને સ્ટ્રેસ છે. પછી વિચારવું પડે છે કે એ કયું કારણ છે જેનાથી તમે તણાવ અનુભવી રહ્યા છો. અંતમાં કોઈને કોઈ સમસ્યા કે સ્ટ્રેસનું સમાધાન નીકળી જ આવે છે એ વિચારીને આગળ વધવું જોઈએ. પછી સ્ટ્રેસ આપોઆપ દૂર થઈ જાય છે.

  આ પણ વાંચો: વિનોદ રાયે સંજય નિરુપમની માફી માગી, કોંગ્રેસે કહ્યું- UPA વિરુદ્ધ ષડયંત્રમાં 'મુખ્ય કઠપૂતળી' હતા પૂર્વ CAG

  વાયુસેનાએ બાલાકોટ એર સ્ટ્રાઇકના હીરો અભિનંદનને આપ્યુ પ્રમોશન, બન્યા ગ્રુપ કેપ્ટન

  ભારતીય વાયુસેનાએ બાલાકોટ એર સ્ટ્રાઇક હીરો (Balakot Airstrike Hero) વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન (Abhinandan Varthaman)ને પ્રમોશન આપ્યુ છે. અભિનંદનને હવે ગ્રુપ કેપ્ટનનો રેન્ક (group captain rank) આપવામાં આવ્યો છે. 26 ફેબ્રુઆરી, 2019ના રોજ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં પ્રવેશ કર્યો હતો અને આતંકવાદી કેમ્પને નિશાન બનાવ્યો હતો. આ હુમલાથી મૂંઝવણમાં મુકાયેલા પાકિસ્તાને બીજા દિવસે ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આઇએએફના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમને ડોગફાઇટમાં નિયંત્રણ રેખા નજીક મિગ-21થી પાકિસ્તાનના એફ-16 ફાઇટર જેટને ઠાર માર્યું હતું.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Amitabh bachchan અમિતાભ બચ્ચન, International news, National news, Petrol and diesel, Petrol Diese price, Sputnik-V, Wing Commander Abhinandan

  विज्ञापन
  विज्ञापन