કુખ્યાત ગેંગસ્ટર અને ડ્રગ્સ પેડલર ઈબ્રાહિમ મુઝાવર ઝડપાયો, અંડરવર્લ્ડ ડોન દાઉદથી મોટો ડોન બનવાની છે ઈચ્છા

કુખ્યાત ગેંગસ્ટર અને ડ્રગ્સ પેડલર ઈબ્રાહિમ મુઝાવર ઝડપાયો, અંડરવર્લ્ડ ડોન દાઉદથી મોટો ડોન બનવાની છે ઈચ્છા
આરોપી અને ગાડીની તસવીર

ઈબ્રાહિમ પોતાની મર્સિડીઝ કારથી ડ્રગ્સની સપ્લાઈ કરતો હતો. એનસીબીએ મર્સિડીઝ કારને પણ જપ્ત કરી દીધી હતી.

  • Share this:
    મુંબઈઃ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ (Bureau of Narcotics Control) મુંબઈના લોખંડવાલા વિસ્તારમાં ગેંગસ્ટર (Gangster) અને ડ્રગ પેડલરની ધરપકડ (Drug peddler) કરી હતી. આરોપીની ઓળખાણ ઈબ્રાહિમ મુઝાવરના રૂપમાં થઈ હતી. જેણે પોતાનું ઉપનામ ઈબ્રાહિમ કાસકર બતાવ્યું હતું. ઈબ્રાહિમ કાસકર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના (Underworld don Dawood Ibrahim) પિતાનું નામ છે.

    મળતી માહિતી પ્રમાણે ઈબ્રાહિમ મુઝાવરને 100 ગ્રામ મેફેડ્રોનની સાથે ધરપકડ કરી હતી. જેની કિંમત 10 લાખ રૂપિયા માનવામાં આવી રહી છે. ઈબ્રાહિમે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે અંડરવરલ્ડ ડોન દાઉદથી ખૂબ જ પ્રભાવીત હતો. તેને તેનાથી પણ મોટો ગેંગસ્ટર બનાવું હતું. ઈબ્રાહિમ પોતાની મર્સિડીઝ કારથી ડ્રગ્સની સપ્લાઈ કરતો હતો. એનસીબીએ મર્સિડીઝ કારને પણ જપ્ત કરી દીધી હતી.



    ઉલ્લેખનીય છે કે એનસીબીએ ડોંગરી દક્ષિણ મુંબઈમાં ત્રણ સ્થળો ઉપર રેડ કરી હતી. જ્યાં ઈબ્રાહિમને ડ્રગ્સની સપ્લાઈ કરનારને ચરલ સાથે દબોચી લીધો હતો. એનસીબીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પ્રારંભિત કપાસમાં ખુલાસો કર્યુો કે જપ્ત ડ્રગ દક્ષિણ મુંબઈના ડોંગરીના આસિફ રાજકોટવાલાથી તેને મળ્યું હતું. એનસીબી મુંબઈની ટીમે ડોંગરીના આસિફ રાજકોટવાલાની ધરપકડ કરી છે. આસિફ પાસે ચરસ પણ જપ્ત કર્યું હતું.

    આ પણ વાંચોઃ-

    ઈબ્રાહિમ અને આસિફ ગત એક વર્ષથી સાથે કામ કરે છે. ઈબ્રાહિમ ઉપર મુંબઈમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આઈપીસી અંતર્ગત પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો અને હત્યાના પ્રયાસનો કેસ ચાલી રહ્યો ચે. અત્યારે ઈબ્રાહિમ આ મામલે જામીન ઉપર બહાર હતો.

    આ પણ વાંચોઃ-

    એનસીબી અધિકારીઓને શંકા છે કે આસિફ અને ઈબ્રાહિમ એક મોટા ડ્રગ મોડ્યૂલનો ભાગ છે. અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે. ઈબ્રાહિમ પશ્ચિમી મુંબઈમાં તેના માટે કામ કરનાર અન્ય પેડલર્સની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે આસિફ ઉપર પણ શકંજો કસાઈ રહ્યો છે.



    એનસીબીના જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના જણાવ્યા પ્રમાણે ઈબ્રાહિમ એક કુખ્યાત ગેંગસ્ટર અને ડ્રગ પેડલર છે તેની ધરપકડથી એક મોટા મોડ્યુલ ઉપર નકેલ કસવામાં મદદ મળશે જેનો તે ભાગ છે. અમે સતત મુંબઈ શહેરના વિભિન્ન હિસ્સોમાં પણ પેડલર્સને લઈને છાપામારી કરી રહ્યા છે.
    Published by:ankit patel
    First published:February 08, 2021, 15:49 pm

    ટૉપ ન્યૂઝ