ઓરૈયા (ઉત્તર પ્રદેશ) : લગ્ન તુટવાના ઘણા કારણ તમે સાંભળ્યા હશે પણ ઉત્તર પ્રદેશના ઓરૈયામાં (Auraiya)જનપદમાં એક અનોખો કેસ સામે આવ્યો છે. ઓરૈયામાં વરરાજા હિન્દી અખબાર ના વાંચી શક્યો તો તેના લગ્ન તોડી નાખવામાં આવ્યા છે. આટલું જ નહીં વરરાજાના પક્ષો સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે. જોકે વરારાજાના લગ્ન તૂટવા માટે અભણ હોવાનું કારણ જવાબદાર નથી પણ ખોટ તેની આંખને લઇને સામે આવી રહી છે. વરરાજા શિક્ષિત છે પણ આંખે ઓછું દેખાવવું તેના માટે અભિશાપ બની ગયું હતું. વરરાજાને દુલ્હન તો ના મળી પણ ઉપરથી પોલીસ કેસ થયો છે.
જે ઘરમાં 2 દિવસ પહેલા મંગલ ગીતો ગવાતા હતા તે ઘરમાં સન્નાટો હતો. યૂપીના ઓરૈયા જનપદના સદર કોતવાલી ક્ષેત્રના ગ્રામ જમાલીપુરના નિવાસી અર્જુન સિંહે પોતાની પુત્રી અર્ચનાની સગાઇ અછલ્દામાં કરી હતી. ભણેલા સુશિક્ષિત યુવકને જોઈને અર્જુન સિંહે પ્રથમ નજરમાં જ યુવકને પસંદ કરી લીધો હતો. આ પછી લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. દહેજમાં મોટર સાઇકલ અને રોકડા પણ શગુનમાં આપ્યા હતા.
યુવતીના પિતા અર્જુન સિંહે જણાવ્યું કે 20 જૂને જ્યારે જાન અમારા ઘરે આવી તો વરરાજા સતત નંબરના ચશ્મા સાથે જોવા મળ્યો હતો. મહિલાઓને શંકા થઇ જેના કારણે વરરાજા શિવમને હિન્દીનું અખબાર ચશ્મા વગર વંચાવ્યું તો તે વાંચી શક્યો ન હતો. વરરાજા ચશ્મા વગર જોઈ શકતો ન હતો. આ સાંભળી દુલ્હન અર્ચનાએ લગ્ન કરવાની ના પાડી દીધી.
" isDesktop="true" id="1107835" >
આ પછી યુવતીના પક્ષના બધા લોકોએ એકમત થઇને યુવક સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. પછી દહેજમાં આપવામાં આવેલ વસ્તુઓ અને જે પણ લગ્નમાં ખર્ચ થયો છે તે બધા પાછા આપવાની માંગણી કરી હતી. વરરાજાના પક્ષે આપવાની ના પાડી હતી. જેથી દુલ્હનના પક્ષ તરફથી પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર