ભારત-પાક. તણાવની વચ્ચે તમામ એરપોર્ટથી ઉડાણો ફરી શરૂ કરવાનો આદેશ

ફાઇલ તસવીર

પ્રાથમિક રિપોર્ટ્સમાં જાનમાલને નુકસાનના કોઈ સમાચાર નથી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભારતીય જેટ તરફથી ભારતીય સીમામાં ઘૂસી આવેલા વિમાનોને ભગાડી દેવામાં આવ્યા હતા.

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી :  ભારત અને પાકિસ્તાન વચ્ચે ઊભી થયેલી તણાવ વચ્ચે દેશના 9 એરપોર્ટથી પેસેન્જર્સની અવર-જવર થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી, જેને ફરીથી શરૂ કરી દેવામાં આવી છે.

    આ પહેલા દિલ્હીથી ઉત્તરની દિશામાં સમગ્ર હવાઈ ક્ષેત્ર ખાલી કરી દેવામાં આવ્યા હતા. અધિકારીઓએ કહ્યું હતું કે શ્રીનગર અને જમ્મુમાં 9 એરપોર્ટને પાકિસ્તાનની સાથે તણાવની વચ્ચે નાગરિક હવાઈ ઉડ્ડયન માટે બુધવારે બંધ કરી દેવામાં આવ્યા હતા.

    અધિકારીએ કહ્યું હતું કે શ્રીનગર, જમ્મુ, લેહ, પઠાણકોટ, અમૃતસર, શિમલા, કાંગડા, કુલ્લુ મનાલી, પિથૌરાગઢમાં એરપોર્ટ બીજા આદેશ સુધી બંધ હતા. ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર હુમલા કર્યા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધતાં એરપોર્ટ બંધ કરવાનું પગલું લેવામાં આવ્યું હતું.

     સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે બુધવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરીના નૌશેરામાં પાકિસ્તાની જેટ ઘૂસી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાની જેટ તરફથી ભારતીય હવાઈ સીમાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જોકે, ભારતીય સેનાએ ત્વરિત કાર્યવાહી કરતા પાકિસ્તાની જેટ ભાગી ગયા હતા.

    અગાઉ જમ્મુ-કાશ્મીર તેમજ પંજાબના તમામ એરપોર્ટને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઇમરજન્સીના પગલે આવું પગલું ભરવામાં આવ્યું.

    પાકિસ્તાની જેટે બોમ્બ ફેંક્યા

    પાકિસ્તાની જેટ તરફથી ભારતીય સીમાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાના અહેવાલ વચ્ચે રાજૌરીમાં સ્કૂલોને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

    પીટીઆઈના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની જેટ તરફથી જમ્મુ-કાશ્મીરના પૂછ અને રાજૌરી સેક્ટર્સમાં બોમ્બ ફેંકવામાં આવ્યા છે. ભારતીય વાયુસેના તરફથી પીઓકેમાં ઘૂસીને બાલાકોટ સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણોમાં નષ્ટ કરવામાં આવ્યાના બીજા દિવસે પાકિસ્તાન તરફથી ભારતીય હવાઈ સીમાનું ઉલ્લંખ કરવામાં આવ્યું છે.

    પ્રાથમિક રિપોર્ટ્સમાં જાનમાલને નુકસાનના કોઈ સમાચાર નથી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભારતીય જેટ તરફથી ભારતીય સીમામાં ઘૂસી આવેલા વિમાનોને ભગાડી દેવામાં આવ્યા હતા.

    જમ્મુ-કાશ્મીરમાં કોમર્શિયલ ફ્લાઇટ સેવા બંધ કરવામાં આવી

    એવા પણ સમાચાર મળી રહ્યા છે કે ભારતીય વાયુસેના તરફથી ચંદીગઢ, લેહ અને આખા જમ્મુ અને કાશ્મીરમાં કોઈ પણ પ્રકારની કોમર્શિયલ ફ્લાઇટની ઉડાન રદ કરી દેવાના આદેશ કર્યા છે. ઇન્ડિગો અને સ્પાઇસ જેટ તરફથી આ વિસ્તારોમાં ફ્લાઇટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જમ્મુ અને શ્રીનગર એરપોર્ટને થોડા સમય માટે કોમર્શિયલ ફ્લાઇટ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. જમ્મુ અને શ્રીનગર માટે બીજા શહેરમાંથી ઉડાન ભરેલા વિમાનોને પરત મોકલી દેવામાં આવ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published: