Home /News /national-international /LACની ચિંતા નથી, ITBPના હિંમતવીર છેને, ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- ભારતની 1 ઈંચ જમીન નહિં લઈ શકે કોઈ
LACની ચિંતા નથી, ITBPના હિંમતવીર છેને, ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- ભારતની 1 ઈંચ જમીન નહિં લઈ શકે કોઈ
અમિત શાહે કહ્યું કે LAC વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેની સુરક્ષા માટે ITBPના 'હિમવીર' ત્યાં તૈનાત છે. (ફાઈલ ફોટો)
ગૃહમંત્રી અમિત શાહે ભારત-ચીન સરહદ પર સૈન્ય અથડામણ માટે વિપક્ષને નિશાન બનાવવા પર પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઈટીબીપી)ની પ્રશંસા કરી, તેમને માત્ર 'હિમવીર' કહ્યાં છે.
બેંગ્લોર: ગૃહમંત્રી અમિત શાહે ભારત-ચીન સરહદ પર સૈન્ય અથડામણ માટે વિપક્ષને નિશાન બનાવવા પર પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઈટીબીપી)ની પ્રશંસા કરી, તેમને માત્ર 'હિમવીર' કહ્યાં એટલું જ નહીં પરંતુ એમ પણ કહ્યું કે જ્યારે તેઓ સરહદ પર હોય છે, ત્યારે કોઈ અમારી એક ઇંચ જમીનનું પણ કોઈ અતિક્રમણ કરી શકતું નથી. તેમણે કહ્યું કે LAC પર બહાદુર ITBP જવાનો તૈનાત છે અને જ્યારે તેઓ ત્યાં છે ત્યારે મારે એ વિચારવાની જરૂર નથી કે ચીન LAC પર કંઈ પણ કરી શકે. અમારી જમીનનો ટુકડો લેવાની હિંમત કોઈ કરી શકે નહીં.
ITBPના રહેણાંક અને બિન-રહેણાંક સંકુલના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ITBP સૌથી દૂરના વિસ્તારોમાં કામ કરતું સુરક્ષા દળ છે. માઈનસ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં દેશની સરહદોનું રક્ષણ કરવા માટે કેટલું મજબૂત મનોબળ જોઈએ છે અને આપણા ITBP જવાનો વરસાદી બરફ વચ્ચે સરહદ પર તૈનાત છે. જ્યાં આ સૈનિકો સુરક્ષા માટે ઉભા છે, ત્યાં ભારતની એક ઈંચ જમીન પર પણ અતિક્રમણ કરવાની કોઈની હિંમત નથી.
જવાનોને હિમતવીર કહેવા, પહ્મ વિભૂષણથી પણ મોટું સન્માન ITBP જવાનોની પ્રશંસા કરતાં અમિત શાહે કહ્યું કે તેઓ કઠોર પરિસ્થિતિમાં આપણી સરહદોની રક્ષા કરે છે અને તેમના માટે 'હિમવીર'નું બિરુદ પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ કરતાં પણ મોટું છે. અમારા ITBPના જવાનો ભારત-ચીન સરહદની સુરક્ષા કરી રહ્યા છે, તેથી કોઈ બાબતની ચિંતા નથી. શાહે કહ્યું કે ITBP જવાનોની બહાદુરી જાણીતી છે અને તેથી જ લોકો તેમને 'હિમવીર' કહે છે, જે મારા મતે પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ કરતા પણ મોટા છે.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર