નવા અધ્યક્ષને ચૂંટવા કોંગ્રેસ બનાવી 5 ટીમ, વાસનિકનું નામ સૌથી આગળ

News18 Gujarati
Updated: August 10, 2019, 1:52 PM IST
નવા અધ્યક્ષને ચૂંટવા કોંગ્રેસ બનાવી 5 ટીમ, વાસનિકનું નામ સૌથી આગળ
કોંગ્રેસ કાર્યકારી બેઠક પૂર્ણ થઈ ગઈ છે.

નવા અધ્યક્ષની રેસમાં મહારાષ્ટ્રના યુવા કોંગ્રેસ નેતા મુકુલ વાસનિકનું નામ સૌથી આગળ

  • Share this:
રાહુલ ગાંધીના રાજીનામા બાદથી કોંગ્રેસનું અધ્યક્ષ પદ લાંબા સમયથી ખાલી પડ્યું છે. પાર્ટીના નવા અધ્યક્ષ પસંદ કરવાને લઈ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની આજે બેઠક બોલવવામાં આવી હતી. નવા અધ્યક્ષ ચૂંટવાને લઈ રાહુલ ગાંધીના હસ્તક્ષેપ કરવાનું કહેવામાં આવ્યું છે. સૂત્રો મુજબ, રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી માત્ર જૂના અને સીનિયર નેતાઓના હાથમાં જ છોડવા માંગે છે.

પાર્ટીના નવા અધ્યક્ષ ચૂંટવાને લઈ સીડબલ્યૂસીની બેઠક મળી જેમાં યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, અહમદ પટેલ, એકે એન્ટની સામેલ થયા. નવા અધ્યક્ષની રેસમાં મહારાષ્ટ્રના યુવા કોંગ્રેસ નેતા મુકુલ વાસનિકનું નામ સૌથી આગળ છે.

સોનિયા ગાંધીએ સ્પષ્ટ કર્યુ છે કે તેઓ અને રાહુલ ગાંધી નવા અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયામાં હિસ્સો નથી. તેમનું નામ ભૂલથી સામેલ કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં નવા અધ્યક્ષનું નામ ફાઇનલ કરવા માટે કોંગ્રેસના નેતાઓની પાંચ ટીમ બનાવવામાં આવી છે. સૂત્રો મુજબ, સીડબલ્યૂસીના તમામ સભ્ય આગામી બે-ત્રણ દિવસ સુધી બાકી નેતાઓ સાથે ચર્ચા કરીને એક નામ નક્કી કરવાની પ્રક્રિયા પૂરી કરશે.

આ પણ વાંચો, પાકિસ્તાન રચી રહ્યું છે ખતરનાક કાવતરું! સામે આવી સેટેલાઇટ તસવીરો

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગાંધી પરિવારના વફાદાર મલ્લિકાર્જુન ખડગે અને મુકલ વાસનિક રાહુલ ગાંધીની યાદીમાં સૌથી પહેલા નંબરે હોવાનું કહેવાય છે. વાસનિક અને ખડગે બંને દલિત નેતા છે. વાસનિક મહારાષ્ટ્રના પૂર્વ યુવા કોંગ્રેસ પ્રમુખ અને મંત્રી છે. જ્યારે ખડગે કર્ણાટકના એક સીનિયર પાર્ટી નેતા છે. જોકે, બંને નેતાઓને લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સીડબલ્યૂસીની મહત્વપૂર્ણ બેઠક પહેલા યૂપીએની અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે પાર્ટીના સીનિયર નેતા અહમદ પટેલ, એકે એન્ટની અને કેસી વેણુગોપાલ સાથે મુલાકાત કરી.

લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ શનિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકનું આયોજન થયું છે. આ બેઠકમાં પાર્ટીના વચગાળાના અધ્યક્ષ ચૂંટાઈ શકે છે, જે કોંગ્રેસનું આગામી ચૂંટણીમાં નેતૃત્વ કરશે. સૂત્રો મુજબ, રાહુલ ગાંધીએ શુક્રવાર સાંજે એક બેઠક બાદ કહ્યું કે સીડબલ્યૂસી એકલું પાર્ટી અધ્યક્ષના નામ પર નિર્ણય ન લે. પ્રદેશ કોંગ્રેસ કમિટી (PCC)ના મહાસચિવ અને સીડબલ્યૂસી સભ્ય મળીને એક નામની જાહેરાત કરી શકે છે.

આ પણ વાંચો, રશિયા : રોકેટ પરીક્ષણ દરમિયાન બ્લાસ્ટમાં 5 પરમાણુ વૈજ્ઞાનિકનાં મોત, રેડિએશનલ ફેલાયું
First published: August 10, 2019, 11:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading