છત્તીસગઢ: ભારે બહુમતી તરફ કોંગ્રેસ, વિદાય થયા રમણસિંહ

પ્રતિકાત્મક તસવીર

છત્તીસગઢમાં ભાજપના રમન સિંહની 3 ટર્મથી સરકાર છે, ચૂંટણીમાં કોંગ્રેસે તેમને જોરદાર ટક્કર આપી છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: છત્તીસગઢમાં જોરદાર ઉલટફેર જોવા મળ્યો છે. કોંગ્રેસે બહુમતી તરફ પ્રયાણ કર્યા છે એન સત્તાધારી પાર્ટી ઘણી પાછળ નજરે પડી રહી છે. વલણ મુજબ કોંગ્રેસ ભારે બહુમતી તરફ છે. છેલ્લા 15 વર્ષોમાં સત્તામાં રહેલી ભાજપને સૂપડા સાફ નજરે પડી રહ્યા છે. છત્તીસગઢમાં છેલ્લી ત્રણ ટર્મથી સત્તામાં રહેલી ભાજપ સરકારને હારનો સામનો કરવો પડ્યો છે. મુખ્યમંત્રી રમણસિંહ છેલ્લા 15 વર્ષથી રાજ્યમાં સત્તા સંભાળી રહ્યા હતા તેમના માટે હવે સત્તા છોડવાનો વારો આવ્યો છે.

  છત્તીસગઢની 90 સભ્યોની વિધાનસભા માટે રિપબ્લિક-સી વોટરે એક્ઝિટ પોલમાં ભાજપને 35-43 સીટો અને કોંગ્રેસને 40-50 સીટો મળવાનું અનુમાન દશાવ્યું હતું.

  ન્યૂઝ નેશને ચૂંટણી પરિણામોના પોતાના અનુમાનોમાં ભાજપને 38-42 સીટો, કોંગ્રેસને 40-44 સીટો આપીને બંને પાર્ટીઓમાં કાંટાની ટક્કર રહેવાનું અનુમાન લગાવ્યું છે. જોકે, ટાઇમ્સ નાઉ-સીએનએક્સે છત્તીસગઢમાં ભાજપને સાધારણ બહુમત આપવાની વાત કહી હતી તે 46 સીટો પર જીત મેળી શકે છે. જોકે વિપક્ષી કોંગ્રેસને 35 સીટો જીતવાનું અનુમાન કરવામાં આવ્યું હતું. એબીપી ન્યૂઝે કહ્યું હતું કે ભાજપને 52 સીટો પર અને કોંગ્રેસને 35 સીટો પર જીત મળી શકે છે.

  બીજી તરફ, ઈન્ડિયા ટુડે-એક્સિસે અનુમાન લગાવ્યું હતું કે, 55-65 સીટો પર જીત મેળવી કોંગ્રેસ છત્તીસગઢમાં મુખ્યમંત્રી રમણ સિંહના શાસન પર વિરામ લગાવી શકે છે. તેમના મુજબ ભાજપ 21-31 સુધી અટકી જશે. તમામ એકિઝટ પોલમાં કહેવામાં આવ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીની જનતા કોંગ્રેસ છત્તીસગઢ (જોગી) અને બીએસપી ક્રમશ: ત્રણ અને આઠ સીટો જીતી શકે છે. તેના કારણે ત્રિશંકુ વિધાનસભા બનવાની સ્થિતિમાં કિંગ મેકર તરીકે ઉભરવાની તક મળી શકે છે.

  છત્તીસગઢના પહેલા મુખ્યમંત્રી રહેલા અજીત જોગી પહેલીવાર કોંગ્રેસ વગર ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે એવા ત્રણ મહત્વપૂર્ણ મુદ્દા છે જે રાજ્યના ચૂંટણી પરિણામોને નક્કી કરી શકે છે અને મજેદાર વાત એ છે કે કોઈને કોઈક રીતે જોગી સાથે જોડાયેલી છે. રાજ્યમાં જોગીનો પ્રભાવ વ્યાપક રૂપે દુર્ગ, ભિલાઈ અને રાયપુરના જિલ્લામાં છે, જેમાં પર્યાપ્ત અનુસૂચિત જાતિ-સતનામી વસતી છે. કહેવામાં આવે છે કે જોગી-બીએસપી ગઠબંધનમાં સતનામી વોટોને વહેંચીને કોંગ્રેસ પાર્ટીને નુકસાન પહોંચાડીની ક્ષમતા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે એવું થશે તો ભાજપને ફાયદો થઈ શકે છે.

  મતદાનના પહેલા ફેઝમાં 12 નવેમ્બરે નક્સલ પ્રભાવિત 18 વિધાનસભા સીટો પર અને બીજા ચરણમાં 20 નવેમ્બરે 72 સીટો પર મતદાન થયું. કોંગ્રેસ-ભાજપ બંને પાર્ટીઓ માટે આ ચૂંટણી કરો યા મરોની જેમ છે.

  ઉલ્લેખનીય છે કે, ભાજપના રમણ સિંહ સતત 3 વારથી અહીંથી મુખ્યમંત્રી છે. 2013ની ચૂંટણીમાં ભાજપને 49 સીટો મળી હતી, બીજી તરફ, મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસને 41 સીટોથી સંતોષ માનવો પડ્યો હતો. જોકે, બંને પાર્ટીઓની વચ્ચે 1 ટકાથી ઓછા વોટ શેરનો અંતર હતો.
  Published by:Mrunal Bhojak
  First published: